કેન્દ્ર સરકાર સાથેની લાંબી વાટાઘાટો અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂપ ન લે તે હેતુથી નિર્ણય લીધો : વાંગચુક
New Delhi તા.૨૪
દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને દ્ગઈઈ્ પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે મધ્ય રાત્રિ બાદ પોતાના ૨૬ દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે પોતાના અનશન સમેટ્યા હતા. હોસ્પિટલના રૂમમાંથી સામે આવેલા દ્રશ્યોમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વાંગચુકને પથારીમાં બેઠા થવામાં મદદ કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમને કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ ક્ષણે વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમો પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
હું મારા ઉપવાસ પૂરા કરીને ખૂબ જ આભારી અને ખુશ છું. તમારો આભાર. ગીતાંજલિ હંમેશા મારી પડખે ઊભી રહી છે. હું તેનો આભાર માનવાને બદલે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું.— સોનમ વાંગચુક
ઉપવાસ તોડ્યા બાદ તુરંત જ સોનમ વાંગચુકે ઠ (ટિ્વટર) પર એક પોસ્ટ શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે કેન્દ્ર સરકાર સાથેની લાંબી વાટાઘાટો અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂપ ન લે તે હેતુથી તેમણે આ નિર્ણય લીધો છે.
વાંગચુકે સરકાર તરફથી મળેલા સત્તાવાર લેખિત પત્રની વિગતો વાંચી સંભળાવી હતી, જેમાં સરકારે નીચે મુજબના વચનો આપ્યા છેઃ
શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કેસ નહીંઃ ૨૦ જુલાઈના ચલો સંસદ માર્ચ સહિત અત્યાર સુધીના શાંતિપૂર્ણ આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને વિરોધકર્તાઓ સામે કોઈ પણ નવી કાનૂની કાર્યવાહી કે હ્લૈંઇ નોંધવામાં આવશે નહીં.
મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતરઃ દ્ગઈઈ્ પેપર લીક અને ગેરરીતિથી હતાશ થઈને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવા અંગે સરકાર સાનુકૂળ વિચારણા કરી રહી છે.સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં પરીક્ષા પ્રક્રિયાની જવાબદારી અને દ્ગઈઈ્-ેંય્ પેપર લીક પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
બીજી તરફ, આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) એ વાંગચુકના અનશન સમેટાવાના નિર્ણયને આવકાર્યો છે અને તેમના બલિદાનની પ્રશંસા કરી છે. ઝ્રત્નઁ ના સ્થાપક અભિજીત દીપકે વાંગચુકનો આભાર માનતા કહ્યું કે તેમણે પોતાના પ્રાણ દાવ પર લગાવીને સમગ્ર દેશની ચેતના જગાડી છે. જોકે, ઝ્રત્નઁ એ સ્પષ્ટ કર્યું છે કે જંતર મંતર પર તેમનો શાંતિપૂર્ણ વિરોધ બંધ નહીં થાય.

