Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા
    • Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો
    • Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો
    • Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી
    • Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ
    • Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો
    • Amreli: નજીક એસ.ટી. બસ હડફેટે બાઇક ચાલકનું મોત
    • Amreli: ગજેરાપરા વિસ્તારમાં મકાન સળગ્યુ : ફાયર ટીમે આગ બુઝાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત
    રાજકોટ

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.14
    મેડીકલના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષામાં ભ્રષ્ટાચાર અને પેપર લીકના મામલે આજે એનએસયુઆઈ દ્વારા કિસાનપરા ચોકમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સીની નનામી કાઢી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.

    એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ યોજાયેલા આ આંદોલનાત્મક કાર્યક્રમમાં નીટના આ પેપર લીક કૌભાંડમાં તમામ દોષીતો સામે કડક કાર્યવાહી કરવા, ભ્રષ્ટ નીતિઓ બદલ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) પર તત્કાલ પ્રતિબંધ મૂકવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી ઉઠાવવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આવી ચડી એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ આંદોલન દરમિયાન કિશાનપરા ચોકમાં રસ્તો બ્લોક થતા વાહનોના થપ્પા લાગી જવા પામેલ હતા.

    આ અંગે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવેલ હતું કે વર્તમાન કેન્દ્ર અને રાજય સરકારના શાસનમાં દેશની પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે ભાંગી પડી છે. અને તે હવે અનિશ્ર્ચિતતા તેમજ અરાજકતાનો પર્યાય બની ગઈ છે. નીટ જેવી અત્યંત મહત્વની મેડીકલ પ્રવેશ પરીક્ષામાં વારંવાર થતા પેપર લીક 2016, 2021, 2024 અને હવે 2026માં થયા છે. એ સાબીત કરે છે.

    કે કેન્દ્ર સરકાર કરોડો યુવાઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર પારદર્શી રીતે પરીક્ષા લેવા માટે તદન અસક્ષમ સાબીત થઈ છે. ભ્રષ્ટાચારના અડ્ડા સમાન બની ગયેલી નેશનલ ટેસ્ટીંગ એજન્સી જેવી સંસ્થાઓને તાત્કાલિક અસરથી બેન કરવામાં આવે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામુ આપે તેવી એનએસયુઆઈની માંગણી છે.

    તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં સામે આવેલા પુરાવાઓ અત્યંત આઘાતજનક છે. પરીક્ષા પૂર્વે જ ‘ગેસ પેપર’ના નામે 150 પાનાનો એક દસ્તાવેજ વિદ્યાર્થીઓ વચ્ચે સર્કયુલેટ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 410 પ્રશ્નો હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ દસ્તાવેજમાંથી 135 જેટલા પ્રશ્નો નીટના અસલી પ્રશ્ર્નપત્ર સાથે હુબહુ મેચ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પ્રશ્નોની ભાષા, વિકલ્પોનો ક્રમ અને કોમા-ફુલસ્ટોપ સુધ્ધા અસલી પેપર જેવા જ જોવા મળ્યા છે.

    જીવવિજ્ઞાનમાં 90માંથી 90 અને રસાયણ વિજ્ઞાનમાં 45માંથી 45 પ્રશ્નોઆ કથીત ગેસ પેપરમાંથી બેઠા પૂછાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી ગેરરીતિ છતા હજુ સુધી એફઆઈઆર નોંધવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. તે સરકારની દાનત પર સવાલ ઉભા કરે છે.

    આ કૌભાંડમાં આર્થિક વ્યવહારોની વિગતો પણ અત્યંત ગંભીર છે તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે કાઉન્સિલરો દ્વારા આ પેપરની કિંમત શરૂઆતમાં 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી અને પરીક્ષા નજીક આવતા તે 25થી 30 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. વધુમાં આ પ્રશ્નો હાથથી લખીને ટેલીગ્રામ મારફતે કેરળ સુધી મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

    આ મામલે તટસ્થ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને પીડિત વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી તેઓએ કરી જણાવ્યું છે કે આ પ્રકરણમાં વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત નિર્ણયો લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ સમગ્ર રાજયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: અસુરક્ષિત પોલીસ લૂંટાયા બાદ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: હૃદયરોગના હુમલાના કારણે આધેડનું મૃત્યુ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: અમૂલ બાદ મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા,દહીં-છાસ અને મીઠાઈ મોંઘી થવાની શક્યતા

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકીઃ 12.81 લાખનો મુદામાલ જપ્ત

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: રેશનીંગના છ દૂકાનદારોને રૂા.1.72 લાખથી વધુનો દંડ ફટકારતા D.S.O.

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026

    Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી

    May 14, 2026

    Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ

    May 14, 2026

    Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.