Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    • Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»રામકથા ભવ સાગર પાર‌ ઉતારનારી નૌકા છે, અને હરિ ગુણ ગાવાની તક આપે છે
    ધાર્મિક

    રામકથા ભવ સાગર પાર‌ ઉતારનારી નૌકા છે, અને હરિ ગુણ ગાવાની તક આપે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 25, 2026Updated:February 26, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    માનસ સુંદરકાંડની કથાનો પ્રારંભ કેટલાક પ્રશ્નોથી થયો, એક નાનાં બાળકે પ્રશ્ન કર્યો કે, બાપુ આપ રોજ વ્યાસપીઠ પર આવી, પોથી ખોલીને કેટલાંક શ્લોકો વાંચી પછી એને બંધ કરી દો છો, એવું શું કામ? પૂજ્ય બાપુએ કહ્યું કે સદગ્રંથનું દર્શન બહુ જરૂરી છે, આપણને આખો ગ્રંથ કંઠસ્થ થઈ ગયો હોવાં છતાં, એકવાર એને ખોલી એમાંથી કેટલાક મંત્રનો પાઠ કરી લેવો, નહિતર ગ્રંથ અપરાધ થઈ જાય. વિશ્વમાં સૌથી કંઈ અઘરું હોય તો, એ કૃપાને પચાવવી છે, અહંકાર ગમે ત્યારે સવાર થઈ શકે છે. તુલસી પણ રામચરિત માનસમાં આનો ઉલ્લેખ કરે છે.
    દરસ પરસ મજ્જન અરુ પાનાં,
    હરઈ  પાપ કહ બેદ પુરાના.
    આપણાં અપ્રસન્નતા રુપી પાપને દૂર કરે છે, જીવનનાં તમામ સત્કર્મનું ફળ ઉત્તમ શ્લોકનાં ગુણોનું વર્ણન કરવું એ છે! ઉત્તમ શ્લોક એટલે પ્રભુ શ્રીરામ, શ્રીકૃષ્ણ, શિવ, દુર્ગા… કોઈ પણના શુભ ગુણોનું વર્ણન કરવું. એક ભાઈએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે બાપુ અમે કથા નથી કરાવી શકતા! અમારી એવી સાધન સંપન્નતા નથી! એવી ગ્લાનિ ન અનુભવો, તમે કોઈની નિંદા ન કરો, એ કથાનું પુણ્ય છે! બધું છોડી શકાય પણ ઈર્ષા, નિંદા, છૂટતા નથી. કોઈ પ્રત્યે ઈર્ષા, નિંદા કે દ્વેષનો ભાવ છોડી દીધો, તો તમે ચંદ્રમા માં કથા આયોજિત કરી દીધી સમજવી.
    વિનય પત્રિકા તુલસીદાસજીનું આખરી સર્જન માનવામાં આવે છે, અને હનુમાન ચાલીસા મારાં મતે સૌથી પ્રથમ લખ્યું. વિનય પત્રિકામાં ગોસ્વામીજી એ સાધકોનાં પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. રામનો પ્રેમ પ્રતાપ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ?  આપણે બધાં જ ઈચ્છીએ કે પરમનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય, ઈશ્વર પાસે કંઈ માગવું નહીં, પરંતુ ઈશ્વર પાંચ વસ્તુ આપે તો સમજવું કે આપણું જીવન ધન્ય થઈ ગયું. પરમાત્મા પ્રેમ કરવા લાગે, પરમાત્મા અધિક કરુણા કરે, પરમાત્મા આપણને અનુકૂળ થઈ જાય, પરમાત્મા આપણા પર પ્રસન્ન થઈ જાય, અને પરમાત્મા આપણું પરમહિત જેમાં હોય એવું જ કરે!
    સમુજી સમુજી ગુનગ્રામ રામ કે, ઉર અનુરાગ બઢાઉ,
    તુલસિદાસ અનાયસ રામપદ પાઈહૈ પ્રેમ પસાઉ.
    હ્રદયમાં અનુરાગ વધારો, પસાઉ એટલે કે પ્રેમ પ્રસાદ મળશે, એટલે કે આપણે તેમનો પ્રેમ પ્રાપ્ત થશે.
