કાશ મારે દીકરી હોત!
જાત ના આટલી બેફીકરી હોત.
પરાણે વ્હાલી લાગતી લાડકડી હોત.
મારી પીડા ને મારતી મારકણી હોત.
કાશ મારે ઢીંગલી હોત.
મોજ ને ફક્ત મોજ નકરી હોત.
જો મારે ય પરી હોત.
ઉનાળે બરફ ની પાટ,
શિયાળે હુંફાળી સગડી હોત.
રાવણ ના હાથે સીતાની રાખડી હોત.
કાશ રાવણ ને ય દીકરી હોત.
ગોપીઓ ને કાન્હો ના છોડી ગયો હોત.
જો કાન્હા ને ય દીકરી હોત.
જાત ના આટલી અહંમે વકરી હોત.
સિંહ સમો હું માંડવે બકરી હોત.
જમાઈ ની પાદુકા પ્રેમે પકડી હોત.
કરુણમંગલા વિદાય ની ઘડીઓ હોત.
હું ય સૌથી મોટો દાનેશ્વરી હોત.
કન્યાદાન ની તક મળી હોત.
જાન સાથે જાન નીકળી હોત.
હું વાંઝીયો, પૂરીશ વહુ માં આ ખોટ.
‘પુત્ર થી વધૂ‘ માં જ મળશે દીકરી ની શોધ.
– મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)

