(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯
Jamnagar સેશન્સ કોર્ટે ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮) સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં કાલાવડ કોર્ટે આપેલો ચુકાદો યથાવત રાખ્યો છે.
કેસની હકીકત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત મનસુખભાઈ ઘાડીયાએ વેપારી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને પ્રતિ મણ રૂ. ૧,૦૦૦ના ભાવે કુલ ૩,૦૦૦ મણ કપાસનું વેચાણ કર્યું હતું. જેના બદલામાં વેપારીએ રૂ. ૩૦,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઘાડીયાએ કાલાવડ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
સુનાવણી પૂર્ણ થયા બાદ કાલાવડ કોર્ટે આરોપી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને એક વર્ષની સાદી કેદ તથા રૂ. ૪૫,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે આરોપીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે સેશન્સ કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓના આધારે કાલાવડ કોર્ટનો ચુકાદો યથાવત રાખી અપીલ નામંજૂર કરી છે.
આ કેસમાં મૂળ ફરિયાદી મનસુખભાઈ ઘાડીયા તરફેથી એડવોકેટ શ્રી ડી.આર. પંડ્યા તથા શ્રી ગિરિરાજસિંહ કે. જાડેજાએ અસરકારક રીતે કેસની રજૂઆત કરી હતી.

