Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૪૦૦૦૦ કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે Two nuclear submarines
    રાષ્ટ્રીય

    ૪૦૦૦૦ કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે Two nuclear submarines

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે : આ સબમરીનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધશે

    New Delhi, તા.૧૦

    ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમાં વધારો થશે. આ સબમરીનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધી જશે. આ સબમરીનને વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. આને બનાવવામાં લાર્સેન એન્ડ ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. સબમરીન ૯૫ ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત ક્લાસથી અલગ હશે. આને પ્રોજેક્ટ એડવાન્સ્ડ ટૅક્નોલૉજી વેસલ હેઠળ બનાવવામાં આવશે. હજુ બે સબમરીન બનશે, તે બાદ વધુ ચાર બનાવવામાં આવી શકે છે. ભારતે તાજેતરમાં જ પોતાની બીજી SSBN એટલે કે પરમાણુ સબમરીન INS અરિહંત કમિશનની છે. આગામી વર્ષની અંદર ભારતીય નૌસેનામાં અલગ-અલગ પ્રકારના ઘણા યુદ્ધજહાજ અને સબમરીન ઉમેરાશે.

    આ ૧૨ યુદ્ધ જહાજોમાં ફ્રિગેટ્‌સ, કોર્વેટ્‌સ, ડેસ્ટ્રોયર્સ, સબમરીન અને સર્વે વેસલ પણ છે. નૌસેનામાં આ સામેલ થવાથી ઇન્ડિયન ઓશન રીઝનર્(IOR)માં સુરક્ષાનું સ્તર વધી જશે. વિશાખાપટ્ટનમ ક્લાસમાં ચાર યુદ્ધ જહાજ સામેલ છે. વિશાખાપટ્ટનમ પોતાના ક્લાસનું મુખ્ય યુદ્ધ જહાજ છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં નૌસેનામાં સામેલ થશે. આમાં અમુક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં આ ક્લાસનું આઈએનએસ સુરત પણ સામેલ છે.

    આ ક્લાસના ડેસ્ટ્રોયર્સમાં ૩૨ બરાક ૮ મિસાઈલો, ૧૬ બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ ૪ ટોર્પિડો ટ્યૂબ્સ, ૨ એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ, ૭ પ્રકારના ગન્સ હોય છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તહેનાત છે. આ એવા યુદ્ધજહાજ છે. જેનાથી સતત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કલવારી ક્લાસ એટલે કે સ્કોર્પીન ક્લાસની ડીઝલ-ઈલેક્ટ્રિક એટેક સબમરીન છે. આ સબમરીન આ વર્ષે ડિસેમ્બરમાં તહેનાત થઈ જશે. આ એન્ટી-સરફેસ, એન્ટી-સબમરીન યુદ્ધમાં માહિર છે. આઈએનએસ વાઘશીર ઘણા મિશન કરી શકે છે. જેમ કે સપાટી વિરોધી યુદ્ધ, સબમરીન વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી ભેગી કરવી, દરિયાઈ સુરંગ બનાવવી, વિસ્તાર સર્વેલન્સ વગેરે. સબમરીનને ઓપરેશન દરમિયાન તમામ સ્થિતિમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

    આની લંબાઈ લગભગ ૨૨૧ ફૂટ, બીમ ૨૦ ફૂટ અને ઊંચાઈ ૪૦ ફૂટ હોય છે. પાણીની સપાટી પર તેની ગતિ ૨૦ દ્ભસ્ પ્રતિકલાક છે. પાણીની અંદર આ ૩૭ કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. આ ૫૦ દિવસ સુધી પાણીની અંદર પસાર કરી શકે છે. મહત્તમ ૩૫૦ ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. આમાં ૮ સૈન્ય અધિકારી અને ૩૫ સેલર તહેનાત કરવામાં આવી શકે છે.

