Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ
    • ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC
    • Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો
    • Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી
    • Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી
    • ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો
    • America નો ઈરાન પર મોટો હુમલો, મિસાઈલ-ડ્રોન સાઈટ્‌સને નિશાન બનાવી
    • ૯૦૦થી વધુ મૃત્યુ બાદ Venezuela માં ફરી ભૂકંપ ઉત્તર કિનારે ૪.૯ની તીવ્રતાનો નોંધાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું.
    વ્યાપાર

    આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nikhil Bhatt

    રોકાણકાર મિત્રો આનંદ ને…!!!

    સપ્તાહની શરૂઆત વૈશ્વિક અનિશ્ચિતતા, બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાના કારણે દબાણ સાથે થઈ હતી, પરંતુ બાદમાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી, બેંકિંગ શેરોમાં મજબૂતી અને પસંદગીયુક્ત ક્ષેત્રોમાં વધેલા નાણાં પ્રવાહના કારણે બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.દિવસ દરમિયાન અનેક વખત તેજી અને મંદીના ઝડપી ઝોક જોવા મળ્યા, જેના કારણે વેપારીઓમાં સાવચેતીનો માહોલ રહ્યો. તેમ છતાં સપ્તાહના અંતે મુખ્ય સૂચકાંકો મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા. સમગ્ર સપ્તાહનું ચિત્ર અસ્થિર પરંતુ તેજી તરફી બજાર તરીકે સામે આવ્યું.

    વૈશ્વિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વધુ પડતાં વેલ્યુએશનની ગેમ ઓવર થવા લાગી હોવાની એનાલિસ્ટોએ લાલબત્તી બતાવતાં અને એઆઈ તેમ જ સેમીકન્ડકટર્સ ક્ષેત્રે જાયન્ટ દક્ષિણ કોરિયાની સેમસંગ, એઆઈ હાઈનિક્સ પાછળ દક્ષિણ કોરિયાના બજારોમાં કડાકો બોલાઈ જતાં અને  વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટમેન્ટ ગુરૂ માર્ક ફેબર ભારતીય બજારોમાં ૨૦ ટકા સુધી કડાકાની  આગાહી કરતાં ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. આઈટી-સોફ્ટવેર સર્વસિઝ, ટેકનોલોજી શેરો સાથે ફંડોએ  કેપિટલ ગુડઝ, પાવર શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં શેરો પાણી પાણી થવા લાગ્યા હતા. ચોમાસું આ વખતે નબળું જવાની આગાહી અને વિલંબને લઈ ચિંતા વધતાં ફંડોએ સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં એનએસઈ અને રિલાયન્સ જિયો પ્લેટફોર્મ મેગા આઈપીઓ લઈને આવી રહ્યા હોઈ મોટી મૂડી સેકન્ડરી માર્કેટમાંથી ખેંચાઈ જવાના સંકેતોએ ફંડોનું સેલિંગ પ્રેશર વધ્યું હતું.

    સપ્તાહના અંતે ઈરાન-અમેરિકા વચ્ચે મામલો શાંત બની રહ્યો હોઈ અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલ સહિતના જહાજોનું વહન ચાલુ થઈ જતાં અને ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન મુલાકાતના આમંત્રણ સાથે વિલંબ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના પોઝિટીવ પરિબળો તેમ જ એઆઈના વેલ્યુએશન મામલે ચિંતાએ ફરી આઈટી કંપનીઓના ઉદ્યોગ માટે મજબૂત આઉટલૂકને લઈ આજે ફંડો ફરી શેરોમાં તેજીમાં આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઈન્ફોસીસના નંદન નિલકેનીના પોઝિટીવ નિવેદન અને વૈશ્વિક મોરચે નાસ્દાકમાં કડાકા બાદ રિકવરી સાથે ઘર આંગણે બેંકિંગ ક્ષેત્રે  વ્યાજ દર વધારાની ટૂંક સમયમાં શક્યતાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ઈન્કારને લઈ ચિંતા હળવી થઈ ધિરાણ વૃદ્વિને વેગ મળવાના સંકેતોએ આજે ફંડો આઈટી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ખાનગી બેંક, આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

    વૈશ્વિક પરિબળો

    વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાએ રોકાણકારોમાં સાવચેતી વધારી.એશિયન અને યુરોપિયન બજારોમાં મર્યાદિત તેજી જોવા મળી, પરંતુ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા યથાવત રહી. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતા બજારના સેન્ટિમેન્ટને અસર કરતી રહી.

