અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક બંધ ફ્લેટમાંથી એક-બે નહીં પરંતું આશરે ૧૦૦ કિલો જેટલું સોનું મળ્યું
Ahmedabad, તા.૧૭
ગુજરાતીઓને હચમચાવી નાખતો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં અમદાવાદનો આ ઘટના સાંભળીને હોશ ઉડી જશે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક બંધ ફ્લેટમાંથી એક-બે નહીં પરંતું આશરે ૧૦૦ કિલો જેટલું સોનું મળી આવ્યું છે. આ ઉપરાંત રોકડનો પણ ખજાનો મળી આવ્યો છે. આ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી.
આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે, તે ફ્લેટ શેર બજારના ઓપરેટરના સંબંધીઓનો હોવાનું કહેવાય છે. આ ફ્લેટમાંથી ૧૦૦ કિલો જેટલું સોનું મળ્યું હોવાનું કહેવાય છે. આટલા મોટા પ્રમાણમાં સોનું છુપાવ્યું હોવાની બાતમી મળતાં એજન્સીઓ પણ ચોંકી ગઈ હતી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ છ્જીની સાથે ડ્ઢઇૈંની ટીમ પણ કરી રહી છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં ડ્ઢઇૈંના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા ૧૦૦ કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત ૭૦-૮૦ લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી હતી. તાજેતરમાં એવી પણ માહિતી મળી રહી છે કે, જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું છે, પણ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશનને લઈને ડબ્બા ટ્રેડિંગ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.