New Delhi,તા,28
કેન્દ્રની મોદી સરકાર સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે જે રીતે વિપક્ષની છાવણીમાં ગાબડા પાડી રહી છે તથા પક્ષાંતર વિરોધી કાનૂનને છેતરવા માટે જે રીતે 2/3-66% સાંસદો તૂટે એટલે તેમાં પક્ષ પલટા છતા તેમનું સભ્યપદ ગુમાવતા નહી તે વિવાદ હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. રાજયસભાના સભ્ય તથા સુપ્રીમ કોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે 2/3 સાંસદો તૂટે તો તેને મર્જર ગણાય કે પક્ષપલ્ટો તે અંગે સ્પષ્ટતા માંગતી રીટ દાખલ કરતા સર્વોચ્ચ અદાલતે આ અંગે નોટીસ પાઠવી છે.
સર્વોચ્ચ અદાલતે મંતવ્ય વ્યક્ત કર્યુ કે આ મુદે અનેક પાસાઓ પર વિવાદ કરવાની જરૂર છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના 6 તથા તૃણમુલ કોંગ્રેસના 20 સાંસદો મુળ પક્ષથી અલગ થયા. ‘આપ’ના સાંસદ ભાજપમાં ભળી ગયા અને તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ એક ઓછા જાણીતા પક્ષનું અંતર લઈ લીધુ. શિવસેના યુબીટીના 6 સાંસદો પણ શિંદે જૂથમાં ભળી ગયા. શ્રી કપીલ સિબ્બલે પોતાની અરજી પર કહ્યું કે આ પ્રકારની સ્થિતિ આપણા રાજકારણ પર મોટી અસર થઈ રહી છે. કારણ કે નિયમ-કાનૂનથી આપણે એક પક્ષ લઘુમતીમાંથી બહુમતીમાં બદલાઈ જાય છે. તેઓની દલીલ હતી કે પુરો મામલો બંધારણની 10મી અનુસૂચી સાથે જોડાયેલા છે અને તેમાં પક્ષાંતર વિરોધી કાનૂન સામેલ છે જેનો હેતુ તો ચુંટાયેલા પ્રતિનિધિઓને પક્ષાંતર કરતા રોકવાનો છે.
તેઓએ 20મી અનુસૂચીની એ વ્યાખ્યાને જ પડકારી છે. જેમાં વિલય-મર્જરનો માર્ગ અપનાવીને પક્ષાંતર વિરોધી કાનૂનથી બચી શકાય છે અને જો આમ જ થવાનું હોય તો 10મી અનુસૂચીના પેરેગ્રાફ નંબર-4નો મતલબ જ શું છે! કારણ કે તેનાથી ચુંટણી વગર જ સંસદનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. તેઓ કહે છે કે 10મી સુધીના પેરા નં.4નો મતલબ એ નથી કે કોઈ મર્જર એ પક્ષાંતર વિરોધી કાનૂનથી બચી શકાય છે.
આ સંવિધાનના મૂળભૂત સ્વરૂપનું ઘોર ઉલ્લંઘન છે. કારણ કે હવે જથ્થાબંધ રીતે પક્ષાંતર થાય છે. રાજકીય પક્ષોને તોડાય છે અને ગેરકાનુની રીતે લોકચૂકાદો બદલી દેવાય છે અને આ જ ટ્રેન ચાલુ રહ્યો તો પક્ષાંતર વિરોધી ધારા કોઈ રીતે અસરકારક નહી રહે! જો કે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ પી.એસ.નરસિમ્હાની ખંડપીઠે કહ્યું કે આ અરજીમાં કેટલાક મુદાઓ એવા છે જે સંસદે વિચારણા યોગ્ય છે.

