Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Explainer: AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UN
    આંતરરાષ્ટ્રીય

    Explainer: AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UN

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.06

    આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં દરેક બાબતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જબરદસ્ત ઉપયોગ શરૂ થઈ ગયો છે. ઓફિસના કામથી લઈને કલાત્મક વીડિયો બનાવવા સુધી, AI દરેક જગ્યાએ હાજર છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ક્રીન પર સેકન્ડોમાં જવાબ આપતી આ ટેક્નોલોજી બેકગ્રાઉન્ડમાં પર્યાવરણીય સંસાધનોનો કેટલો બધો વપરાશ કરી રહી છે? યુએનના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ અહેવાલ મુજબ, જે ટેક્નોલોજીને આપણે આપણું ભવિષ્ય માની રહ્યા છીએ, તે ભવિષ્યમાં વીજળી અને પાણીની ભયંકર તંગી સર્જી શકે છે.

    UN ના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, વર્ષ 2030 સુધીમાં AI વિશ્વની કુલ વીજળીના 3% જેટલો હિસ્સો વાપરી શકે છે. આ આંકડો નાનો નથી, તે આખા યુનાઈટેડ કિંગ્ડમ જેટલા વિસ્તારનું કાર્બન ઉત્સર્જન કરવા સમાન છે.

    1. વીજળીનો વપરાશ કેટલો?: ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો, વિશ્વભરના ડેટા સેન્ટરે સાઉદી અરેબિયાની ખપત જેટલી વીજળીનો વપરાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી વિશ્વનો 11મો સૌથી મોટો વીજ-વપરાશ ધરાવતો દેશ છે. જો વર્ષ 2030 સુધીમાં આ વપરાશ અંદાજ કરતાં બમણો થઈ જાય, તો તેનાથી થતા પર્યાવરણીય નુકસાન (કાર્બન ફૂટપ્રિન્ટ) ને સરભર કરવા આગામી 10 વર્ષમાં 6.7 અબજ વૃક્ષો ઉગાડવાની જરૂર પડશે.

    2. પાણીનો વપરાશ કેટલો?: વીજળીની સાથે સાથે પાણીનો ઉપયોગ પણ એટલો જ ચિંતાજનક છે. વર્ષ 2030 સુધીમાં AI ના ડેટા સેન્ટર્સ 130 કરોડ લોકોની વાર્ષિક જરૂરિયાતથી પણ વધુ પાણી માત્ર કુલિંગ (ઠંડક) માટે વાપરી નાખશે. ડેટા સેન્ટરોને અંદાજે 9.3 ટ્રિલિયન લિટર પાણીની જરૂર પડશે. જમીનની વાત કરીએ તો 1,485 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતાં મેક્સિકો સિટીના કદ કરતાં લગભગ 10 ગણા મોટા વિસ્તારમાં AI ના ડેટા સેન્ટર્સનો પથારો ફેલાયેલો હશે.

    આ મુદ્દે અનેક નિષ્ણાતો દલીલ કરે છે કે ભવિષ્યમાં AI મોડેલો વધુ કાર્યક્ષમ બનશે, જેથી એમની ઊર્જાની જરૂરિયાત ઘટશે. પરંતુ યુએનનો રિપોર્ટ આ તાર્કિક વિચારસરણીને એક મોટી ‘જાળ’ ગણાવે છે. અહેવાલ મુજબ, AI નો ઉપયોગ 19મી સદીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી વિલિયમ સ્ટેનલી જેવોન્સએ આપેલા સિદ્ધાંત ‘Jevons વિરોધાભાસ’ પર કામ કરશે.

    વાત એમ છે કે, જ્યારે કોઈ ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ બને છે અને સંસાધનોનો ખર્ચ ઘટે છે, ત્યારે તેનો વપરાશ ઘટવાને બદલે ઊલટો વધી જાય છે. 19મી સદીના ઇંગ્લેન્ડમાં જ્યારે કોલસાનો ઉપયોગ વધુ કાર્યક્ષમ બન્યો, ત્યારે કોલસાની બચત ન થઈ પરંતુ તેનો સસ્તો અને બહોળો ઉપયોગ થવાને કારણે કુલ માંગ અને વપરાશ ખૂબ વધી ગયા.

