૧૮ વર્ષીય આર્યવીર વિશાખાપટ્ટનમમાં ૮ ઓક્ટોબરથી શરૂ થતી વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હીનું નેતૃત્વ કરશે
New Delhi, તા.૫
ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમય સુધી બેટથી ધમાકેદાર પ્રદર્શન કરનારા વીરેન્દ્ર સહેવાગની કમી આજે પણ ફેન્સને ખટકે છે. વીરેન્દ્ર સહેવાગ ઇનિંગ્સની શરૂઆત તાબડતોડ અંદાજમાં કરવા માટે જાણીતા રહ્યા છે. હવે વીરેન્દ્ર સહેવાગના પુત્ર Aryavir Sehwagને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૧૮ વર્ષના યુવા બેટર આર્યવીરને વીનૂ માંકડ ટ્રોફી માટે દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. આ પ્રથમ તક છે જ્યારે આર્યવીરને કોઈ મોટી ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(ડ્ઢડ્ઢઝ્રછ)એ શનિવારે(૩ ઓક્ટોબર) આ ૧૬ સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી છે. વીનૂ માંકડ ટ્રોફીનું આયોજન આ વખતે વિશાખાપટ્ટનમમાં ૮ ઓક્ટોબરથી થવા જઈ રહ્યું છે. આર્યવીર માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ શાનદાર રહ્યા છે. તાજેતરમાં જ તેમણે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી યુથ વનડે સીરિઝમાં ભારત અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ સીરિઝની પહેલી મેચમાં વરસાદથી પ્રભાવિત મેચમાં આર્યવીરે ૨૬ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા. આ પછી બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતા ૪૭ રનની દમદાર ઇનિંગ રમી હતી. જો કે કમનસીબે તે માત્ર ૩ રનથી અડધી સદી ચૂક્યો હતો. ત્રીજી મેચમાં પણ આર્યવીરે ૩૪ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
તાજેતરમાં આર્યવીરે દિલ્હી પ્રીમિયર લીગ(ડ્ઢઁન્)માં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે પણ હાથ અજમાવ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૪માં કૂચ બિહાર ટ્રોફી દરમિયાન મેઘાલય સામે ૨૯૭ રનની ઐતિહાસિક ઇનિંગ પણ રમી છે. બેટરે કમાલ કરતાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
દિલ્હી અંડર-૧૯ ટીમની પૂરી સ્ક્વોડ : આર્યવીર સહેવાગ(કેપ્ટન), તન્મય ચૌધરી, અર્ણવ બુગ્ગા(વાઇસ કેપ્ટન), ધન્યા નકરા, ઉદય ચાવલા, ગર્વ કુમાર, અભિરાજ ગગન સિંહ (વિકેટકીપર), તરુણ સિંહ (વિકેટકીપર), આર્યન શર્મા, ઓજસદીપ સિંહ, કિરીત કૌશિક, વરુણ વંજાણી, રુદ્ર દેવ યાદવ, પ્રદ્યુમન સનન, પાર્થ રાજ, શાંતનુ યાદવ.

