Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૭

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતો (સબઓર્ડિનેટ કોર્ટ્‌સ)માં કાર્યરત ન્યાયાધીશોની મોટા પાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના આદેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના આ મહત્વના નિર્ણય બાદ જે ન્યાયાધીશોની બદલી કે બઢતી થઈ છે, તેમણે પોતાની વર્તમાન જગ્યા પરથી મુક્ત થઈને ૧૭ ઓગસ્ટ સુધીમાં નવી નિમણૂકની જગ્યાએ ચાર્જ સંભાળી લેવાનો રહેશે.

    ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર, બદલી અને બઢતી મેળવનારા તમામ ન્યાયાધીશોએ પોતાની વર્તમાન જગ્યાએથી છૂટા થઈને આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં નિયત થયેલી નવી જગ્યાઓ પર પહોંચીને પોતાનો હોદ્દો અને ચાર્જ સંભાળી લેવાનો રહેશે.

    રાજ્યની તાબાની અદાલતોમાં કાર્યરત ૬૩ સિવિલ જજ ની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં (આંતર જિલ્લા) બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, એક જ જિલ્લા/કોર્ટ સંકુલની અંદર કરવામાં આવેલી આંતરિક બદલીઓની વિગતની વાત કરીએ તો સુરત અને રાજકોટમાં ૬-૬ સિવિલ જજ, કચ્છ અને મહેસાણામાં ૩-૩ સિવિલ જજ, અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં ૨-૨ સિવિલ જજ અને ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મોરબી અને સાબરકાંઠામાં ૧-૧ સિવિલ જજોની બદલીઓ કરવામાં આવી છે.

    ન્યાયતંત્રમાં સિનિયર સિવિલ જજ કક્ષાએ પણ મોટા પાયે આંતરિક ફેરફાર અને પ્રમોશન આપવામાં આવ્યા છે. ૨૬ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરાઈ છે. ૭૯ જજને સિનિયર સિવિલ જજ તરીકે પ્રમોશન (બઢતી) આપવામાં આવ્યું છે.

    અમદાવાદમાં સૌથી વધુ ૩૭, રાજકોટમાં ૨૧, વડોદરામાં ૨૧, સુરતમાં ૧૯, જામનગરમાં ૦૮, ખેડામાં ૦૭ અને મહેસાણામાં ૦૬ સિનિયર સિવિલ જજની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ જરૂરિયાત મુજબ બદલીઓ થઈ છે.

    ઉચ્ચ ન્યાયિક સેવામાં ડિસ્ટ્રિક્ટ જજ સ્તરે પણ વ્યાપક સ્તરે ફેરફાર જોવા મળ્યા છે. ૬૭ ડિસ્ટ્રિક્ટ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. ૫૭ જજને પ્રમોશન સાથે નવી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ૮૬ જજને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    સુરતમાં સૌથી વધુ ૧૭, વડોદરામાં ૧૧, અમદાવાદમાં ૦૯, રાજકોટમાં ૦૮, કચ્છમાં ૦૮, બનાસકાંઠામાં ૦૬, ભરૂચ તથા મહેસાણામાં ૦૫-૦૫ અને આણંદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગરમાં ૦૪-૦૪ જજને સેશન્સ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે
    Next Article Morbi: CID Crimeનો દરોડો, બંધ સિરામિક ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર ઝડપાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ભાજપ કાર્યાલયો અને સોમનાથ મંદિરને ઉડાવી દેવાનો ઈમેલ મળતા ખળભળાટ

    September 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: બગોદરા હાઈવે પર અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં ૮ પશુઓના કરુણ મોત

    September 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફ્રી પાસ કે ગરબા પાર્ટનર અને ડ્રેસ ભાડે આપવાની વાયરલ પોસ્ટ્‌સથી ચેતજો

    September 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ

    September 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,010
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 04:45
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.