    અન્ય એક પ્રશ્ન ગુરુદ્વાર જવાથી કેવાં કેવાં ફાયદા થાય છે? શીખ ભાઈઓ એ તો પોતાનાં મંદિરનું નામ જ ગુરુદ્વારા રાખી લીધું, પણ આપણાં જે ગુરુ હોય, એનાં દ્વારે જવાથી પાંચ ફાયદા થાય છે. ગુરદ્વારે જવાથી આપણને વિષાદમાંથી મુક્તિ મળે છે. રામચરિતમાનસમાં દશરથ જ્યારે ગુરુદ્વારે ગયાં અને પરિણામ સ્વરૂપે ભગવાન રામ પ્રાપ્ત થયાં, દશરથ વિષાદ મુક્ત બન્યાં. ગુરુદ્વારે જવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મવિદ્યા, વેદવિદ્યા, યોગવિદ્યા, અથવા તો આપણને જે બંધનમાં ન નાખે, મુક્ત રાખે એવી કોઈ વિદ્યા. ગુરુદ્વારે જવાથી વિવેક વર્ધન થાય છે. ગુરુદ્વારે જવાથી આપણો વિશ્વાસ દ્રઢ થાય છે, ભરોસો પરિપક્વ બને છે. ગુરુદ્વારે જવાથી વહેમ અથવા સંશયનો નાશ થાય છે.
    અન્ય એક પ્રશ્ન છે સદગુરુ અને શિષ્યની વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ?; હું તો અનુરોધ કરું છું કે, તમારાં તરફથી સદગુરુ સાથેનાં કોઈપણ પ્રકારનાં સંબંધનો પ્રસ્તાવ ન રાખો, એમને નિર્ણય કરવા દ્યો. તમે કહો કે હું તમારો શિષ્ય છું, પણ તમારાં શિષ્યવનું શું ઠેકાણું! આજે અહીં તો કાલે બીજે! ગુરુ આપણો ભગવાન છે, માટે હે ઈશ્વર તારી સાથે મારે અનેક પ્રકારનો નાતો છે, તો તું જ નિર્ણય કરી લે કે તને કયો નાતો પસંદ છે! બાકી સદગુરુ અને શિષ્યનો સંબંધથી મુક્ત સંબંધ છે. હું કોઈનો ગુરુ નથી અને મારો કોઈ ચેલો નથી, બધાં શ્રોતાઓ છે!
      ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા,
     મેલે મે અકેલા,અકેલે મેં મેલા.
     બીજી એક ચિઠ્ઠી મળી હતી કે આ કથા શા માટે થાય છે? કેટલો બધો ખર્ચ થાય! સત્સંગનું કોઈ મૂલ હોતું નથી, પણ કથામાં બે-ત્રણ લાખ લોકો ભોજન લે છે, દેશમાં બધા જ લોકોને આ રીતે ભોજન મળતું નથી, કથાનાં પ્રસાદ એ રીતે પણ નિર્વિકાર કરનાર છે. કથા એક નૌકા છે જે ભાવસાગર પાર ઉતારે છે.
      ભવ સાગર ચહ પાર જો પાવા,
      રામ કથા તા કહં દ્રઢ નાવા.
    ઉત્તમ શ્લોકનાં ગુણગાનની સવલત અહીં થઈ રહી છે, સત્સંગથી મૂલ્યવાન બીજું કંઈ જ નથી.
