Morbi,તા.13
મોરબીની માળિયા ફાટકના પુલ નીચે અજાણ્યા વાહન ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો
મૂળ મધ્યપ્રદેશના વતની લોકેન્દ્રસિંહ મનોહરસિંહ સોનગર (ઉ.વ.૨૩) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૦ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મોટાભાઈ તવરસિંહ ઉર્ફે લાલાભાઈ મનોહરસિંહ સોનગર (ઉ.વ.૩૫) વાળા ચાલીને જતા હતા ત્યારે માળિયા ફાટક પુલ નીચે અજાણ્યા વાહનચાલકે તવરસિંહને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