    બરાબર આવું જ AI સાથે થઈ રહ્યું છે. જેમ જેમ AI મોડેલો સસ્તા, ઝડપી અને વધુ આકર્ષક બનશે, તેમ તેમ તેનો વૈશ્વિક સ્તરે જથ્થાબંધ ઉપયોગ વધશે. પરિણામે, કાર્યક્ષમતા વધવા છતાં કોઈ ઊર્જા-બચત નહીં થાય.

    આપણે જે કંઈ ઓનલાઈન કરીએ છીએ, પછી ભલે તે ઈમેલ મોકલવો હોય કે ડીપફેક ઈમેજ બનાવવી હોય, તેના માટે ફૂટબોલના મેદાન જેટલા મોટા ડેટા સેન્ટરોમાં હજારો સર્વર દિવસ-રાત કામ કરે છે. આ સર્વર અતિશય ગરમ થાય છે અને તેમને ઠંડા રાખવા માટે શુદ્ધ અને તાજા પાણીની જરૂર પડે છે, જેમાંથી 80% પાણી બાષ્પીભવન (વરાળ) થઈ જાય છે.

    – એક સામાન્ય પ્રશ્નનો ખર્ચ: OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેનના મતે, ChatGPT એક પ્રશ્નનો જવાબ આપવા માટે 1 ચમચીના 15મા ભાગ જેટલું પાણી વાપરે છે, પરંતુ અમેરિકામાં થયેલા સ્વતંત્ર સંશોધનો દર્શાવે છે કે તેનું દરેક મોડેલ દરેક જવાબ દીઠ 2 થી 10 ચમચી પાણી વાપરે છે.

    – ગૂગલ સર્ચ વિરુદ્ધ ChatGPT: ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના મતે, ChatGPT પર પૂછેલો એક પ્રશ્ન સામાન્ય ગૂગલ સર્ચ કરતાં 10 ગણી વધુ વીજળી વાપરે છે.

    – આખા દેશ કરતાં વધુ વપરાશ: ChatGPT રોજ આશરે 1 અબજ પ્રશ્નોના જવાબો આપે છે. નિષ્ણાતો માને છે કે વર્ષ 2027 સુધીમાં એકલા AIના કારણે ડેનમાર્ક જેવા આખા દેશના કુલ વપરાશ કરતાં 4 થી 6 ગણું વધુ પાણી વપરાઈ જશે.

    યુએનના રિપોર્ટમાં આ ટેક્નોલોજી પાછળ છુપાયેલી માળખાકીય અસમાનતા પર પણ પ્રકાશ પડાયો છે. આખી દુનિયામાં માત્ર 32 દેશ એવા છે, જે AI માટે ખાસ પ્રકારનું ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેમાંથી 90% ક્ષમતા માત્ર યુએસ અને ચીનમાં છે.

    આ રીતે એક ખતરનાક ‘ડિજિટલ વિભાજન’ સર્જાઈ રહ્યું છે. AI સિસ્ટમ્સ બનાવતા અને તેના પર નિયંત્રણ રાખતા દેશો આર્થિક ફાયદો મેળવે છે, જ્યારે ગરીબ કે વિકાસશીલ દેશો માત્ર તેના ગ્રાહક બને છે અને ખનીજોના ખાણકામ (માઇનિંગ) તેમજ ઇ-કચરાના કારણે અપ્રમાણસર પર્યાવરણીય બોજ સહન કરે છે.

    આશ્ચર્યની વાત એ છે કે, મોટા ભાગના ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં બનાવાયા છે, જ્યાં જમીન સસ્તી હોય અને ભેજ ઓછો હોય (જેથી મશીનરીને કાટ ન લાગે). પરંતુ આ વિસ્તારો પહેલેથી જ સૂકા અથવા દુષ્કાળગ્રસ્ત હોય છે. પરિણામે સ્થાનિકોના પીવાના પાણીના ભોગે ડેટા સેન્ટરો ચલાવાય છે.

