Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    • Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આજનાં વિદ્યાર્થી થકી જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે! આ સત્ય પરીક્ષા કરતાં પણ મોટું છે.
    લેખ

    આજનાં વિદ્યાર્થી થકી જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે! આ સત્ય પરીક્ષા કરતાં પણ મોટું છે.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 26, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની, અને 12 ની પરીક્ષાઓ 26/2 થી શરૂ થશે. તો સૌ પ્રથમ તો પરીક્ષાની રીક્ષા આવશે તો શું થશે? એવું ખોટું વિચાર્યા વગર બધાં વિદ્યાર્થીઓ સકારાત્મક થઈને જાય! કારણ કે આ વિદ્યાર્થીઓ જ ઉજ્જવળ ભારતનાં ઘડવૈયા છે. સૌને પરીક્ષા માટે શુભેચ્છાઓ અને અંતરનાં આશીર્વાદ. ભારત પોતાનાં યુવાધનથી પોતાનું ભવિષ્ય સુંદર રીતે ઘડી રહ્યું છે, અને હજી પણ જો દરેક વિદ્યાર્થીઓ નીતિ પૂર્વક જીવવાનું પસંદ કરે તો, આનાથી પણ સુંદર ભારતની રચના થઈ શકે, અને મને વિશ્વાસ છે કે થશે!  આપણને દરેકને ભારતનાં ઉજ્જવળ ભવિષ્યની ઝંખના છે, અને હોય પણ ખરી! આખરે આપણો જ દેશ છે. સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાથી પાસ થતાં આ વિદ્યાર્થીઓ ઓને એટલું અવશ્ય કહેવાનું છે કે, જીવનની પરીક્ષામાં આમાંનું એક પણ બોર્ડ કામ આવતું નથી! એટલે નિતી પૂર્વક પરીક્ષા આપવી, કારણકે જ્યારે સાચી પરીક્ષાઓ આવે ત્યારે આ શિક્ષણ કે એમાં આવેલાં ટકા કામ આવતાં નથી. એને વિશે વિચારીને શિક્ષણ પદ્ધતિ ભલે ન સુધરે, પણ ઘરનાં સંતાનોને આ વાત સમજાવવી પડશે કે, આ પરીક્ષા જીવનનું એક એવું ચેપ્ટર છે, જેમાં મળેલ સફળતા નિષ્ફળતા બહુ થોડા સમય માટે જ રહે છે, એટલે એનાં પરિણામ પર ડીસઅપોઈન્ટ થવાની જરૂર નથી, તો કદાચ આગળ જતાં એનું જીવન વધુ સરળ રહે.
    વિદ્યા અર્થે જે સ્કૂલ કોલેજ જાય તે વિદ્યાર્થી! સમયને કારણે અક્ષરજ્ઞાન ને વિદ્યા કહેવું પડે છે! બાકી વિદ્યાનો અર્થ બહુ વિશાળ છે. સ્કૂલ કોલેજમાં લેવાતી આ શૈક્ષણિક પરીક્ષાઓ આગળ કામ આવે કે ન‌ આવે! પણ દેવી પડે, પાસ થવું પડે, ડીગ્રીઓ નાં છોગા વધારવાં પડે! પણ જ્યારે ખબર હોય કે આ પરીક્ષામાં સફળ થવા માત્રથી કંઈ જીવન આસાન થવાનું નથી, ત્યારે એમાં અનીતિથી બચી શકાય એટલું બચવું! જીવનમાં સુખ કદાચ સાધનથી મળે, પણ શાંતિ તો સત્ય અને સંતોષથી જ આવશે! એ વાત ખાસ સંતાનોને શીખવવી, નહીં તો કમાવા માટેની આ દોડ ક્યારેય પૂરી નહીં થાય! અને જીવનનાં એક મુકામે એમ થાય કે આપણે તો આવું  કંઈ કર્યું જ નહીં!
