Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?
    • પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર
    • ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો
    • FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી
    • Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી
    • ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર
    • ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા
    • Vijay Deverakonda,Venkatesh and Mohammed Sirajસહિતનાં સ્ટાર્સ મુશ્કેલીમાં,TCAએ ફટકારી કાનૂની નોટિસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: પાલિકામાં 58 ટકા અને જિલ્લા પંચાયતમાં 53 ટકા મતદાન
    સૌરાષ્ટ્ર

    Amreli: પાલિકામાં 58 ટકા અને જિલ્લા પંચાયતમાં 53 ટકા મતદાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026Updated:April 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli તા.27
    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં  કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ 11 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હેઠળ ગઈકાલ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું.  દિવસ દરમિયાન એકાદ-બે નાની ઘટનાઓને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોમાં શરૂઆતના સમયમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બપોર બાદ મતદાન ધીમું પડતાં ઉમેદવારોમાં ચિંતા ફેલાઈ હતી. આજે ચૂંટણી દરમિયાન કેટલાંકસ્થળોએ ઇવીએમ મશીન બદલવાં પડયાં હતાં.

    જિલ્લા પંચાયત ચૂંટણી 2,57,191 પુરુષ મતદારો અને 2,01,110 સ્ત્રી મતદારોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
    કુલ 6 નગરપાલિકામાં 1,08,698 પુરુષ જ્યારે 99,163 સ્ત્રી અને 20 અન્ય મતદારો સમાવિષ્ટ છે. ગઈકાલે મતદાન અન્વયેકુલ 6 પાલિકામાં અંદાજે કુલ 66,808 પુરુષ મતદારો, 53,564 સ્ત્રી મતદારો તથા અન્ય 11 મતદારોએ મતદાન કર્યું હતું.

    જ્યારે 11 તાલુકા પંચાયતોમાં અંદાજે 2,52,128 પુરુષ મતદાતા અને 1,96,667 સ્ત્રી મતદાતાઓએ મતદાન કર્યું હતુ. આમ કુલ મળીને 4,48,795 મતદાતાઓ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

    અમરેલી જિલ્લામાં ગઈકાલે 44-5 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાન વચ્ચે મતદાન યોજાયું હતું. સવારે ઠંડકભર્યા વાતાવરણમાં મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી હતી, પરંતુ બપોરના કાળઝાળ તાપ શરૂ થતાં મતદાનની ગતિ ધીમી પડી ગઈ હતી. ગરમીના કારણે ઘણા મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
    ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર પૂરતી છાયા અને પાણીની સુવિધા ન હોવાના કારણે મતદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી મતદાન પર અસર જોવા મળી હતી. ઉપરાંત, દર ચૂંટણીની જેમ આ વખતે પણ વોટર સ્લિપનું યોગ્ય વિતરણ ન થતાં ઘણા મતદારો નિરાશા અનુભવી રહ્યા હતા.

    ચૂંટણી દરમિયાન રાજકીય આગેવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પોતાના વતન દેવરાજીયા ગામે પરિવાર સાથે જઈ મતદાન કર્યું હતું. જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પોતાની પત્ની સાથે બાઈક પર આવી જરખીયા ગામે મતદાન કર્યું હતું.

    રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઇશ્વરીયા ગામે મતદાન કર્યું હતું, જ્યારે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના વતન માળીલા ગામે પત્ની સાથે જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મતદાનના આંકડા મુજબ, અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાઓમાં સરેરાશ આશરે 58 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 11 તાલુકા પંચાયતોમાં અંદાજે 53 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતમાં પર.99 ટકા મતદાન નોંધાયુ હતું.

    ગઈકાલે ચૂંટણીના મોકડ્રીલ સમય દરમિયાન તાલુકા જિલ્લા પંચાયતમાં 10 સી.યુ. મશીન તથા 2 બી.યુ. બદલવા પડ્યા હતાં. નગરપાલિકામાં 4 બી.યુ. મશીન બદલવા પડયાં હતાં. જ્યારે ચાલુ મતદાન દરમિયાન પણ 1 સી.યુ. મશીન ખરાબ થતાં બદલવાની ફરજ પડી હતી. તથા પાલિકાની ચૂંટણીમાં 1 સી.યુ. તથા 5 બી.યુ. ખરાબ થતાં બદલવાની ફરજ પડી હતી.અમરેલી જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.

    ચૂંટણી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. અનેક મતદાન મથકો ખાતે વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો મતદાન મથક સુધી સરળતાથી પહોંચીને પોતાનો કિંમતી મત આપી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Rajula તથા હીડોરંણા વિસ્તારમાં ટ્રકમાંથી બેટરી ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Babraના કોટડાપીઠા ગામની સીમમાંથી વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ સહીત રૂા.૯,૩૫,૭૫૮નો મુદ્દામાલ ઝડપાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Vadia મામલતદારની અનાજ માફિયાઓ સામે લાલ આંખ, બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026

    Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી

    June 18, 2026

    ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.