    તેજી તરફી કારણો

    સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહી. બેંકિંગ અને નાણાકીય શેરોમાં મજબૂત ખરીદી, સ્થાનિક લિક્વિડિટીની ઉપલબ્ધતા અને મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર બજાર ટકવાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો.પસંદગીયુક્ત મોટી મૂડીવાળા શેરોમાં મૂલ્ય આધારિત ખરીદી અને રક્ષણાત્મક ક્ષેત્રોમાં વધતી માંગે પણ બજારને ટેકો આપ્યો.

    મંદી તરફી કારણો

    વૈશ્વિક અસ્થિરતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા.માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં દબાણ, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની મર્યાદિત વેચવાલીએ બજારમાં અસ્થિરતા વધારી.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ

    સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી જોવા મળી, જે બજાર માટે સૌથી મોટો આધાર બની. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર રહ્યું.સ્થાનિક નાણાં પ્રવાહે વિદેશી વેચવાલીની અસરને ઘણી હદ સુધી સંતુલિત કરી.

    કોમોડિટી મૂવમેન્ટ

    કોમોડિટી બજારમાં સમગ્ર સપ્તાહ દરમિયાન અસ્થિરતા જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વધારો નોંધાયો. ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું.સોનામાં સુરક્ષિત રોકાણ માંગના કારણે મજબૂતી જોવા મળી, જ્યારે ચાંદીમાં ભારે વધઘટ જોવા મળી.

    ભાવિ દિશા

    ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર અસ્થિરતા સાથે તેજી તરફી રહી શકે છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે તો આગામી સપ્તાહોમાં વધુ ઊંચા સ્તરો જોવા મળી શકે છે.બેંકિંગ, નાણાકીય સેવાઓ અને માળખાગત વિકાસ ક્ષેત્ર બજારને આગળ ધપાવનારા મુખ્ય ક્ષેત્ર બની શકે છે. જોકે વૈશ્વિક અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી નાણાં પ્રવાહમાં નબળાઈ બજાર માટે જોખમરૂપ બની શકે છે.રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં પસંદગીયુક્ત અને તબક્કાવાર રોકાણની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે.

    સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સ્થાનિક ખરીદી અને બેંકિંગ ક્ષેત્રની મજબૂતી બજાર માટે મુખ્ય ટેકો બની, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉપરના સ્તરે નફાવસૂલી અસ્થિરતા વધારતી રહી. એકંદરે બજારનું માળખું હાલમાં ‘‘અસ્થિરતા વચ્ચે મજબૂત તેજી અને સાવચેત આશાવાદ’’ દર્શાવે છે.

    ફયુચર રોકાણ

    (૧) ભારતી એરટેલ (૧૮૫૫) : ટેલિકોમ સર્વિસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) JSW સ્ટીલ (૧૨૩૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ સ્ટીલ અને મેટલ સેકટરનો  આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (૧૦૬૩) : રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૮ બીજા સપોર્ટથી પાવર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

    (૪) ઓરબિન્દો ફાર્મા (૧૫૫૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૨૭  થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

    (૫) ઇન્ફોસીસ (૧૦૪૪) : રૂ.૧૦૭૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૦૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ્‌સ (૧૦૩૩) : કન્ઝયુમર કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૫૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) ટાટા કેમિકલ્સ (૭૫૮)ઃ સ્પેશ્યિાલીટી કેમિકલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ સેકટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૧૭ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૭૩ થી રૂ.૭૮૭નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૭૯૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) બ્લુ જેટ હેલ્થકેર (૫૩૦)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સેકટરનો આ સ્ટોક રૂ.૫૦૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૪૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૫૪૮થી રૂ.૫૬૦નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)આધાર હાઉસિંગ ફાઇનાન્સ (૫૧૮)ઃ રૂ.૪૯૪નો પ્રથમ તેમજ રૂ.૪૮૦ ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૩૮ થી રૂ.૫૫૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) વેસુવિયસ ઇન્ડિયા (૪૮૧)ઃ રિફ્રેકટરી અને ઇન્ડસ્ટ્રીયલ મટિરિયલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂા.૪૬૪ ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૫૧૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!

