Junagadh તા.20
પ.કે.મંડળ સંચાલીત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં દિન વિશેષ શ્રેણી અંતર્ગત ગત તા.18/8ના રોજ સુભાષચંદ્ર બોઝના નિર્વાણ દિવસ નિમિતે વાર્તાલાપ યોજાયો હતો.
જેમાં પ્રિ.ડો.દિનેશભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સામાં થયો હતો. તેમણે જાપાનની સહાયથી આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી હતી. તેઓ નેતાજી તરીકે જ ઓળખાતા હતા. તેમણે 1921માં ઈંગ્લેન્ડમાં જઈને સીવીલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી.
કોંગ્રેસના 51માં અધિવેશનમાં સુરત હરીપુરા ખાતે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તેમની પાસેથી જયહિન્દ ચાલો દિલ્હી અને તુમ મુઝે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા જેવા ત્રણ મહત્વના નારા મળ્યા હતા. બાપુએ કહ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ દેશભકતોના પણ દેશભકત છે. મહાન દેશભકત અને વિદેશી ધરતી પર રહીને જાપાનના સહયોગથી આઝાદી હિન્દ સેનાની રચના કરી હતી. તેઓ એક વિમાન દુર્ઘટનામાં શહીદ થયા હતા. જે ઘટના આજે પણ કોયડા સમાન રહી છે. સમગ્ર આયોજન બદલ પ.કે.મં.ના મેને.ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, પ્રમુખ શિરીષભાઈ સાપરીયા તથા કોલેજ ઈ. રતીભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.

