New Delhi,, તા.6
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે આર્થિક દબાણ-સંકટનો સામનો કરવા માટે રિઝર્વ બેન્કે શસ્ત્રો સજાવ્યા છે. વિદેશી ઇન્વેસ્ટરો માટે ટેક્સ નાબૂદ કરીને વિદેશી રોકાણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે અને તેનાથી 50 અબજ ડોલરનું નાણુ ભારતમાં ઠલવવાની સંભાવના છે. 2026-27માં `બેલેન્સ ઓફ પેમેન્ટ’નો હોય પણ તેનાથી સરભર થઇ શકે છે.
વિદેશી નાણુ આકર્ષવા માટે સરકારે વિદેશી સંસ્થાકિય ઇન્વેસ્ટરો માટે વ્યાજ આવક પરનો ઇન્કમટેક્સ રદ કરાયો છે. ઉપરાંત સરકારી જામીનગીરી પરનો કેપીટલ ગેઇટ ટેક્સ નાબૂદ કર્યો છે. 1લી એપ્રિલની જુની અસરથી તે લાગુ કરાયો છે.
સેબીમાં રજીસ્ટર્ડ વિદેશી નાણાં સંસ્થાઓ પાસેથી અગાઉ જામીનગીરી આવક પર 20 ટકા ટેક્સ વસુલાતો હતો. આવકવેરા કાયદા અંતર્ગત 30 ટકા શોર્ટ ટર્મ અને 12.5 ટકા લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્સની વસુલાત થતી હતી.
રિઝર્વ બેન્ક દ્વારા સરકારી કંપનીઓના 15, 30 અને 40 વર્ષની અવધિના બોન્ડ રોકાણમાં પણ વિદેશી સંસ્થાઓને છુટ્ટ મળશે. જે હાલ 10 વર્ષની અવધિના બોન્ડ પર જ હતી. આ સિવાય બિન નિવાસી ભારતીયો તથા વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને ભારતીય શેર તથા અન્ય નાણાંકીય સંસાધનોમાં રોકાણ મર્યાદામાં વધારો થશે. આ ઉપરાંત વિદેશી મુદ્દાની અદલાબદલીની છુટ્ટ તથા નિકાસકારો માટે નિકાસી આવક ભારત લાવવા માટેનો સમયગાળો ફરી નવ મહિનાનો કરી દેવાયો છે.
ઇરાન યુધ્ધ શરૂ થયા બાદ ભારતીય રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જંગી માત્રામાં વિદેશી નાણુ પાછુ ખેંચાવાથી આ સ્થિતિ સર્જાવા લાગી હતી. હોર્મુઝ સ્ટેટ બંધ થવાથી ક્રૂડ મોંઘુ થવા સહિતના અનેક કારણોસર ડોલર નબળો પડતો રહ્યો હતો અને તેને કારણે રૂપિયો સ્થિર કરવાનો પડકાર હતો. જેનો સામનો કરવા રિઝર્વ બેંક તથા સરકારે સંયુક્ત કદમ ઉઠાવ્યા છે.
આર્થિક નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકાર તથા રિઝર્વ બેન્કના સંયુક્ત પગલાથી ચાલુ નાણાંકીય વર્ષનો બેલેન્સ ઓફ પેમેન્ટનો અંદાજીત ટોપ 40 થી 50 અબજ ડોલર ઘટી શકે છે. ક્રૂડતેલ 90 ડોલર આસપાસ સ્થિર થાય અને ચાલુ ખાતાની ખાદ્ય જીડીપીના 2.1 ટકાના સંજોગોમાં આ સ્થિતિ રહી શકે છે.
તેઓએ કહ્યું કે, દાયકા પૂર્વે પણ સમાન કદમ ઉઠાવવામાં આવ્યા હતા અને જ્યારે 12 અબજ ડોલરની વિદેશી મૂડી ઠલવાઇ હતી. પશ્ચિમ એશિયામાં યુધ્ધનો તણાવ દુર થાય અને વૈશ્વિક સ્થિરતા સર્જાવાના સંજોગોમાં અંદાજીત વિદેશી રોકાણનો પ્રચાર વધુ મોડો થઇ શકે છે.
2013ની સરખામણીએ વિદેશી રોકાણ આકર્ષવાના પગલા ઘણા અલગ છે અને તેને કારણે વિદેશી ઇન્વેસ્ટરોને રસ વધી શકે છે. દેશમાં વ્યાજ દર પર કોઇ જોખમ ન ઉભું થાય તેની પણ કાળજી રખાઇ છે.

