(મિલાપ રૂપારેલ) Amreli, તા.27
અમરેલી સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે સુખ નિવાસ કોલોની નજીક કાર હડફેટે સ્કુટર સવાર આધેડનું મોત થયું હતું. અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતાં તેજસભાઇ ભરતભાઇ પારેખના પિતા ભરતભાઇ પારેખ ગત તા.22 ના રોજ રાત્રીના 9/30 વાગ્યે અમરેલીના લાઠી રોડ ઉપરથી સુખનિવાસ કોલોની તરફ જવાના રસ્તાની સામે રોડ ઉપર પોતાની હવાલાનું સ્કુટર નં.GJ-14-R-2663 ચલાવી અમરેલી સિવીલ હોસ્પીટલના પાછળનો ગેઇટ પાસ કરી સુખનિવાસ કોલોની તરફ જતા હતા તે દરમ્યાન એક કાર નં.GJ-14-BG-7835ના ચાલકે ડાબી કે જમણી સાઇડમા જોયા વગર પોતાના હવાલા વાળી કાર પુરઝડપે અને બેફીકરાઇથી રીતે માનવજીંદગી જોખમાય તેમ ચલાવી ભરતભાઇ પારેખના મોટર સાયકલ સાથે અથડાવી દઈ તેમને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી દીધાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
મરવા મજબુર કર્યાની રાવ
ખાંભા તાલુકાના નિંગાળા-2 ગામનાં વતની અને હાલ સુરત રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાના દીકરા પ્રદિપને ડેડાણ ગામે રહેતાં અકબરખાનની નાની દિકરી સાથે મારે પ્રેમ સબંધ હોય જેથી તેણી તેમની સાથે અમદાવાદ આવતી રહેલ હતી. ત્યાર બાદ દસ દિવસ પછી આગેવાનોની હાજરીમાં તેણીને અકબરભાઈને સોંપી દિધેલ હતી.
એકાદ મહીના બાદ અકબરખાન પઠાણ, તમન્ના અકબરખાન પઠાણ તથા તૌફીક અકબરખાન પઠાણ આ પ્રદીપને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર હેરાન-પરેશાન કરતા હોય, જેથી તેમને માનસીક ત્રાસ આપી મરણજનાર પ્રદીપને ઝેરી દવા પી મરવા મજબુર કરતા તેણે આપધાત કરી લીધેલ. મરણજનાર પ્રદીપ સામે છેડતીનો ખોટો કેસ કરેલ હતો. જે દબાણથી હું આત્મ હત્યા કરી લવ છું તે અંગેનો પ્રદીપ દવા પીતો હોય તેવો વીડીયો ઉતાર્યો હતો.
આ બનાવમાં અકબરખાન દિલાવરખાન પઠાણ તથા તેમના દિકરા તૌફીક પઠાણ તથા તેમની દિકરી તમન્ના પઠાણ રહે.ત્રણેય ડેડાણ વાળાએ પ્રદિપને માનસીક ત્રાસ આપેલ હોય જેથી તેના ત્રાસથી કંટાળી પ્રદીપે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની પોલીસમાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાએ નોંધાવી છે.
અકસ્માતે મોત
અમરેલી તાલુકાના વાંકિયા ગામે રહેતાં અને કડીયા કામ કરતા ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા નામનાં 60 વર્ષીય વૃધ્ધ ગત તા.22 બપોર પછી આશરે સાડા ચારેક વાગ્યાના સમયે વાકિયા ગામે કડીયા કામ કરતા હોય ત્યારે દિવાલનો ભાગ ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા ઉપર પડતા તેમને ડાબા પગના સાથળના ગાળાના ભાગે ગંભીર ઇજા થતા લોહી નીકળેલ જમણા પગે ફેક્ચર થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

