કંગનાએ કહ્યું કે એમના પિતાએ બહેનને વેચી મારી હતી, એના લગ્ન થયા હતા એ પરિવાર વેશ્યાવૃત્તિનો ધંધો કરતો હતો
Mumbai, તા.૨૧
ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર કંગના શર્માના બોલ્ડનેસની હંમેશાં ચર્ચાઓ હોય છે. સોશિયલ મીડિયા પર હંમેશાં બેબાક નિવેદનો કરતી કંગના શર્માનું બાળપણ એકદમ દુખદાયક રહ્યું છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં કંગનાએ ખુલાસો કર્યો છે કે, એમના પિતા મા, બહેન અને તેને ખૂબ જ માર મારતા હતા. આ સમયે પિતાએ બહેનના એવી જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા એ પરિવાર ખરાબ ધંધો કરતો હતો. કંગના શર્મા પોતાનું બાળપણ અને બહેનને ખોવાના દર્દથી પોડકાસ્ટમાં સતત રડતી રહી હતી. કંગના જે વાત કરી રહી હતી એ સાંભળીને કોઈ પણને એના દર્દનો અહેસાસ કરી શકે છે. કંગનાએ જણાવ્યું હતું કે, એમની બહેનના લગ્ન ૧૫થી ૧૬ વર્ષની ઉંમરે જ કરી દેવાયા હતા. બહેનની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને પહેલાં ટીબી બાદમાં કેન્સર થતાં તેનું મોત થઈ ગયું હતું.
કંગનાએ કહ્યું બહેનના મોત બાદ તેને પિતા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. તેને ઘણા વર્ષો સુધી પિતા સાથે વાત કરી નથી. કંગનાએ કહ્યું પિતા સાથે આ મારી મા પણ એટલી જ જવાબદાર છે જેને પિતાને ક્યારેય રોક્યા ન નહોતા.
કંગનાએ જણાવ્યું કે બહેનના જ્યાં લગ્ન કરવાના હતા એ પરિવાર ખરાબ હતો પણ માએ આ બધી બાબતોને એવોઈડ કરી, તમે એક દીકીરને પરણાવી રહ્યાં હો ત્યારે તમામ બાબતો ચેક કરો છે પણ મારી માતાએ બહેન માટે કંઈ પણ જોયું ન હતું. હું એ સમયે ૧૪ વર્ષની હતી. મારી બહેનને લેવા માટે એ સમયે રિક્ષામાં આવ્યા હતા. લગ્ન સમયે દુલ્હન સાથે એના ભાઈને મોકલવાનો રિવાજ હોય છે પણ એ સમયે બહેન સાથે હું ગઈ હતી.
કંગનાએ જણાવ્યું કે એમના ત્યાં રિવાજ હતો કે લગ્નની પહેલી રાતે કપલને ઉંઘવા દેવામાં આવતા નથી. તેઓ પૂરી રાત જાગે છે. હું રાતે બાથરૂમ માટે ઉઠી તો નીચે બાથરૂમ ન હોવાથી હું ઉપર ગઈ ત્યાં બહેનનના મોંઢામાં કપડાંનો ડૂચો મારેલો હતો. એના હાથ બાંધેલા હતા. અને એનો પતિ…. હું ડરી ગઈ અને ત્યાંથી દોડીને નીચે આવી ગઈ… કંગના કહે છે કે એ સવારે ઉઠી તો બહેનના સસરાએ કહ્યું કે ચાલ તને આજે આખું ઘર દેખાડું, કંગનાની બહેને એને ના પાડી છતાં એ એમની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. આ પછી એની બહેન એને ઘર દેખાડવા લઈ ગઈ બાદમાં બંને ઘરે આવી હતી.
કંગનાના પિતા એક અઠવાડિયા બાદ બહેનની સાસરીમાં ગયા તો પડોશીએ કહ્યું કે એમની દીકરી રોજ એમના ઘરમાં ચિઠ્ઠીઓ નાખતી હતી કે મને બચાવી લો. ત્યારબાદ પિતા બહેનને લઈને ઘરે આવ્યા અને છૂટાછેડા લઈ લીધા હતા.
કંગના આગળ કહે છે કે પહેલા છૂટાછેડા બાદ પિતા અટક્યા ન હતા અને બહેનના લગ્ન એક હલવાઈ સાથે એક રૂપિયામાં કરાવી દીધા હતા. એની બહેન બીજા લગ્ન કરવા માગતી જ ન હતી.

