Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી
    • Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો
    • Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»‘Generation Beta’ પેઢી : 2025માં જન્મેલા બાળકો નવા જમાનાની શરૂઆત કરશે
    લેખ

    ‘Generation Beta’ પેઢી : 2025માં જન્મેલા બાળકો નવા જમાનાની શરૂઆત કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 4, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    2025 માં જન્મેલાં બાળકો એક નવાં યુગની શરૂઆત કરશે, જેને જનરેશન બીટા કહેવામાં આવશે, જ્યારે લોકો મિલેનિયમ ઝેન જી, અને ઝેન આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યાં હતાં, ત્યારે બીજી પેઢીએ દસ્તક આપી છે. જેને દુનિયા જનરેશન બીટા તરીકે ઓળખશે.

    તમે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ નવાં શબ્દ વિશે સાંભળ્યું હશે. વાસ્તવમાં, જનરેશન બીટા તે પેઢીના બાળકોને કહેવાશે જે 2025 થી 2039 ની વચ્ચે જન્મશે. અત્યાર સુધી, 2010 થી 2024 ની વચ્ચે જન્મેલાં બાળકોને જનરલ આલ્ફા કહેવામાં આવતા હતાં, 1997 થી 2009 ની વચ્ચે જન્મેલાં બાળકોને જનરલ ઝેડ કહેવામાં આવતા હતાં. 1981 થી 1996 સુધીની પેઢીને મિલેનિયલ્સ કહેવામાં આવે છે. આજે આ અહેવાલમાં જનરેશનની રસપ્રદ ચર્ચા કરવામાં આવશે. 

    1 જાન્યુઆરી, 2025 અને 2039 વચ્ચે જન્મેલાં બાળકો જનરેશન બીટા કહેવાશે. નવાં વર્ષમાં જન્મેલાં બાળકો જ્યારે મોટાં થશે ત્યારે તેઓ પોતાની આસપાસની અદ્યતન ટેકનોલોજી જોઈને મોટાં થશે જે અગાઉની પેઢીએ ક્યારેય જોઈ ન હતી. આવનારાં સમયમાં મોબાઈલ અને કોમ્પ્યુટરની ગણતરી સામાન્ય વસ્તુઓમાં થઈ શકે છે અને આવનારાં બાળકો રોબોટ્સ અને એઆઈની દુનિયામાં મોટા થશે. આ બાળકો પછીથી ઓનલાઈનથી લઈને સોશિયલ મીડિયા સુધીની દરેક બાબતમાં નિષ્ણાત બનશે. 

    આ હશે આધુનિક બાળકની વિશેષતાઓ 
    જનરેશન બીટાને લઈને આવી અટકળો લગાવવામાં આવી રહી છે. જેમ મિલેનિયલ્સને ઓલ્ડ સ્કૂલ કહેવામાં આવે છે અને જનરલ ઝેડ ટેક સેવી હોવાનું કહેવાય છે, તેવી જ રીતે એવું કહેવામાં આવે છે કે જનરલ બીટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાત હશે. આ પેઢીને પણ સ્માર્ટ ઉપકરણોનું સંપૂર્ણ જ્ઞાન હશે. 

    આ પેઢી રોગચાળા પછીની દુનિયામાં જન્મી રહી છે, તેથી જ તેમને રોગચાળામાંથી શીખવાની તક મળશે. આ પેઢીને ઓનલાઈન શિક્ષણ પ્રણાલીની પણ સારી સમજ હશે. 

    સોશિયલ મીડિયા પણ આ પેઢીની તાકાત બની શકે છે. આ પેઢીનાં માતા-પિતા પહેલાથી જ સોશિયલ મીડિયા વિશે સંપૂર્ણ રીતે વાકેફ હશે, તેથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ પેઢીની હાજરી સોશિયલ મીડિયા પર ઘણી વધારે હશે અને સોશિયલ મીડિયાને પણ નવો આકાર મળશે. 

    આ પેઢી માટે ચિંતાનો બીજો મુદ્દો એ છે કે તેને વસ્તી પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, સંસાધનોનો અભાવ અને પર્યાવરણીય નુકસાનનો સામનો કરવો પડશે. આ પડકારો આ પેઢી માટે રહેશે. 

    જનરેશન બીટા એટલે કે 2025 થી 2039 સુધી જન્મેલાં બાળકો 22મી સદી સુધી જીવશે. આ પેઢી તે જોવા માટે સમર્થ હશે જે મિલેનિયલ્સ અથવા ઝેન ઝી જોઈ શકશે નહીં.

    વૈશ્વિક નાગરિકતા પર ફોકસ વધશે :-
    એવો અંદાજ છે કે વર્ષ 2039 સુધીમાં વિશ્વની 16 ટકા વસ્તી જનરેશન બીટા, વાય અને ઝેડની હશે. આમાંથી ઘણાં એવાં હશે જેઓ 22મી સદી જોશે. આ પેઢી નવાં યુગની સવાર જોશે. આ ટેક્નોલોજીને નવો આકાર આપશે. સમાજમાં પરિવર્તન લાવશે. આ સાથે વૈશ્વિક નાગરિકતા પર ફોકસ વધશે. 