        ટૂંકમાં શિક્ષણ કરતાં સંસ્કાર પર આજનાં માતા પિતાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. છેલ્લા 20 / 30 વર્ષનો આ રેશિયો જોઈએ તો દિવસેને દિવસે માતાપિતા વિદ્યાર્થી કરતાં પણ વધુ મહત્વકાંક્ષી બની ગયાં છે, અને દરેક માતા પિતામાં સુપર ચાઇલ્ડ મેન્ટાલીટી ડેવલપ થતી જાય છે, જે એક બાળ માનસ માટે ભયંકર ખતરો છે.  ધોરણ 10 ની વાત કરીએ તો ત્યારે મોટે ભાગે દરેક વિદ્યાર્થી 13 થી 15 વર્ષનાં ગાળામાં હોય, અને આ ટીનએજમાં તેનાં શારીરિક બંધારણમાં પણ ફેરફાર થાય. એ લોકો એડલ્ટ બનવા તરફ કુદરતી રીતે આગળ વધતાં હોય, એટલે અમુક પ્રકારનાં આંતરિક હોર્મોન્સ પણ ડેવલપ થતાં હોય છે, અને એને કારણે છોકરા છોકરીઓમાં વિજાતીય આકર્ષણ‌ તળે હોય. એમાં ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, દરેક પાસે પોતાનાં સેલફોન, અને અન્ય રીતે આ ટીન એજ યુવક યુવતીઓને ઉશ્કેરે એવા દ્રશ્યો એના માનસમાં જીલાતા હોય, ત્યારે ભણવાનું આ પ્રેસર અને ઉપરથી માતા પિતાની મહત્વકાંક્ષા! માતાપિતાની ઈચ્છા દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે પોતાનાં સંતાનને આગળનાં ભવિષ્યમાં સારું ભણતર મેળવ્યું હોય તો, એવી કોઈ ચિંતા ન રહે, એ માટે રખાયેલી હોય! આર્થિક રીતે પણ પોતાની હેસિયતથી વધુ બોજ લીધો હોય, અને પોતાનાં સંતાનનાં કેલીબરથી વધારે એની પર આશા રાખી હોય, તો આ બંને વસ્તુ આગળ જતાં અત્યંત દુઃખદાઈ પરિણામ આપે. ઉપરથી અંદરો અંદર અપેક્ષા પૂરી ન થયાની વાતને કારણે સંબંધોમાં કડવાસ વધે. કોઈ કોઈ વાર વિદ્યાર્થી ભયંકર ડિપ્રેશન અનુભવે છે, અને વ્યસનનો સહારો લેતો થઈ જાય! ઘરેથી ભાગી જાય, કે પછી આત્મહત્યા કરે!
      ભારતીય શાસ્ત્રો મુજબ દરેકે દરેક વ્યક્તિનો જન્મ એનાં ઋણાનુબંધ પર નક્કી થતો હોય છે. એટલે કે માતાપિતાનો અને સંતાનનો અંદરો અંદર ઋણાનુબંધનો પૂર્વ જન્મનો સંબંધ આ જન્મ માટે જવાબદાર હોય છે. આ જન્મમાં તો એ તેના માતાપિતા છે, અને એ તો સૌથી મોટું ઋણ છે જ, પરંતુ એ સિવાય આગલા જન્મનું ઋણ રહ્યું હોય માટે આ જન્મ મળ્યો, એવી વાત આપણા મનીષીઓ દ્વારા કરવામાં આવી છે. ઉપરથી આ વાત માત્ર માતાપિતા એટલે કે પરિવાર પૂરતી નથી હોતી, આડોસ પાડોશ સાથે પણ આ વાત લાગુ પડે છે, અને આ જન્મભૂમિ સાથે પણ આપણું ઋણાનુબંધ હોય છે. એ જ રીતે દેશ સાથે પણ આપણું ઋણાનુબંધ હોવાથી આપણો જન્મ ભારતમાં થયો છે, અને એ ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીશું, એ દરેક વિદ્યાર્થીઓએ વિચારવાની જરૂર છે. સાંપ્રત સમયની વાત કરીએ તો આજનાં દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. પહેલાં