Rajkot તા.14
તાજેતરમાં ખાનગીકરણનાં વિરોધમાં સરકાર સાથે તા.25થી લડતનું એલાન કરનાર એસટીનાં રાજય કક્ષાનાં ત્રણે માન્ય યુનિયનો પાણીમાં બેસી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. અને સરકાર સાથે બેઠક બાદ આંદોલન મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે યુનિયનોનાં જણાવ્યા મુજબ એસટી નિગમના ત્રણેય માન્ય યુનીયનોની સંકલન સમિતિ દ્વારા તારીખ 25/5/2026ના રોજ આપવામાં આવેલ આવેદનપત્ર અન્વયે સરકાર કક્ષાએ નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક જનરલ મેનેજર (એડમ) નિગમના સચિવ મુખ્ય મહેકમ અધિકારી મુખ્ય કામદાર અધિકારી તેમજ ત્રણેય માન્ય યુનીયનના હોદ્દેદારોની સાથે સંયુકત બેઠક તારીખ 8/5ના રોજ ગાંધીનગર મુકામે યોજવામાં આવેલ.
જેમાં સરકારની મંજુરી મળ્યેથી નિગમમાં ડ્રાયવર કક્ષામાં 4599, કંડકટર કક્ષામાં 6540 ભરતીની કાર્યવાહી અંતર્ગત ટુંક સમયમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. નિગમમાં નવીન ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી જ વૈકલ્પીક વ્યવસ્થામાં ભાગરૂપે ફકત ડ્રાયવર અને કંડકટરની નિગમમાં કક્ષાવાઈઝ ડ્રાયવર, કંડકટર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેથી કરાર આધારિત લીધેલ સેવાઓનો અંત કરવામાં આવશે.
આ પ્રકારની વ્યવસ્થાથી નિગમના કર્મચારીઓની સેવાકીય બાબતોમાં કોઈ વિક્ષેપ થવા પામશે નહિં. સંગઠનની અગાઉની માંગણીને ધ્યાનમાં રાખીને કોરોના સમયગાળા દરમ્યાન નિગમના અવસાન પામેલ અધિકારી/ કર્મચારીઓના કુટુંબીજનોને રૂા.25 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
સંગઠનની માંગણીને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ પાર્ટ-2ની માંગણી સંદર્ભે મે-2026 બેઠકનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યુ તથા તેનું આખરીકરણ આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે. તથા મધ્યસ્થ મંત્રાલય, નરોડા ખાતે બસ બોડવી બિલ્ડીંગની રજુઆત ધ્યાને લેતા નિગમ દ્વારા સંગઠન સાથે અલગથી બેઠક કરી, કર્મચાઓને અન્યાય ન થાય તે પ્રકારે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. ઉપરોકત બાબતે માન્ય ત્રણેય યુનીયનો દ્વારા હકારાત્મક પ્રતિભાવ દાખવી આગામી તા.25/1થી સ્વયંભૂ આંદોલનને મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

