Jamnagarતા.8
દેશી દારૂના ઘર સમાન જામનગર શહેરના વુલનમિલ ફાટક પાસે આવેલ બાવરીવાસ વિસ્તારમાં પોલીસે વધુ એક વખત દેશી દારૂ મામલે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ મહિલાના રહેણાક સ્થળેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી.
વુલનમિલ ફાટક, બાવરીવાસ વિસ્તારમાં રહેતા ધનુબેન કાનાભાઈ કોળીના રહેણાંક ઝુડામાં પોલીસે રેડ પાડી 10 લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો 90 લિટર આથો તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો સહીત 4400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત તે જ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ચંદાભાઈ પરમારના ઝૂપડાનથી 15 લીટર દેશી દારૂ 90 લિટર દેશી દારૂનો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો મળી 5400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માયાબેન ભરતભાઈ પરમારના ઝુપડામાંથી પણ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી પોલીસે 5650 ના મુદ્દામાલ કબજે કરી તમામ મહિલા આરોપીઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પીપર-રાજડા રોડ ઉપર જુગાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામથી રાજડા ગામના રસ્તે આવેલ વાડીની બાજુમા જાહેરમા જુગાર રમતા સુભાષભાઇ ખોડાભાઇ રાખશીયા (ઉ.વ.47 રહે. પીપર ગામ તા.કાલાવડ), આકાશભાઇ કાનજીભાઇ રાખશીયા (ઉ.વ.19 ધંધો. મજુરી રહે. પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર), રમેશભાઇ ગોવિંદભાઇ રાખશીયા (ઉ.વ.52 રહે.પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર), દિલીપભાઇ વાલજીભાઇ રાખશીયા (ઉ.વ.35 રહે.પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર), કરશનભાઇ ભાણાભાઇ રાખશીયા (ઉ.વ.57 રહે.પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર), કિશોરભાઇ રવજીભાઇ રાખશીયા (ઉ.વ.38 રહે.પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર) ને તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમતા શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.5170 નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

