New Delhi,તા.૨૧
`ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની’ પુસ્તક લખી વિવાદમાં ફસાઈ ગયેલા અને બાદમાં સંસદમાં પણ આ મુદા પર ધમાસાણ બાદ સ્પષ્ટતા કરનાર ભારતીય સેનાના પુર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણે તેઓએ હવે નવું પુસ્તક લખ્યું છે.
જેનું ટાઈટલ `ધ કયુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થીંગ મિલિટ્રી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ’ ના વિમોચન સમયે કહ્યું કે, ભારતને સાચો પડકાર એ પાકિસ્તાન નહી પણ ચીન છે અને જો તમો શાંતિ ઈચ્છતા હો તો યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.
તેઓએ પુનામાં આ પુસ્તકનું વિમોચન કર્યુ હતું અને જણાવ્યું કે આતંકવાદના સતત ખતરાથી ભારતનું ધ્યાન મુખ્યત્વે પાકિસ્તાન કેન્દ્રીત રહ્યું છે પણ લાંબાગાળે ચીન અનેક ક્ષેત્રોમાં ભારતનું મુખ્ય પ્રતિસ્પર્ધી બની રહ્યું છે.
તેઓએ જો કે ચીન માટે `દુશ્મન’ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યુ હતું પણ જણાવ્યું કે ચીન સાથેના મતભેદો વાતચીતથી ઉકેલવાના બદલે મજબૂત સૈન્ય તૈયારી અને રક્ષણની વ્યવસ્થા પણ જરૂરી છે.
તેઓએ કહ્યું કે આપણે પાકિસ્તાન અને ચીન બન્ને સાથે યુદ્ધ લડયા છીએ અને બન્ને સાથે સીમા વિવાદ હજુ અણઉકેલ છે. બન્ને દેશો તરફથી અલગ અલગ પડકાર છે. ચીન આર્થિક વ્યાપાર, ટેકનોલોજી, રાજનીતિ અને સૈન્ય મોરચે ભારત સાથે સ્પર્ધા કરશે.