    આની અંદર એન્ટી-ટોરપીડ કાઉન્ટરમેજર સિસ્ટમ લાગેલી છે. આ સિવાય ૫૩૩ મિમીના ૬ ટોરપીડો ટ્યૂબ્સ હોય છે, જેનાથી ૧૮ એસયુટી ટોરપીડોસ કે એસએમ.૩૯ એક્સોસેટ એન્ટી-શિપ મિસાઈલ લોન્ચ કરવામાં આવી શકે છે. આ સિવાય આ પાણીની અંદર ૩૦ સમુદ્રી બારુદી સુરંગ પાથરી શકે છે.

    આ આગામી વર્ષે જૂનમાં નેવીમાં સામેલ થશે. આ સંધ્યક ક્લાસની સર્વે શિપ છે. આની મદદથી નૌસેના સમુદ્રની નીચે અને ઉપર કોઈ પણ પ્રકારનું રિસર્ચ અને સર્વે મિશન કરી શકે છે. આ પણ સંધ્યક ક્લાસનો સર્વે વેસલ છે. આ વર્ષે ઓગસ્ટમાં આ સામેલ થઈ ચૂકી છે. આમાં એડવાન્સ હાઈડ્રોગ્રાફિક તપાસ કરવાની ક્ષમતા છે. સાથે જ આ નૌસેનાના મેરિટાઈમ ઓપરેશન અને સુરક્ષિત નેવિગેશનમાં મદદ કરશે. આ વર્ષે નવેમ્બરમાં આ નેવીને મળશે. આનું ડિસ્પ્લેસમેન્ટ ૯૦૦ ટન હશે. આ લગભગ ૨૫૫ ફૂટ લાંબુ છે. બીમ ૩૪ ફૂટ ઊંચી છે. આ મહત્તમ ૪૬ ની ઝડપથી ચાલશે. આની રેન્જ ૩૩૦૦ છે. આ યુદ્ધજહાજ પર ૭ અધિકારીઓ સહિત ૫૭ નૌસૈનિક તહેનાત થઈ શકે છે.

    આમાં કોમ્બેટ સૂઈટ લાગેલું છે, જે દુશ્મનના હુમલાથી ટકરાવા માટે હથિયારોને તૈયાર કરશે. તેની પર નજર રાખશે. આની પર ૪ પ્રકારના મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે યુદ્ધમાં યુદ્ધજહાજને સહી-સલામત રાખવામાં મદદ કરશે. ૬૦૦૦ એન્ટી સબમરીન રોકેટ લોન્ચર લાગેલુ હશે. આ ૨૧૩ દ્બદ્બની એન્ટી-સબમરીન રોકેટ સિસ્ટમ છે, જે દુશ્મનની સબમરીનની ઉપર તાબડતોડ રોકેટ ફાયરિંગ કરે છે.

    આ સિવાય આની પર ૬ હળવા વજન ધરાવતાં ટોરપીડો લાગેલા છે. સાથે જ એન્ટી-સબમરીન સમુદ્રી બારુદી સુરંગો રહેશે. આઈએનએસ અરનાલા પર ૩૦ મિલિમીટરની એક ઝ્રઇદ્ગ-૯૧ નેવલ ગન હશે. આ એક ઓટોમેટિક ગન હોય છે, જે દર મિનિટે ૫૫૦ ગોળીઓ દાગી શકે છે એટલે કે દુશ્મનનું જહાજ તૂટી પડશે. આની રેન્જ ૪ છે. આ સિવાય ૨ ઓએફટી ૧૨.૭ મિલિમીટર એમ૨ સ્ટેબ્લાઈઝ્‌ડ રિમોટ કંટ્રોલ્ડ ગન લાગેલી હશે. આ ભારતીય નૌસેનાનું વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમથી લેસ સૌથી મોટું યુદ્ધ જહાજ હશે. આ આગામી વર્ષે ઓગસ્ટમાં મળનાર કૉર્વેટ છે. આ એક માઈનસ્વીપર છે. આ સિવાય આમાં બધું જ અરનાલા જેવું જ હશે.

