Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી
    • Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય
    • ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન
    • અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
    • Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું
    • Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો
    • Bali hotel માં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા
    • ધાર્મિક-સામાજીક સુધારાનું કામ અદાલત કરતા સરકાર વધુ સારી રીતે કરી શકે : કેન્દ્ર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»Women’s Day : મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ રોકાણ વધાર્યું,
    મહિલા વિશેષ

    Women’s Day : મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ રોકાણ વધાર્યું,

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) અને ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનો હિસ્સો બમણો થયો છે.  કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમમાં મહિલાઓ હવે 33% હિસ્સો ધરાવે છે.  તેનો અર્થ એ કે દરેક રૂ.100 માંથી, રૂ.33 મહિલા રોકાણકારોના છે.  આ દર્શાવે છે કે તેઓ સંપત્તિ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

    અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનું રોકાણ બમણું થયું છે.  માર્ચ 2024 સુધીમાં કુલ વ્યક્તિગત રોકાણકારોના એયુએમ હિસ્સામાં મહિલાઓનો હિસ્સો 33% હતો.  મહિલાઓ દ્વારા કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ 2019માં રૂ.4.59 લાખ કરોડથી વધીને  રૂ.11.25 લાખ કરોડ થવાનો અંદાજ છે.

    મહિલાઓમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) રોકાણના પસંદગીના માધ્યમ તરીકે ઉભરી આવેલ છે.  2019 અને 2024 દરમિયાન મહિલાઓની સિપ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 319.3 % વધીને માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ સિપ એયુએમના 30.5% સુધી પહોંચી ગઈ.  આ વૃદ્ધિ દર્શાવે છે કે મહિલાઓ શિસ્ત અને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે સિપ વધુને વધુ અપનાવી રહી છે.

    છેલ્લા પાંચ વર્ષમાં, મહિલાઓએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને વધુ પ્રાધાન્ય આપ્યું છે.  2019માં ઇક્વિટી એયુએમમાં તેમનો હિસ્સો 43.3% હતો, જે વધીને 63.7% થવાની ધારણા છે.  આ જ સમયગાળા દરમિયાન, ડેટ ફંડ્સમાં તેમનું રોકાણ 22.7%થી ઘટીને 10.7% થયું છે.  આ દર્શાવે છે કે મહિલાઓ હવે વધુ વળતર આપતા રોકાણ વિકલ્પો તરફ આગળ વધી રહી છે.

    2019 માં ઇન્ડેક્સ ફંડ્સ અને ઈટીએફમાં, મહિલાઓનો હિસ્સો 2.5% હતો, જે 2024માં વધીને 4.1% થયો છે.  રસપ્રદ વાત એ છે કે, મહિલાઓનું સોનાનું રોકાણ 5.2% થી ચાર ગણું વધીને 24.9% થયું છે, જે દર્શાવે છે કે મહિલાઓ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સોનાના રોકાણને વધુ પ્રાથમિકતા આપી રહી છે.

    દેશના ટોચના 30 શહેરો હજુ પણ મહિલા રોકાણકારોના કુલ એયુએમમાં પ્રભુત્વ ધરાવે છે અને 74.8% ફાળો આપે છે, જ્યારે B30 શહેરો (ટોચના 30 સિવાયના શહેરો)માં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી રહી છે.  2019 માં B30 શહેરોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 20.1% હતો, જે વધીને 25.2% થવાનો અંદાજ છે.  આ દર્શાવે છે કે નાના શહેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પહોંચ સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ભારતીય મહિલાઓના આર્થિક સશક્તિકરણનું એક નવું ચિત્ર ઉભરી રહ્યું છે.  હવે મહિલાઓ ફક્ત બચત કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણ વધારી રહી છે જેના પગલે મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ 5 વર્ષમાં બમણું થવા સાથે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં તેમનો હિસ્સો 33% પહોંચ્યો છે.

    Investment Increased Mutual fund women Women's Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત…!!!

    April 22, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    વ્યાપાર

    Ceasefire લંબાવાયું છતાં Stock Marketમાં 800 પોઇન્ટનો કડાકો: રૂપિયો વધુ 25 પૈસા તુટયો

    April 22, 2026
    વ્યાપાર

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026

    Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.