New Delhi,તા, 21
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ’ પર ભારતીય ટીમની પ્રશંસા કરતાં લખ્યું કે, પાકિસ્તાન સામેની આ જીતમાં ખેલાડીઓએ રમત પર ઉત્કૃષ્ટ પકડ અને શ્રેષ્ઠ કૌશલ્ય દર્શાવીને દાયકાઓથી ચાલ્યાં આવતાં ભારતનાં દબદબાને અકબંધ રાખ્યો છે. તેમણે ટીમ ઈન્ડિયાને આગામી તમામ મેચો માટે ખાસ શુભકામનાઓ પણ પાઠવી હતી.
એમસ્ટલવીન ખાતે રમાયેલા આ મહત્વના મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. આ હાર સાથે જ ચાર વખતની ચેમ્પિયન પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જે છેલ્લા 10 વર્ષથી ભારત સામે એકપણ મેચ જીતી શકી નથી.