    આ તલવાર ક્લાસનું ફ્રિેગેટ છે. આને ફેબ્રુઆરી ૨૦૨૫માં નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજોનું સમુદ્રમાં ડિસ્પ્લેસમેન્ટ ૩૮૫૦ ટન હોય છે. લંબાઈ ૪૦૯.૫ ફૂટ, બીમ ૪૯.૧૦ ફૂટ અને ડ્રોટ ૧૩.૯ ફૂટ છે. આ યુદ્ધ જહાજ સમુદ્રમાં મહત્તમ ૫૯ ઝડપથી ચાલે છે.

    આ યુદ્ધ જહાજ ૧૮ અધિકારીઓ સહિત ૧૮૦ સૈનિકોને લઈને ૩૦ દિવસ સુધી સમુદ્રમાં તહેનાત રહી શકે છે. આ યુદ્ધ જહાજ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી લેસ છે. સાથે જ ૪ કેટી-૨૧૬ ડિકોય લોન્ચર્સ લાગેલા છે. આ સિવાય આમાં ૨૪ મીડિયમ રેન્જની મિસાઈલ તહેનાત છે. ૮ ઈગલા-૧ઈ, ૮ વર્ટિકલ લોન્ચ એન્ટી-શિપ મિસાઈલ ક્લબ, ૮ વર્ટિકલ લોન્ચ એન્ટી-શિપ અને લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત છે. આમાં એક ૧૦૦ મિલિમીટરની છ-૧૯૦ઈ નેવલ ગન લાગેલી છે. આ સિવાય એક ઓટો મેલારા નેવલ ગન લાગેલી છે. ૬૩૦ સીઆઈડબલ્યુએસ અને ૨ કશ્તાન સીઆઈડબલ્યુએસ ગન લાગેલી છે.

    આ જોખમી બંદૂકો સિવાય બે ૫૩૩ મિલિમીટરની ટોરપીડો ટ્યૂબ્સ છે અને એક રોકેટ લોન્ચર પણ તહેનાત કરવામાં આવી છે. આ યુદ્ધ જહાજ પર એક કામોવ-૨૮ કે એક કામોવ-૩૧ કે ધ્રુવ હેલિકોપ્ટર લેસ હોઈ શકે છે. આવી જ આઈએનએસ તુશીલ છે. આ વર્ષે આ સપ્ટેમ્બરમાં નૌસેનાને મળશે.

    આ યુદ્ધજહાજ આ વર્ષે ડિસેમ્બરમાં સેનાને મળી જશે. આના આગામી ફ્રિગેટ્‌સ આઈએએસ ઉદયગિરી આગામી વર્ષે માર્ચ, આઈએનએસ હિમગિરી ઓગસ્ટમાં નૌસેનામાં મળશે. નીલગિરી ક્લાસ ફ્રિગેટ્‌સ હકીકતમાં ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ્‌સ છે. આને મજગાંવ ડોક અને ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ બનાવી રહ્યાં છે. જેના હેઠળ સાત યુદ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યાં છે.

    આમાં પાંચ લોન્ચ થઈ ચૂકી છે જે ૨૦૨૫ સુધી ભારતીય નૌસેનામાં સામેલ થઈ જશે. આ ફ્રિગેટ્‌સ ૬૬૭૦ ટન ડિસ્પ્લેસમેન્ટ કરે છે. આમાં ૩૨ બરાક-૮ મિસાઈલો, ૮ બ્રહ્મોસ મિસાઈલો, ૨ વરુણાસ્ત્ર ટોરપીડો લોન્ચર, ૨ એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર, ત્રણ ગન્સ લાગેલી હોય છે. આ સિવાય આની પર ધ્રુવ અને સીકિંગ હેલિકોપ્ટર તહેનાત થઈ શકે છે. ચાર કવચ ડિકોય લોન્ચર્સ લાગેલા છે. ૨ ટોરપીડો કાઉન્ટરમેજર્સ સિસ્ટમ લાગેલી છે.

     

    New Delhi nuclear submarines
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.