Junagadhતા.20
જુનાગઢના ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલ મેનેજડ બાય પ્રયાગ વિદ્યા સંકુલ (ખામધ્રોળ રોડ) ખાતે સંસ્થાના પ્રમુખ જયસુખભાઈ બુટાણી, મનપા જુનાગઢ, પૂર્વ સ્ટે.કમીટીના ચેરમેન તથા સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, વઘાસીયાભાઈ, અજુડીયાભાઈ, લાયન્સ કલબ રૂદ્રાક્ષ જુનાગઢના પ્રમુખ કૃણાલભાઈ પરસાણા અને તેના સાથી સભ્યો તથા કે.એમ. ઠુંમર આર.એ. બામરોલીયા, ડોબરીયાભાઈ કિશનભાઈ શાળાના તમામ સ્ટાફ અને વાલીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં 80માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીન કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમૂહમાં રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતૃભૂમિને આઝાદ કરવામાં ક્રાંતીવીરો અને નામી અનામી શહીદોને યાદ કરાયા હતા. તેમજ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના જાગૃત થાય દેશની એકતા અખંડીતતા જાળવવા દેશે મારા માટે શું કયુર્ં એ નહીં હું દેશ માટે શું કરી શકું.
આ અંગેનું પ્રવચન સંસ્થાના પ્રમુખ જયસુખભાઈ બુટાણી, સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા અને લાયન્સ કલબ ઓફ જુનાગઢ રૂદ્રાક્ષના પ્રમુખ કૃણાલભાઈ પરસારા દ્વારા કરાવવામાં આવેલ હતા. ધો.6ના વિદ્યાર્થી પેથાણી સમર્થે મહામુલી આઝાદીના સંઘર્ષના ઈતિહાસ વિશે પ્રવચન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ હેતલબેન દ્વારા કરાવવામાં આવેલ અને સાઉન્ડ ઓપરેટીંગ ગામીભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.

