Rajkot તા.૧૭
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજકોટ ભાજપના અગ્રણી જનસંઘ થી લઈ અને ભાજપાની યાત્રાના સાક્ષી એવા વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મેયોર તેમજ સામાજિક કાર્યકર સ્વ. જનકભાઈ કોટકના અવસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શોકસંદેશમાં શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે જનકભાઈ કોટકના નિધનના સમાચાર અત્યંત વ્યથિત અને દુઃખદાયક છે. જીવનમાં આવેલી આ ખોટની ભરપાઈ કોઈ કરી શકતું નથી અને આ દુઃખની ઘડીમાં તેઓ કોટક પરિવાર પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે.
શાહે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે દુઃખ, શોક અને પીડાની સ્થિતિમાં સમગ્ર પરિવારને પોતાના પૂજ્ય ગ્રંથોમાંથી શક્તિ અને સહારો મળે છે. તેમણે ભગવદ્? ગીતાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ‘‘જેનો જન્મ થયો છે તેની મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેથી જન્મ અને મૃત્યુનો આ ક્રમ અપરિહાર્ય છે, તેને કોઈપણ રીતે ટાળી કે રોકી શકાતો નથી.‘‘ આત્મા અવિનાશી છે અને જન્મ-મરણનો ચક્ર સનાતન સત્ય છે, તેથી કોઈપણ પ્રકારે આત્માનો નાશ શક્ય નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ દિવંગત આત્માને ઈશ્વરશ્રીના ચરણોમાં સ્થાન મળે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરી છે તેમજ શોકગ્રસ્ત પરિવારને આ અપુરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે.
અમિત શાહના આ સંવેદનાભર્યા શોકસંદેશે કોટક પરિવારને દુઃખની આ ઘડીમાં સાંત્વના અને હિંમત પૂરી પાડી છે. જનકભાઈ કોટકના સામાજિક અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