    (૫) અપોલો ટાયર્સ (૪૨૭) : રૂ.૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ઓટો ટાયર અને રબ્બર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૪૫ થી રૂ.૪૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) રિલેકસો ફુટવેર (૪૧૪) : ફુટવેર અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેકટરનો આ સ્ટોક રૂ.૩૯૭ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૨૭ થી રૂ.૪૪૯ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) જે કે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (૪૦૯) : ઓટો એન્સીલરી અને ટાયર મેન્યુફેકચરીંગ સેકટરનો આ સ્ટોક રૂ. ૩૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૪૨૭ થી રૂ.૪૩૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર ફાઇનાન્સિયલ સર્વિસીસ (૩૨૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૩ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૯૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) લોયડ્‌સ એન્જીનિયરીંગ વર્કસ  (૮૬) : એન્જીનિયરીંગ અને ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફકેચરીંગ સેક્ટરનો આ ફંડામેન્ટલી મજબૂત સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૦ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. ૯૩ થી રૂા. ૧૦૩ની ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    (૨)ઇલેકટ્રોસ્ટીલ કાસ્ટિંગ (૭૯)ઃ કાસ્ટીંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરના આ સ્ટોકમાં ડિલેવરીબેઇઝ રોકાણકારે  આ સ્ટોકને  રૂા.૭૦  ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૪  થી રૂ.૯૦ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!

    (૩) IDFC ફર્સ્ટ બેન્ક (૭૮) : પ્રાઇવેટ બેન્કિંગ સેકટરના આ સ્ટોકને રૂા. ૬૮ના પ્રથમ તેમજ રૂ.૬૦ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂા. ૮૪ થી રૂા. ૯૦ સુધીની ભાવ સપાટી દર્શાવાની શકયતા…!!

    (૪) મધરસન સુમી વાયરીંગ ઇન્ડિયા (૪૦) : ઓટો કમ્પોનન્ટ્‌સ અને વાયરીંગ હાર્નેસ સેકટરનો આ સ્ટોક રૂ.૩૩ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી દ્રષ્ટિએ આકર્ષક જણાય છે…!! મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૫ની ભાવ સપાટી સ્પર્શી તેવી સંભાવના છે….!!

    ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે…!!!

    નાણાકીય નીતિ સમિતિના મોટાભાગના સભ્યોએ ફુગાવા પર નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે નોંધ્યું કે પશ્ચિમ એશિયાઈ સંઘર્ષે ભાવ વધારા અને વૃદ્ધિની ગતિશીલતા વિશે અનિશ્ચિતતા વધારી છે. જૂનની શરૂઆતમાં દર-નિર્ધારણ સમિતિની સમીક્ષા બેઠકમાં, સર્વસંમતિથી નીતિ દર ૫.૨૫ ટકા પર જાળવી રાખવા અને તટસ્થ વલણ જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે આપણે આગામી મહિનાઓમાં ફુગાવાના સામાન્યકરણ અંગે સતર્ક અને સાવધ રહેવું જોઈએ. સંઘર્ષ અને સપ્લાય ચેઇન વિક્ષેપો સહિતના અનેક પરિબળોને કારણે ફુગાવા અને વૃદ્ધિ અંદાજોને લગતી અનિશ્ચિતતા ઊંચી રહે છે. જોકે નાણાકીય નીતિ માટે ફુગાવાનો અંદાજ વધુ સુસંગત છે, વર્તમાન ફુગાવાનો દર ધ્યાન આપવા યોગ્ય છે, ખાસ કરીને જ્યારે દ્રષ્ટિકોણ અસ્પષ્ટ હોય. મુખ્ય ફુગાવો પણ નિયંત્રણમાં છે, જે દર્શાવે છે કે અંતર્ગત ફુગાવાના દબાણો શાંત રહે છે.

    ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ નીતિ ચક્રને ઉલટાવી દેવાનો નિર્ણય લેતા પહેલા આગામી મહિનાઓમાં વૈશ્વિક પરિસ્થિતિ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ કેવી રીતે પ્રગટ થાય છે તે જોવાની રાહ જોવા પર ભાર મૂક્યો હતો.

    આ સમયે નીતિ કડક બનાવવાનો કોઈ કેસ નથી, કારણ કે વૃદ્ધિ ધીમી રહેવાની અપેક્ષા છે અને ફુગાવો હજુ સુધી શાંત થયો નથી. ચાલુ પુરવઠાનો આંચકો આર્થિક કટોકટીને વધુ વધારી શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં ફુગાવાના અનુમાન અંગે કેટલીક અનિશ્ચિતતાઓ છે આગામી ડેટા ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવા પર ઊંચ ઇનપુટ ખર્ચના આ બીજા રાઉન્ડની અસર સ્પષ્ટ કરશે. ફુગાવાની અપેક્ષાઓ અનિયંત્રિત થવાનું કોઈ જોખમ નથી.   જો ફુગાવાના જોખમો અનુકૂળ રીતે ઉકેલાય, ખાદ્ય ફુગાવો સ્થિર રહે.

    વૈશ્વિક ક્રુડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૮૦ ડોલરની નીચે રહે અને ફેડરલ રિઝર્વ આક્રમક નિર્ણયો લેવાનું ટાળે, તો નાણાકીય નીતિ સમિતિ પાસે વૃદ્ધિને ટેકો આપવા માટે જગ્યા હશે. વર્તમાન અત્યંત અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં, કોઈપણ નાણાકીય નીતિ પ્રતિભાવ પહેલાં અસર પર વધુ સ્પષ્ટતા માટે રાહ જોવાની જરૂર છે.

    ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગમાં ૪૩% ઘટાડો…!!!

    પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર ભારતના સ્ટાર્ટઅપ ફંડિંગ બજાર પર ભારે પડી રહી છે. ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે, રોકાણકારો સાવધ બન્યા છે. તેઓ વધુ પસંદગીયુક્ત અને સાવધાનીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. ડેટા દર્શાવે છે કે ૧ માર્ચથી ૧૫ જૂન, ૨૦૨૬ વચ્ચે, સ્ટાર્ટઅપ ફંડિંગ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૪૩% ઘટીને ૭.૮૧ બિલિયન ડોલર થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૧૩.૭ બિલિયન ડોલર હતું.

    આ સમય પછીના તબક્કાના સોદાઓમાં મંદી સૌથી વધુ સ્પષ્ટ હતી, જ્યાં ભંડોળ લગભગ ૬૧% ઘટીને ૩.૮ બિલિયન ડોલરથી ૧.૫ બિલિયન ડોલર થયું હતું. બીજા તબક્કાનું ભંડોળ પણ ૭૧૪ મિલિયન ડોલરથી ઘટીને ૨૯૨ મિલિયન ડોલર થયું હતું. પ્રારંભિક તબક્કાનું ભંડોળ ગયા વર્ષના ૨.૦૧ બિલિયન ડોલરની તુલનામાં ૧.૯૬ બિલિયન ડોલર પર લગભગ સ્થિર રહ્યું હતું.

    બજારના જાણકારોએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની કટોકટીએ વૈશ્વિક જોખમની ધારણાઓ વધારી છે અને મૂડી ફાળવણીની પ્રાથમિકતાઓને ફરીથી આકાર આપ્યો છે. કટોકટીએ રોકડ પ્રવાહને આકરો બનાવ્યો છે, ખાસ કરીને વેન્ચર કેપિટલ માટે, કારણ કે લિમિટેડ પાર્ટનર્સ અને સંસ્થાકીય રોકાણકારો વધારાના જોખમને ધ્યાનમાં રાખીને રોકાણોનું ફરીથી મૂલ્યાંકન કરી રહ્યા છે.

    તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને છેલ્લા ચારથી પાંચ મહિનામાં, છેલ્લા તબક્કાના ભંડોળમાં ઘટાડો મોટાભાગે સંઘર્ષને આભારી હોઈ શકે છે. સંઘર્ષને કારણે રૂપિયામાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે વૈશ્વિક રોકાણકારો માટે વળતરની આગાહી કરવી મુશ્કેલ બની ગઈ છે. જોકે, આ મંદી માળખાકીય ફેરફારોનું પણ પરિણામ છે, કારણ કે ઘણા ભારતીય સ્ટાર્ટઅપ્સ પાસે હવે પૂરતી મૂડી છે. પરિણામે, તેઓ નફાકારકતા તરફ આગળ વધી રહ્યા છે, ઇક્વિટી કરતાં દેવા પર વધુ આધાર રાખી રહ્યા છે અને જાહેર બજારો તરફ વળ્યા છે.

    છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય ચલણમાં તીવ્ર ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે. બોન્ડ માર્કેટમાં નરમાઈ સાથે, ભારત સકારાત્મક વિદેશી વિનિમય અનામત જાળવવાનું શરૂ કરશે. આનાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો રૂપિયાના મૂલ્યમાં વધુ ઘટાડો થવાની રાહ જોયા વિના રોકાણ શરૂ કરવા માટે પ્રોત્‌સાહિત થશે.

    પશ્ચિમ એશિયામાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહેલા સ્ટાર્ટઅપ્સને પણ વિક્ષેપોનો સામનો કરવો પડયો છે. બજારની અનિશ્ચિતતાને કારણે કટોકટીએ રોકાણકારોને રોકડ બચાવવા માટે પ્રેરિત કર્યા છે. પશ્ચિમ એશિયાના સંકટથી સ્ટાર્ટઅપ કંપનીઓ પર જ અસર પડી છે. ભારત વિશ્વના સૌથી વધુ ભંડોળ ધરાવતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંનું એક છે. વૈશ્વિક રોકાણકારો એઆઈ, સંરક્ષણ, ડીપ-ટેક, સેમિકન્ડક્ટર, સ્પેસ-ટેક, સાયબર સુરક્ષા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો વિશે આશાવાદી રહે છે.

    ભારતમાં ચોખ્ખું ઋઉઈં ચાર ગણું વધીને ૬.૫૮ બિલિયન ડોલર…!!!

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૬માં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાર ગણું વધ્યું છે કારણ કે ઇક્વિટી પ્રવાહમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા ઓછો આઉટફ્લો રહ્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ચોખ્ખું એફડીઆઈ ૧.૫૯ બિલિયન ડોલર હતું અને માર્ચ ૨૦૨૬માં ૯૧૭ મિલિયન ડોલર હતું. એપ્રિલમાં કુલ એફડીઆઈ પ્રવાહ વાર્ષિક ધોરણે ૬૫ ટકા વધીને ૧૫.૨૯ બિલિયન ડોલર થયો, જે એક વર્ષ અગાઉ ૯.૨૫ બિલિયન ડોલર અને માર્ચમાં ૬.૬૩ બિલિયન ડોલર હતો. એફડીઆઈમાં ઇક્વિટીનો હિસ્સો સૌથી મોટો છે. એપ્રિલ ૨૦૨૫માં ૬.૮૨ અબજ ડોલર અને માર્ચ ૨૦૨૬માં ૩.૫૮ અબજ ડોલરથી વધીને એપ્રિલ ૨૦૨૬માં ૧૨.૪૨ અબજ ડોલર થયું હતું. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ચોખ્ખો એફડીઆઈ પ્રવાહ  ગયા વર્ષના સમાન સમય ગાળા કરતા વધારે રહ્યો છે. આને ઉચ્ચ કુલ પ્રવાહ અને ઓછા બાહ્યપ્રવાહ દ્વારા ટેકો મળ્યો હતો. એફડીઆઈ પ્રવાહના સ્ત્રોત દ્વારા, ૭૫ ટકાથી વધુ એફડીઆઈ જાપાન, સિંગાપોર અને મોરેશિયસથી આવ્યું છે.

    ક્લીન એનર્જી ક્ષેત્રે રેકોર્ડ રોકાણ પણ નિર્માણની ગતિ ધીમી…!!!

