(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯ઃ
Morbi અને ટંકારા પંથકમાં અપમૃત્યુના બનાવોમાં વિદ્યાર્થીની અને સગીરા સહીત ત્રણના મોત થયા છે ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ ૪ ની વિદ્યાર્થીની વાંચતી વખતે બેડ પરથી નીચે પડી જતા સારવારમાં મોત થયું હતું તો ટંકારામાં માતાએ ઠપકો આપતા સગીરાએ કુવામાં ઝંપલાવી આયખું ટૂંકાવી લીધું હતું
પ્રથમ બનાવમાં સાયલા તાલુકાના ખીટલા ગામની રહેવાસી રાજલબેન રાજાભાઈ ઝાપડીયા (ઉ.વ.૦૯) નામની વિદ્યાર્થીની મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના બેડ પર બેઠા બેઠા નીચે પડી જતા પ્રાથમિક સારવાર મોરબી આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બાળકી પોતાના બેડ પર વાંચતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બાળકી ધોરણ ૪ માં અભ્યાસ કરતી હતી
બીજા બનાવમાં મૂળ પંચમહાલ જીલ્લાના વતની હાલ ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા પરિવારની ૧૩ વર્ષની દીકરી પાર્વતીબેન અર્જુનભાઈ નાયક નામની સગીરાએ વાડીમાં આવેલ કુવામાં કુદી આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાર્વતીબેનના માતા મીનાબેન રસોઈ બનાવતા હતા અને ન્હાવા માટે પાણી ભરી આપવાની નાં પાડી જાતે કામ કરી લેવા દીકરીને ઠપકો આપ્યો હતો જે મનમાં લાગી આવતા સગીરાએ કુવામાં કુદી આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મોરબીના મકરાણીવાસમાં રહેતા અબ્દુલ ઓસમાણ ખુરેશી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત તા. ૦૮ ના રોજ વાઘપરામાં મનસુખભાઈના મકાનનું કલર કામ કરતા હતા ત્યારે નિસરણી પરથી નીચે પડી જતા માથામાં ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