    માનસ સુંદરકાંડનાં વિષયમાં પ્રવેશ કરતા કહ્યું કે હનુમાનજીનું સીતા દર્શન ચાલી રહ્યું છે, અને એમણે જાનકી આગળ રામકથા ગાવાનું શરૂ કર્યું,
    જાનકીનાં દુખ ભાગ્યા જાનકીજીએ પ્રશ્ન કર્યો, આ મુદ્રિકા પ્રભુ એ મને નિશાની માટે આપી હતી, જેથી આપને ભરોસો થાય. જાનકીજીને વિશ્વાસ બેઠો હનુમાનજીને ભૂખ લાગી હતી. રામકથા ગાયાં પછી ભૂખ લાગવી જોઈએ. વિશેષ સાંભળવાની, ભક્તિના ફળ પામવાની, કે સારી સત્ર છાયામાં રહેવાની ભૂખ. જાનકીએ કહ્યું રઘુવીરને હૃદયમાં ધારણ કરીને મધુર મધુર ફળ ખા! લંકામાં ઘણાં પ્રકારનાં ફળ છે, પરંતુ ફલાહારી કોઈ નથી, બધાં માંસાહારી છે. હનુમાનજી પહેલા ફલાહારી નીકળ્યા! જેણે લંકાનાં ફળ ખાધાં હનુમાનજી વૃક્ષ તોડી રહ્યાં છે, જાણે આખી અશોક વાટિકા ઉજાડી નાખી. બાગનાં રખેવાળો હનુમાનજીને રોકવા ગયાં, પરંતુ હનુમાનજી એમને મુક્કો માર્યો, કેટલાક ભાગીને રાવણની સભામાં જઈને કહેવા લાગ્યાં, માલિક, એક ભયંકર વાનર આવ્યો છે, અને એણે આતંક મચાવ્યો છે. રાવણે અક્ષયને મોકલ્યો, હનુમાનજી એ અક્ષયને જોતાં જ એક વૃક્ષ ઉઠાવ્યું, અને અક્ષયનો ક્ષય કરી નાખ્યો. રાક્ષસો વળી પાછાં રાવણ પાસે આવ્યાં અને અક્ષય નથી રહ્યો ના સમાચાર આવ્યાં, રાવણે કહ્યું મારે એને જોવો પડશે. ઇન્દ્રજીત ઊભો થયો, રાવણે સૂચના આપી કે, એને મારશો નહી, બાંધીને મારી સભામાં લઈ આવો. ઇન્દ્રજીતએ બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું, હનુમાનજીએ વિચાર્યું કે બ્રહ્માસ્ત્રનાં પણ ટુકડા કરી શકું, પરંતુ બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે, એટલે મૂર્છિત થયાં નાગ પાશથી એને બાંધવામાં આવ્યાં, અને હનુમાનજી રાવણની સભામાં પ્રવેશ કરે છે.
       કથાનાં ક્રમમાં શિવ પાર્વતીનાં વિવાહ પછી, પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો, જે કાર્તિકે પુરુષાર્થનું રૂપ લઈને તારકાસુર નામનાં રાક્ષસને માર્યો. એક દિવસ ભગવાન શિવને પ્રસન્ન જોઈ, પાર્વતીએ કહ્યું કે, પ્રભુ મારા મનમાંથી હજી રામ બ્રહ્મ છે! કે મનુષ્ય? એ ભ્રાંતિ ગઈ નથી,આમ રામકથાની જિજ્ઞાસા કરી. પાર્વતીએ જ્યારે રામત્વ વિશે જિજ્ઞાસા કરી, ત્યારે શિવના મુખમાંથી પ્રથમ ધન્ય શબ્દ નીકળ્યો, અને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો, આપ સમાન કોઈ ઉપકારી નથી, કારણ કે આપે એવી કથા પૂછી છે, જે સકલ લોક ને પાવન કરનારી ગંગા છે. રામ તત્વ શું છે, એ હું આપને જણાવું. વેદ પણ જેમનું મહિમા ગાન નથી કરી શકતાં, એ તત્વ છે રામ! અને નિરાકાર તત્વ સાકાર કેમ થયું? વ્યાપક એ વ્યક્તિનું રૂપ કેમ લીધું? એના અનેક કારણ છે, પણ છતાં કોઈ કારણ નથી! કેમકે ઈશ્વરને કાર્ય કારણનો સંબંધ લાગુ પડતો નથી. છતાં રામનાં જન્મ માટેનાં પાંચ કારણોની વાત તુલસીદાસજીએ રામચરિત માનસમાં કરી છે જય વિજયનું કારણ, બીજું સતી વૃંદાનો શ્રાપ, ત્રીજું નારદનો શ્રાપ, ચોથું મનુ અને શતરૂપાએ કઠિન તપસ્યા કરી, ઈશ્વર પાસે એમના જેવું સંતાન માગ્યું. પાંચમું પ્રતાપભાનુ, જેમને બ્રાહ્મણોના ભોજમાં માંસ ભેળવવા માટે શ્રાપ મળ્યો હતો. આમ રામ જન્મ કરાવી છઠ્ઠા દિવસની કથાને વિરામ આપ્યો.
        સંકલન- ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.