Surendranagar, તા.7
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામ થી ખાડિયા જવાના જુના માર્ગ ઉપર આવેલી નર્મદા કેનાલ પાસે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી જાહેરમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી ન હતી.
અંતે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા દરોડા પાડી અને કુલ આઠ જેટલી જુગારીની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે રોકડા રૂપિયા 85520 મોબાઈલ ફોન નંગ 8 જેની કિંમત 40 હજાર તેવા જ મોટરસાયકલ નંગ 6 જેની કિંમત 90 હજાર ગણી કુલ 2,15,520 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરોડા દરમિયાન યુવરાજસિંહ વિક્રમસિંહ સોલંકી રહે જોબાળા તેમજ રવિભાઈ રમેશભાઈ શેખ રહે જોબાળા ઓધવજીભાઈ રાણાભાઇ રડોલીયા રહે સસિયાણા સરદારસિંહ ભીખુભાઈ મકવાણા રહે બલાળા જયંતીભાઈ બીજલભાઇ કટોડીયા રહે જોબાળા બીજલભાઇ કાળુભાઈ ગોવિંદીયા રહે જોબાળા ભુપતભાઈ ગોવર્ધનભાઈ કટુડીયા રહે જોબાળા જગદીશભાઈ વેલજીભાઈ મેમરીયા રહે બલાળા તમામની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત ભગીરથસિંહ બળદેવસિંહ સોલંકી અને ભાવેશ ઉર્ફે પીંટો રણછોડભાઈ કટોડીયા નાસી છૂટવા પામ્યા છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

