(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૨ઃ
લાલપર ગામના રહેવાસી ૫૬ વર્ષીય પૌઢનો મૃતદેહ ચોકડી પાસેથી મળી આવ્યો હતો પ્રૌઢ સાયકલ લઈને જતા હતા ત્યારે પડી જતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે મોરબીના લાલપર ગામના રહેવાસી હરિપ્રસાદ ભુલંજીભાઈ અહીરવાલ (ઉ.વ.૫૬) વાળા સોરેશો ચોકડી પાસે કોઈ કારણોસર મૃત હાલતમાં આવી આવ્યા હતા અને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લઇ આવતા પોલીસે મૃતદેહ પીએમ અર્થ ખસેડ્યો છે બનાવ અંગે તાલુકા પોલીસના પીએસઆઈ શિવાંગ ભટ્ટ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હરિપ્રસાદ સાયકલ લઈને જતા હતા અને પડી જતા મોત થયું છે જેની સાયકલને કોઈ વાહને ટક્કર મારી કે જાતે સાયકલમાંથી પડી ગયા હતા તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે

