Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે

    July 25, 2026

    દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે

    July 25, 2026

    Surendranagar : સાયલાની લાલજી મહારાજની જગ્યાએ નવી આધુનિક રાંધણશાળાનું લોકાર્પણ

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે
    • દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે
    • Surendranagar : સાયલાની લાલજી મહારાજની જગ્યાએ નવી આધુનિક રાંધણશાળાનું લોકાર્પણ
    • લોકશાહીમાં વિરોધ: જાહેર હિત માટે બંધારણીય અધિકાર કે પક્ષપાતી સંઘર્ષ માટે યુદ્ધભૂમિ?
    • Kotdasangani: ભારે વરસાદ ની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફ ની પ્રતિબદ્ધતા સંજયભાઈ પીપળીયા
    • Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
    • Vande Mataram Bill 2026 – રાષ્ટ્રીય સન્માન કે ફરજિયાત દેશભક્તિ?
    • PM Modi દ્વારા મહિનાના અંતિમ રવીવારે યોજવામાં આવતો કાર્યક્રમ મન કી બાતના ઈન્ચાર્જ તરીકેની નિમણુંક કરતાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે
    ધાર્મિક

    દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    યજ્ઞોનું વર્ણન સાંભળીને એવી જીજ્ઞાસા થાય કે તે યજ્ઞોમાંથી કયો યજ્ઞ શ્રેષ્ઠ છે? એનું સમાધાન ભગવાન આગળના શ્ર્લોક(૪/૩૩)માં કરતાં કહે છે કે.. 

    શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ

    સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે 

    (પરંતપ પાર્થ-હે પરંતપ અર્જુન ! દ્રવ્યમયાત્-દ્રવ્યમય, યજ્ઞાત્-યજ્ઞની અપેક્ષાએ, જ્ઞાનયજ્ઞઃ-જ્ઞાનયજ્ઞ, શ્રેયાન્-શ્રેષ્ઠ છે. સર્વમ્-સઘળાં, કર્મ-કર્મો અને, અખિલમ્-પદાર્થો, જ્ઞાને-જ્ઞાન તત્વમાં, પરિસમાપ્યતે-સમાપ્ત-લીન થઇ જાય છે.) 

    હે પરંતપ અર્જુન ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.સઘળાં કર્મો અને પદાર્થો જ્ઞાન તત્વમાં સમાપ્ત-લીન થઇ જાય છે. 

    ‘શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ’ જે યજ્ઞોમાં દ્રવ્યો-પદાર્થો તથા કર્મોની આવશ્યકતા રહે છે તે બધા યજ્ઞો દ્રવ્યમય યજ્ઞો છે. એવા દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે કેમકે જ્ઞાનયજ્ઞમાં દ્રવ્ય અને કર્મની આવશ્યકતા હોતી નથી. બધા જ યજ્ઞોને ભગવાને કર્મજન્ય કહ્યા છે. તમામ કર્મો જ્ઞાનયજ્ઞમાં સંપૂર્ણ થઇ જાય છે એટલે કે જ્ઞાનયજ્ઞ કર્મજન્ય નથી પરંતુ વિવેક-વિચારજન્ય છે, આથી અહી જે જ્ઞાનયજ્ઞની વાત આવી છે તે અગાઉ વર્ણવેલા બાર યજ્ઞોની અંતર્ગત આવેલા જ્ઞાનયજ્ઞનો વાચક નથી પરંતુ આગળ આવનારા શ્ર્લોક ૪/૩૪માં વર્ણવેલી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રક્રિયાનો વાચક છે. 

    ‘સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે’ ‘સર્વમ્’ અને ‘અખિલમ્’ બંન્ને શબ્દો પર્યાયવાચી છે અને તેમનો અર્થ ‘સઘળાં’ થાય છે. 

    જ્યાં સુધી મનુષ્ય પોતાના માટે કર્મો કરે છે ત્યાં સુધી તેનો સબંધ ક્રિયાઓ અને પદાર્થો સાથે ચાલુ રહે છે અને ત્યાં સુધી અંતઃકરણમાં અશુદ્ધિ રહે છે એટલે પોતાના માટે કર્મો ન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણમાં ત્રણ દોષ રહે છે. મળ (સંચિત પાપો), વિક્ષેપ (ચિત્તની ચંચળતા) અને આવરણ (અજ્ઞાન). સંસારમાત્રની સેવા માટે કર્મ કરવાથી મળ અને વિક્ષેપ દૂર થાય છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આવરણદોષને દૂર કરવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને સદગુરૂ પાસે જાય છે તે સમયે કર્મો અને પદાર્થોથી પર થઇ જાય છે. 

    શાસ્ત્રોમાં જ્ઞાન પ્રાપ્તિનાં આઠ સાધન બતાવ્યાં છે. વિવેક, વૈરાગ્ય, શમ વગેરે ષટસંપત્તિ (શમ, દમ, શ્રદ્ધા, ઉપરતિ, તિતિક્ષા અને સમાધાન), મુમુક્ષતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વપદાર્થસંશોધન.. સત અને અસતને અલગ અલગ જાણવા એ વિવેક કહેવાય છે. સત-અસતને અલગ જાણીને અસતનો ત્યાગ કરવો, સંસારથી વિમુખ થવું એ વૈરાગ્ય છે. મનને ઇન્દ્રિયોના વિષયોથી હટાવવું એ શમ છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી હટાવવીએ દમ છે. ઇશ્વર, શાસ્ત્ર ઉપર પૂજ્યભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે. વૃતિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉપરતિ છે. શરદી ગરમી વગેરે દ્વંદ્વોને સહન કરવાં, તેમની ઉપેક્ષા કરવી એ તિતિક્ષા છે. અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે. સંસારથી છુટવાની ઇચ્છાએ મુમુક્ષતા છે. મુમુક્ષતા જાગ્રત થયા બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની પાસે જઇને શાસ્ત્રોને સાંભળીને તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો એને શ્રવણ કહે છે. શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય છે. પરમાત્મા તત્વનું યુક્તિપ્રયુક્તિઓથી ચિંતન કરવું એ મનન છે. મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે. સંસારની સત્તા માનવી અને પરમાત્માતત્વની સત્તા ન માનવી એ વિપરીત ભાવના છે. વિપરીતભાવનાને હટાવવી એ નિદિધ્યાસન છે. પાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થસંશોધન છે એને જ તત્વસાક્ષાત્કાર કહે છે. 

