Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી

    September 14, 2026

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026

    Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી
    • Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય
    • Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે
    • ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર
    • એઆઈ Breast cancerના જોખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે
    • Turkish Airlinesનું વિમાન પણ ટર્બુલન્સમાં ફસાયું
    • Indonesiaમાં ૨૪૦ લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું, ૧૩૦ યાત્રી લાપતા,૬ લોકોના મોત
    • Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો
    અમદાવાદ

    Ahmedabad: ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૩૦

    ધોળકાના ત્રાંસદ ગામમાં રહેતા ચાર સંતાનોના પિતાને એક પરિણીત મહિલા સાથે ૧૦ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મહિલાના પરિવારને જાણ થતાં સમાજની રાહે પ્રેમ સંબંધનો અંત લાવવામાં આવ્યો હતો.

    જોકે, થોડા દિવસ પહેલા મહિલાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી હતી અને પૂર્વ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. મહિલાના પુત્રને આ મામલે જાણ થતાં તેની માતા અને યુવક વચ્ચે હજુ પણ પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેના સાગરિતો સાથે મળીને ધારિયા-લાકડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    મળતી વિગતો અનુસાર, ધોળકાના ત્રાંસદ ગામમાં ૩૭ વર્ષીય ધનજી ઉર્ફે સંજય ઠાકોર માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનો સાથે રહીને ખેતીકામ કરતો હતો. ધનજી ઉર્ફે સંજયને આશરે દસેક વર્ષ પહેલા ગામની એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, પરિણીતાના પરિવારના સભ્યોને જાણ થતાં પાંચ વર્ષ પહેલા બંને પક્ષના સમાજના લોકોને ભેગા કરતા આ પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો.

    બાદમાં આ પરિણીતા તેના પિયર રહેવા જતી રહી હતી, પરંતુ એકાદ માસ પહેલા પરિણીતાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી ત્યારે પરિણીતાએ ધનજી ઉર્ફે સંજયને મળવા બોલાવ્યો હતો. પરિણીતાના દીકરા સુનિલને આ અંગેની જાણ થતાં જ તેણે ધનજી ઉર્ફે સંજયને ‘તું હજુ મારી મા સાથે સંબંધ રાખે છે, હજુ ભૂલ્યો નથી’ તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી.

    દરમિયાન ગત મંગળવારે સવારે ધનજી ઉર્ફે સંજય અને તેના પિતા સહિતના લોકો ટ્રેક્ટર લઈને ડાંગરના વાવેતર માટે ખેતરમાં ગયા હતા. ધનજી ઉર્ફે સંજય ખેતર ડહોળતો હતો જ્યારે તેના પિતા નિંદામણ કરતા હતા ત્યારે પરિણીતાનો પુત્ર સુનિલ અને તેના સાગરિત અમિત, અંકિત, અજીત તથા જગદીશ સહિતના લોકો લાકડી, પાઇપ અને ધારિયા લઈને ખેતરમાં ઘૂસી ગયા હતા. આ પાંચેયે ગાળાગાળી કરીને ટ્રેક્ટરની ઉપર જ ધનજીને પતાવી દેવાનો છે તેવી બૂમો પાડતા ધનજી ઉર્ફે સંજયના પિતા દોડી આવ્યા હતા.

    ધનજી ઉર્ફે સંજય ટ્રેક્ટર ઊભું રાખીને દોડીને ભાગતો હતો ત્યારે સુનિલે તેને ધારિયું મારતા તે પડી ગયો હતો અને બાદમાં તમામ લોકો તેની પર તૂટી પડ્યા હતા. પાંચેય આરોપીએ ધનજી ઉર્ફે સંજયના પિતા બાબુભાઈ પર પણ હુમલો કર્યો હતો. તેમણે બૂમાબૂમ કરતા આ પાંચેય લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ટ્રેક્ટરમાં જ ધનજીને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે સુનિલ ઠાકોર, અમિત ઠાકોર, અંકિત ઠાકોર, અજીત ઠાકોર અને જગદીશ બેલદાર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લાના જામજોધપુરની હોટલમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો
    Next Article Jamnagarમાં યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: મે ૨૦૨૭માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 21:19
    Categories
    Latest News

    Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી

    September 14, 2026

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026

    Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે

    September 14, 2026

    ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર

    September 14, 2026

    એઆઈ Breast cancerના જોખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે

    September 14, 2026

    Turkish Airlinesનું વિમાન પણ ટર્બુલન્સમાં ફસાયું

    September 14, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palanpur: નાના ભાઇએ જીવલેણ ઘા મારીને મોટાભાઇની હત્યા કરી

    September 14, 2026

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026

    Chennai: હવામાં પક્ષીની જેમ વિમાનના પાંખિયા આકાર બદલશે

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.