Manavadar તા.15
જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે આવેલી સરકારી આઈટીઆઈ (ITI) માં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જુનાગઢ દ્વારા એક વિશેષ રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં જાણીતી કંપનીઓ જેવી કે સિનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમિશન પ્રા.લી., એચ.ડિ.એફ.સી. લાઇફ ઇન્સ્યુરંસ કંપની તથા મહાવિર એન્ટરપ્રાઇઝ સહિતના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોનું સીધું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 60 જેટલા ઉત્સાહી ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી તેમની યોગ્યતા અને કૌશલ્યના આધારે 45 રોજગારવાંચ્છુ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
લાયકાતની વાત કરીએ તો, આ મેળામાં જજઈ (ધોરણ 10) પાસથી લઈને સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર અથવા ઈંઝઈં અને ડિપ્લોમાની ટેકનિકલ શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 વર્ષ થી 35 વર્ષની વય મર્યાદાના ઉમેદવારો માટે સુવર્ણ તક પૂરી પાડવામાં આવી હતી. અલગ-અલગ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આયોજિત આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની કારકિર્દી ઘડવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું હતું.