    સ્વચ્છ ઉર્જા (કલીન એનર્જી)તરફ વૈશ્વિક સંક્રમણ વધુ મુશ્કેલ અને અનિશ્ચિત તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ભૂરાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ઊર્જા સુરક્ષા ચિંતાઓ આ સંક્રમણની દિશાને અસર કરી રહી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે સ્વચ્છ ઉર્જામાં રોકાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, ત્યારે ટકાઉ, સસ્તું અને મજબૂત ઊર્જા પ્રણાલીઓના નિર્માણની ગતિ ધીમી પડી રહી છે. આનું કારણ એ છે કે દેશો અસ્થિર વૈશ્વિક વાતાવરણ વચ્ચે ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઠઊઋ અને એક્સેન્ચર સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલા ઊર્જા સંક્રમણ સૂચકાંક અનુસાર, વૈશ્વિક ઊર્જા સંક્રમણ લગભગ અટકી ગયું છે. ૨૦૨૫માં કુલ ઉર્જા રોકાણ ૩.૩ ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું, જેમાંથી ૨.૩ ટ્રિલિયન ડોલર સ્વચ્છ ઉર્જા પ્રોજેક્‌ટ્‌સ માટે હતું. અહેવાલમાં રોકાણના જથ્થા અને સંક્રમણ માટેની વાસ્તવિક તૈયારી વચ્ચે વધતા જતા અંતરને પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંક્રમણ માટેની તૈયારીનું સ્તર એક દાયકા કરતાં વધુ સમયમાં પહેલીવાર ઘટયું છે. આ તારણો વધતા ભૂરાજકીય જોખમો વચ્ચે બહાર આવ્યા છે, જેમાં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા અવરોધોમાંના એક, હોર્મુઝ સ્ટ્રેટના તાજેતરના નાકાબંધીનો સમાવેશ થાય છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આવી ઘટનાઓએ વધતી જતી વીજળીની માંગ, માળખાગત સુવિધાઓની મર્યાદાઓ અને મૂડીની અસમાન પહોંચના દબાણ હેઠળ પહેલેથી જ ઉર્જા પ્રણાલીઓની નબળાઈઓને ઉજાગર કરી છે. આ વિક્ષેપોથી આયાત-આધારિત ઉભરતી અર્થવ્યવસ્થાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે દેશો ત્રણ સ્પર્ધાત્મક લક્ષ્યોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉર્જા સુરક્ષા, ટકાઉપણું અને પોષણક્ષમતા. આ વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે થઈ રહ્યું છે. એકંદર મંદી છતાં, કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નોર્ડિક દેશોએ રેન્કિંગમાં પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું છે. જ્યારે મજબૂત નીતિ સમર્થન અને નિયમનકારી સુધારાઓને કારણે સિંગાપોર સૌથી ઝડપથી વિકસતા દેશોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. મુખ્ય અર્થતંત્રોમાં, ચીને સ્વચ્છ ઉર્જાના ઉપયોગનું રેકોર્ડ સ્તર જાળવી રાખ્યું છે. દરમિયાન, ભારતે સંક્રમણની તૈયારીમાં સૌથી મજબૂત સુધારો નોંધાવ્યો છે.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ફરી IPO નું માર્કેટ સ્પીડ પકડવા લાગ્યું : જુલાઈમાં 12 થી વધુ કંપનીઓ લિસ્ટિંગ માટે તૈયાર

    June 26, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં Internet યુઝર્સની સંખ્યા 109 કરોડ! : દર મહિને સરેરાશ 26.7 જીબી ડેટાનો વપરાશ

    June 26, 2026
    મુખ્ય સમાચાર

    Gujarat માં NRI થાપણ 1.18 લાખ કરોડના રેકોર્ડ સ્તરે

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Rajesh Exports નો સોનાનો 40 ટકા સ્ટોક – ખાણના દસ્તાવેજ ગાયબ : ED

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Cooking Gas Rules હળવા,PNG ગ્રાહક ફરી ગેસ સિલીન્ડર કનેકશન મેળવી શકશે

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Quality Control Rules માં મોટી રાહત : રમકડાં, એસી અને ફૂટવેર જેવાં ઉદ્યોગોને મળશે ફાયદો

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026

    Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી

    June 27, 2026

    Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી

    June 27, 2026

    ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.