Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય,CM
    ગુજરાત

    નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય,CM

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ

    Gandhinagar,તા.૧૧

    નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. ૨૦ કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે   અપાશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાય

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, વહીવટદારશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે.

    આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે.વડા પ્રધાન નરેન્દ્ર  મોદીએ વિકસિત ભારતજ્ર૨૦૪૭ નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.

    મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે.

    મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે કરેલું છે.મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.૧૦ કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.૧૦ કરોડ મળીને કુલ ૨૦ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી.

    તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે

    CM Bhupendra Patel GADHINAGAR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    મોરબી

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026
    મોરબી

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.