Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં ભારતીયોનાં ગ્રીન કાર્ડના સ્વપ્ન પર પાણી ફરશે
    આંતરરાષ્ટ્રીય

    America માં ભારતીયોનાં ગ્રીન કાર્ડના સ્વપ્ન પર પાણી ફરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.06

    અમેરિકામાં સ્થાયી થવાનું અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. યુએસ કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદમાં એક નવો કડક કાયદો લાવવાની તૈયારી શરૂ થઇ છે, જે અંતર્ગત H-1B વિઝાને કાયમી વસવાટ એટલે કે ગ્રીન કાર્ડના માર્ગ તરીકે ઉપયોગમાં લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે.

    રિપબ્લિકન પાર્ટીના કડક વલણ ધરાવતાં સાંસદ ચિપ રોય દ્વારા યુએસ સંસદમાં `અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ’ રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાનો મુખ્ય હેતુ અમેરિકાનાં સ્થાનિક કર્મચારીઓનાં હિતોનું રક્ષણ કરવાનો અને વિદેશી સસ્તા શ્રમિકો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

    આ પ્રસ્તાવિત કાયદા હેઠળ સૌથી મોટો ફેરફાર ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ ની લાંબા સમયથી ચાલી આવતી નીતિને નાબૂદ કરવાનો છે. અત્યાર સુધી H-1B વિઝા ધારકો અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે ત્યાં કાયમી નાગરિકત્વ માટે અરજી કરી શકતાં હતાં.

    જો કે, નવા બિલ મુજબ, H-1B વિઝા માટે અરજી કરનારે સાબિત કરવું પડશે કે તેઓ પોતાનાં વતનમાં કાયમી રહેઠાણ ધરાવે છે અને તેઓ કાયમ માટે અમેરિકામાં વસવાટ કરવા માંગતાં નથી.

    આ ઉપરાંત, ગ્રીન કાર્ડની પ્રક્રિયા બાકી હોય તે દરમિયાન H-1B વિઝા લંબાવવાની હાલની જોગવાઈ પણ રદ કરવાની માંગ કરાઈ છે, જેને કારણે વિદેશી કર્મચારીઓ લાંબો સમય અમેરિકામાં ટકી શકશે નહીં.

    ખરડામાં H-1B વિઝાના માળખામાં પણ જડમૂળથી ફેરફાર સૂચવવામાં આવ્યાં છે, જેમાં વિઝાની મહત્તમ મર્યાદા હાલનાં 6 વર્ષથી ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાની દરખાસ્ત છે. તેની સાથે જ હાલની કમ્પ્યુટરાઇઝડ લોટરી સિસ્ટમને બંધ કરીને, જે અરજદારોને વધુ પગારની ઓફર મળી હોય તેમને જ પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

    આ બિલમાં અમેરિકામાં ભણતાં વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ‘ઓપ્શનલ પ્રેકિ્ટકલ ટ્રેનિંગ’ એટલે કે OPT પ્રોગ્રામ પણ સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરાઈ છે, જેનાથી અભ્યાસ પૂરો થયાં પછી ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ બનશે.

    સાંસદ ચિપ રોયે આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી H-1B વિઝાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કંપનીઓ અમેરિકન ટેકનિકલ યુવાનોનાં ભોગે સસ્તા વિદેશી શ્રમિકોને રાખી રહી છે, તેથી હવે સમય આવી ગયો છે કે આ લોટરી સિસ્ટમ બંધ કરી અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવે.

    આ ખરડો એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન કાનૂની ઇમિગ્રેશન પ્રોગ્રામ્સ પર સતત સકંજો કસી રહ્યું છે, જેમાં તાજેતરમાં જ નવી પિટિશન પર 1,00,000 યુએસ ડોલરની ફી લાદવા જેવા કડક નિર્ણયો લેવાયા છે.

    આ બિલને ‘યુએસ ટેક વર્કર્સ’ જેવી સ્થાનિક સંસ્થાઓનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને જો આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે તો અમેરિકામાં ભારતીય આઇટી કંપનીઓ અને આઇટી નિષ્ણાતો માટે મુશ્કેલીઓ ખૂબ વધી જશે.

    America green card Indians' dream
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    પહેલી વખત AIની મદદથી Vaccine બનાવાઈ : મહામારીઓ સામે કવચ

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Putin ને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Explainer: AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UN

    June 6, 2026
    ખેલ જગત

    T20 માટે Team India ની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

    June 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.