    વિચારપૂર્વક જોવામાં આવે તો આ બધાં સાધનોનું તાત્પર્ય છે-અસાધન એટલે કે અસતના સબંધનો ત્યાગ. ત્યાજ્ય વસ્તુ પોતાને માટે હોતી નથી પરંતુ ત્યાગનું પરીણામ તત્વસાક્ષાત્કાર પોતાને માટે હોય છે. 

    દ્રવ્યમય યજ્ઞમાં ક્રિયા અને પદાર્થની પ્રધાનતા રહે છે તેથી તે કરણસાપેક્ષ છે. જ્ઞાનયજ્ઞમાં વિવેક-વિચારની પ્રધાનતા છે તેથી તે કરણ નિરપેક્ષ છે તેથી દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાનયજ્ઞમાં સંપૂર્ણ ક્રિયાઓ અને પદાર્થોથી સબંધ છુટી જાય છે એટલે કે તત્વજ્ઞાન થતાં કંઇપણ કરવું, જાણવું અને પ્રાપ્ત કરવું શેષ રહેતું નથી કારણ કે એક પરમાત્મા સિવાય બીજા કશાનું અસ્તિત્વ રહેતું જ નથી.આ બધા યજ્ઞોમાં સંયમાગ્નિ અને ઇન્દ્રિયાગ્નિ વિશે પણ કહ્યું છે. કેટલાક લોકો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને વિષયો કહીને તેને વખોડે છે પણ ગીતાકારે તેમનું પણ હવન કહ્યું છે. ગીતા બહુ વ્યવહારૂં છે. આ છોડો અને તે છોડો એમ ગીતા કહેતી નથી. ગીતાનું તત્વજ્ઞાન હજુ આગળ આવશે તેમાં તત્વજ્ઞાનના  ક્ષેત્રમાં ગીતાકારને કંઇક પોતાનો સ્વતંત્ર મત કહેવાનો છે. જીવનમાં નિગ્રહાત્મક તત્વજ્ઞાન કરતાં સંયમાત્મક તત્વજ્ઞાન સ્વીકારે છે. નિગ્રહમાં આગ્રહ હોય પરંતુ સંયમમાં વિવેકબુદ્ધિ હોય. ગીતા કહે છે કે ચિત્તશોધનના માટે યજ્ઞો છે તેથી યજ્ઞો કરવા જોઇએ.

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar : સાયલાની લાલજી મહારાજની જગ્યાએ નવી આધુનિક રાંધણશાળાનું લોકાર્પણ
    Next Article ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે

    July 25, 2026
    લેખ

    લોકશાહીમાં વિરોધ: જાહેર હિત માટે બંધારણીય અધિકાર કે પક્ષપાતી સંઘર્ષ માટે યુદ્ધભૂમિ?

    July 25, 2026
    લેખ

    Vande Mataram Bill 2026 – રાષ્ટ્રીય સન્માન કે ફરજિયાત દેશભક્તિ?

    July 25, 2026
    લેખ

    તંત્રી લેખ…રામ મંદિર ટ્રસ્ટના સીઇઓ માટે બિનજરૂરી શરત

    July 25, 2026
    ધાર્મિક

    સોમવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે

    July 25, 2026
    ધાર્મિક

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ, શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 21:40
    Categories
    Latest News

    ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે

    July 25, 2026

    Surendranagar : સાયલાની લાલજી મહારાજની જગ્યાએ નવી આધુનિક રાંધણશાળાનું લોકાર્પણ

    July 25, 2026

    લોકશાહીમાં વિરોધ: જાહેર હિત માટે બંધારણીય અધિકાર કે પક્ષપાતી સંઘર્ષ માટે યુદ્ધભૂમિ?

    July 25, 2026

    Kotdasangani: ભારે વરસાદ ની પરિસ્થિતિ સામે સજ્જતા, જિલ્લા પંચાયત પદાધિકારીઓની વિકાસ તરફ ની પ્રતિબદ્ધતા સંજયભાઈ પીપળીયા

    July 25, 2026

    Rajkot: વરસાદી પરિસ્થિતિ દરમિયાન શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

    July 25, 2026

    Vande Mataram Bill 2026 – રાષ્ટ્રીય સન્માન કે ફરજિયાત દેશભક્તિ?

    July 25, 2026
    Search
    Main News

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ર્માં જગદંબા દેવી સતીનો જમણો હાથ અહી પડ્યો તેથી આ સ્થાન ‘બાહુચરાજી’ કહેવાય છે

    July 25, 2026

    Surendranagar : સાયલાની લાલજી મહારાજની જગ્યાએ નવી આધુનિક રાંધણશાળાનું લોકાર્પણ

    July 25, 2026

    લોકશાહીમાં વિરોધ: જાહેર હિત માટે બંધારણીય અધિકાર કે પક્ષપાતી સંઘર્ષ માટે યુદ્ધભૂમિ?

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.