Dhank,તા.21
દીપ પ્રાગટ્યથી કેમ્પનો શુભારંભ, 19 મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરાયા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 110 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી જરૂરિયાતમંદ 19 મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.કેમ્પનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. રણછોડ દાસજી બાપુ ના હોસ્પિટલના આંખના નિષ્ણાત ડૉ. ખેરડીયા સાહેબ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ડૉ. જયેન્દ્રસિંહ વાળા, ઢાંક યુવા સરપંચ સંજયભાઈ લુણસીયા, પત્રકાર ભુપતગીરી ગોસ્વામી તથા લલિતભાઈ ખેરડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાની, રહેવા-જમવા, ગરમ શીરો, ચા-પાણી સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ઓપરેશન બાદ દર્દીઓને પરત કેમ્પ સ્થળે મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.આ સેવાકીય કાર્યથી ઢાંક તથા આસપાસના ગામના દર્દીઓને મોટી રાહત મળી છે. ગ્રામજનોએ હોસ્પિટલના સેવાભાવી કાર્યને અને ઢાંક આયોજક ને બિરદાવ્યું હતુ.