    – ગૂગલ: કુલ વપરાશનું 14% પાણી અછતવાળા વિસ્તારોમાંથી મેળવે છે. વર્ષ 2024માં ગૂગલે 37 અબજ લિટર પાણી ખેંચ્યું હતું, જે 16 લાખ લોકોની આખા વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે છે.

    – મેટા: 26% પાણી સૂકા પ્રદેશોમાંથી મેળવે છે.

    – માઇક્રોસોફ્ટ: માઇક્રોસોફ્ટના કેસમાં તો આ આંકડો સૌથી વધુ 46% જેટલો ઊંચો છે.

    આ કારણસર હવે AI સામે વૈશ્વિક સ્તરે વિરોધ શરૂ થયો છે. સ્પેનમાં ‘યોર ક્લાઉડ ઇઝ ડ્રાઈંગ અપ માય રિવર’ (તમારું ક્લાઉડ અમારી નદી સૂકવી રહ્યું છે) નામના પર્યાવરણીય જૂથો ડેટા સેન્ટરોનો સખત વિરોધ કરી રહ્યા છે. પ્રજાના વિરોધના કારણે ગૂગલે ચિલી અને ઉરુગ્વેમાં તેના ડેટા સેન્ટરોના પ્રોજેક્ટ્સ અટકાવવા પડ્યા છે.

    આ જાળમાંથી બહાર નીકળવા માટે યુએનએ ડિઝાઇન દ્વારા કાર્યક્ષમતા, પારદર્શકતા, જીવનચક્ર જવાબદારી અને વૈશ્વિક સહકારના સિદ્ધાંતો પર આધારિત એક રોડમેપ સૂચવ્યો છે. પાણી અને વીજળી બચાવવા માટે નીચેના વિકલ્પો અપનાવી શકાય.

    – ક્લોઝ્ડ-લૂપ (Closed-loop) સિસ્ટમ: માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી કંપનીઓ આવી સિસ્ટમ વિકસાવી રહી છે, જ્યાં પાણી રિસાયકલ થઈને ફરતું રહે છે, તેને બહાર ફેંકવું પડતું નથી.

    – ગરમીનો પુનઃ ઉપયોગ: જર્મની, ફિનલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશો ડેટા સેન્ટરની ગરમીનો ઉપયોગ નજીકના ઘરોને ગરમ રાખવા (રિસાયકલ એનર્જી તરીકે) કરી રહ્યા છે.

    – વૈકલ્પિક જળ સ્ત્રોતો: તાજા પાણીના બદલે દરિયાના ખારા પાણી અથવા ફેક્ટરીના ગંદા પાણીને પ્રોસેસ કરીને કુલિંગ માટે વાપરવાના પ્રયોગો કરવા જોઈએ.

    આધુનિક જગતમાં AI અનિવાર્ય છે, તેને સંપૂર્ણપણે બંધ કરી શકાય નહીં. પરંતુ કુદરતી પર્યાવરણ આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને સુખાકારીનો પાયો છે. જો માનવજાત સમયસર નહીં ચેતે, તો AI ને આશીર્વાદમાંથી ‘સંસાધનોનો શિકારી’ બનતા વાર નહીં લાગે.

    આ ભયાનક પર્યાવરણીય ખર્ચને ઘટાડવાની જવાબદારી માત્ર મોટી ટેક કંપનીઓની જ નથી, પરંતુ એક વૈશ્વિક નાગરિક તરીકે આપણી પણ છે. બિનજરૂરી રીતે AI ટૂલ્સનો ઉપયોગ ટાળવો, વારંવાર મોટી ઈમેજ કે વીડિયો જનરેટ ન કરવા, એ આપણો પૃથ્વીના જળસંવર્ધન તરફ એક નાનો પણ મહત્ત્વનો ફાળો હોઈ શકે છે.

    Explainer AI UN
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં ભારતીયોનાં ગ્રીન કાર્ડના સ્વપ્ન પર પાણી ફરશે

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    પહેલી વખત AIની મદદથી Vaccine બનાવાઈ : મહામારીઓ સામે કવચ

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Putin ને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો

    June 6, 2026
    ખેલ જગત

    T20 માટે Team India ની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.