આવું નહોતું, એટલે કે સતત સ્પર્ધાઓમાં કઈ રીતે જીવી શકાય! ઈશ્વરે દરેકે દરેક માનવીમાં કોઈને કોઈ લાક્ષણિકતા મુકી છે, એને જાણી લેવાની, અને એ મુજબ એને પ્રોત્સાહિત કરવાનો હોય છે. દરેકે દરેક વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પીએચડી, કે પછી અન્ય કોઈ ડીગ્રી ન જ મેળવી શકે! એ વાત પણ દરેકે યાદ રાખવાની હોય છે. પરંતુ સુપર ચાઈલ્ડનું દુષણ, અને સર્વશ્રેષ્ઠ બનવાની મહત્વાકાંક્ષાને કારણે નીતિ અનીતિ વચ્ચેની ભેદરેખા ભૂલાઈ ગઈ છે. શિક્ષણનો મૂળ હેતુ શિષ્ટાચાર શીખવવાનો હતો, એ ધીરેધીરે ઓછો થતો જાય છે, અને માનવી શું માત્ર બાહ્ય દેખાવથી હવે માનવ છે ? એવું ક્યારેક લાગે. કુટુંબ અને પરિવાર પણ એક પાઠશાળા છે, અને એમાં વિદ્યાર્થી વધુને વધુ સમય વિતાવતો હોય, ત્યારે એમાં શિક્ષણ જેટલું જ સંસ્કારને મહત્વ આપવામાં આવે, તો સો ટકા એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આવા પ્રકારની પરીક્ષાઓમાં પાસ થાય કે ન થાય, પણ એ જીવનની પરીક્ષામાં ક્યારેય નિષ્ફળ નહીં જાય, કંઈક કરી જ લેશે! અને એ જે કરશે તે વિશેષ જ હશે.
        આજે એ વિદ્યાર્થી જીવનનાં દિવસો યાદ આવે છે, અને બહુ ગર્વ સાથે કહી શકાય કે બીએસસી ફર્સ્ટ ક્લાસ સુધીની દરેક પરીક્ષાઓ પોતાની લાયકાતથી જ પાસ કરી, ક્યારેય આજુબાજુમાં પણ જોવાનો વિચાર આવ્યો નથી. હા એ લોકો જરૂર કંઈકને કંઈક પૂછતાં, પણ ન આવડે તો ન લખવું! એ વાત પાકી હતી. ઋણાનુબંધની વાત કરીએ તો નાગર જેવી જ્ઞાતિમાં જન્મ મળ્યો હોવાથી, દીકરા દીકરીનો તફાવત નાનપણથી જ ન્હોતો, અને એને કારણે પોતાનો દરેક નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી હતી. ઉપરથી એમનાં આચરણીય સંસ્કારો,કે જે હંમેશાં એમનાં જેવું જીવન જીવવાં પ્રેરતા હતાં. ઇતિહાસ મારો સૌથી પ્રિય વિષય! અને ધોરણ પાંચથી શરૂ કરીને દસ સુધી ઇતિહાસના દરેકે દરેક પાઠ મને એ વખતે મોઢે રહેતાં. જો ત્યારે કેબીસી હોત તો એમાં જીતી શકત! આટલી લાંબી જીવનયાત્રા પરથી એક વાત તો પાક્કી જ છે કે, જીવનમાં ક્યારેય પરીક્ષાઓનો અંત આવતો નથી! એટલે પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જાઉં, પછી ક્યારેય નહીં કરું, એ માત્ર ભ્રમ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો દરેક વિદ્યાર્થી નીતિપૂર્વક પરીક્ષાઓ આપી, અને એમાં ઉત્તીર્ણ થઈ, પોતાનું અને પોતાનાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે! અને ફરીથી હિન્દુ સંસ્કૃતિનો ધ્વજ પૂરાં વિશ્વમાં લહેરાશે! જય હિન્દ.
           લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.