    બેટા બેબીઝ ટેક્નોલોજીના યુગમાં મોટા થશે, તેથી તેઓ વર્ચ્યુઅલ વાતાવરણને સમજનાર પ્રથમ પેઢી હશે. ટેક્નોલોજીથી સજ્જ હોવા છતાં, બીટા જનરેશનને ઓછા પડકારોનો સામનો કરવો પડશે નહીં. પેઢીનાં સંશોધક જેસન ડોર્સીનું કહેવું છે કે, આ પેઢી એઆઇ અને સ્માર્ટ ઉપકરણોની વચ્ચે મોટી થશે. આ જ કારણ છે કે આ પેઢી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર નિર્ભર રહેશે. તેનો ઉપયોગ તેણીની સમસ્યાઓ હલ કરવા માટે કરશે. 

    કહેવામાં આવી રહ્યું છે કે, આ પેઢીને ક્લાઈમેટ ચેન્જના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડશે. આનો સામનો કરવો પણ તેમનાં માટે મોટો પડકાર સાબિત થશે. આ સમયગાળા દરમિયાન વસ્તીમાં મોટો ફેરફાર થશે. શહેરીકરણ ઝડપથી વધશે. જો કે આ સમયગાળા દરમિયાન કેટલાક સારા ફેરફારો પણ જોવા મળશે.

    જેમ કે- વિશ્વને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ અલગ હશે. આ સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભેદભાવથી દૂર રહીને સાથે રહેવાનું પસંદ કરશે. એટલું જ નહીં, તેઓ પડકારોનો સામનો કરવા માટે પૂરાં ફોકસ સાથે કામ કરશે કારણ કે ટેક્નોલોજી તેમનાં માટે એક મોટું હથિયાર સાબિત થશે.

    પેઢીનાં નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? 
    પેઢીઓને નામ આપવા પાછળ ઘણાં કારણો છે. તેમનાં નામ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને અન્ય અનેક ઘટનાઓના આધારે નક્કી કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે દર 15 થી 20 વર્ષે પેઢીનું નામ બદલાય છે. ચાલો જાણીએ કયું નામ કઈ પેઢીને આપવામાં આવ્યું હતું. 

    જીઆઇ જનરેશન (ધ ગ્રેટેસ્ટ જનરેશન) :- આ એ પેઢી છે જેનો જન્મ 1901-1927 વચ્ચે થયો હતો. આ પેઢીએ મહામંદીનો સમય જોયો. આ સમયગાળાના મોટાભાગનાં બાળકો સૈનિક બન્યાં અને બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો. આ પેઢીએ ઘણાં પડકારોનો સામનો કર્યો અને તેમનાં માટે પરિવારનો ઉછેર એક મોટી સિદ્ધિ ગણાય છે.

    સાયલન્ટ જનરેશન :- 1928 અને 1945 ની વચ્ચે જન્મેલી પેઢીને સાયલન્ટ જનરેશન કહેવામાં આવે છે. આ પેઢી ખૂબ જ મહેનતુ ગણાતી અને આત્મનિર્ભર પણ હતી.
    બેબી બૂમર જનરેશન :- બીજા વિશ્વવયુદ્ધ પછી, 1946-1964 ની વચ્ચે જન્મેલી વસ્તીમાં ઝડપથી વધારો થયો. આ પેઢીએ ઘણી બધી બાબતોમાં આધુનિકતાનો પાયો નાખ્યો હતો.
    જનરેશન એક્સ :- 1965-1980 ની વચ્ચે જન્મેલી આ પેઢી બદલાતાં સમયની સાક્ષી બની અને ટેકનોલોજીના નવાં ઉપયોગો જોયાં હતાં.
    મિલેનિયલ્સ અથવા જનરેશન વાય :- 1991-1996 ની વચ્ચે જન્મેલી પેઢીનું નામ મિલેનિયલ્સ રાખવામાં આવ્યું હતું, જેઓ ટેક્નોલોજી સાથે તાલ મિલાવતા શીખ્યાં અને પોતાને અપડેટ કર્યા હતાં.
    જનરેશન ઝી :- 1997-2009 ની વચ્ચે જન્મેલી પેઢીને ઈન્ટરનેટની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ મળ્યું હતું. તે ડિજિટલ યુગમાં ઘણાં મોટાં ફેરફારોના સાક્ષી બન્યાં છે. આ પેઢી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિનાનાં જીવનની કલ્પના પણ કરી શકતી નથી. તેને જાણ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ કમાણી કરી શકાય છે. 
    જનરેશન આલ્ફા :- 2010-2024 માં જન્મેલી આ પેઢીનાં જન્મ પહેલાં પણ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનું અસ્તિત્વ હતું. આખો પરિવાર ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલો હોય છે. 
    જનરેશન બીટા :-  2025-2039 ની વચ્ચે જન્મેલાં આ પેઢીનાં બાળકો એઆઇના નિષ્ણાત બનશે. 

    Generation Beta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Veda Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધ ને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ…બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.