Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું
    અમરેલી

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આરોપી પાસે મોબાઇલ પણ નહોતો, છતાં પોલીસ ગણતરીના કલાકોમાં બાળક સુધી પહોંચી, પાંચ વર્ષના બાળકનું અપહરણ, ૧૫ કલાકની દોડધામ બાદ આરોપી ઝડપાયો

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૯ઃ

    અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી એક પાંચ વર્ષના બાળકના અપહરણની ચકચારી ઘટના સામે આવતા અમરેલી પોલીસની એલ.સી.બી. અને અમરેલી રૂરલ પોલીસની ટીમો એક્શનમાં આવી હતી. આ ઘટનામાં માત્ર આરોપીના નામ સિવાય કોઈ ચોક્કસ માહિતી ન હોવા છતાં અમરેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ૧૭૦થી વધુ ઈઈઝટ કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં અપહૃત બાળકને રાજકોટના વીરપુર ગામેથી શોધી કાઢી તેના માતા-પિતાને હેમખેમ સોંપી દીધું હતું.

    મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની  રાકેશભાઈ બામણીયાના પાંચ વર્ષના પુત્રનું અપહરણ થયું હતું. આ બનાવ અંગે ગત તા.૭ ના રોજ અમરેલી રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    રાકેશભાઈના જણાવ્યા મુજબ આશરે છ માસ પહેલા મોટા આંકડીયા ગામે રહેતા એક લલિત રૂપસિંગભાઈ જમરે નામના યુવક સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ આરોપી લલિત રાકેશભાઈના જ્યાં કામ કરતા હતા તે ખેતર ઉપર આવવા-જવાનું શરૂ કર્યું હતું.

    આશરે દસ દિવસ અગાઉ આરોપી લલિત ફરી એક વખત રાકેશભાઈના ખેતરે આવ્યો હતો. અને કોઈ કામ કે મજૂરી ન મળે ત્યાં સુધી તેમની સાથે ખેતરે રહેવા દેવા વિનંતી કરી હતી. જેથી વિશ્વાસના આધારે રાકેશભાઈએ તેમને ખેતરે રહેવાની મંજૂરી આપી હતી.

    આ દરમિયાન ગત તા.૬ ના રોજ આ રાકેશભાઈ  અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટર સાયકલનો અવાજ આવતા તેમણે જોયું કે લલિત રાકેશભાઈનું મોટરસાયકલ લઈ પોતાના પાંચ વર્ષના પુત્રને સાથે બેસાડી ક્યાંક જઈ રહ્યો હતો. લાંબો સમય વીતી ગયા બાદ પણ આરોપી લલિત અને બાળક પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આસપાસના ખેતરો, વાડી અને ગામમાં તપાસ છતાં બાળકનો પત્તો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

    બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની સૂચના હેઠળ અમરેલી  એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલા તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓ.કે. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

    આરોપી પાસે મોબાઇલ ફોન ન હોવાથી પોલીસ સામે પડકાર હતો. મોટરસાયકલના નંબરને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા નેત્રમ શાખાની મદદથી વાહન અમરેલીથી રાજકોટ ગ્રામ્ય તરફ ગયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા નેત્રમ શાખા તથા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમની ત્રીનેત્ર શાખાની મદદથી વાહનની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.

    તપાસ દરમિયાન વાહનનો પત્તો જેતપુર ટાઉન તરફ મળતા પોલીસની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જેતપુર વિસ્તારમાં વિવિધ CCTV કેમેરાના ફૂટેજ તપાસતા આરોપી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે તરફ જતો હોવાનું જણાયું હતું. પોલીસે હાઇવે રૂટના ઈઈઝટ કેમેરા ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટલો, કારખાનાં અને કંપનીઓ સહિતના સ્થળોએ તપાસ શરૂ કરી હતી.

    સતત તપાસ દરમિયાન આરોપી વિરપુર ગામ તરફ ગયો હોવાનું ઈઈઝટ ફૂટેજ પરથી સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ ટીમોએ વિરપુર ગામની ઝૂંપડપટ્ટી, ધર્મશાળા, ભોજનાલયો, ગેસ્ટહાઉસ, હોટલો તેમજ આસપાસના વાડી-ખેતરોમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની તપાસ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિરપુર ગામ ખાતેથી આરોપી લલિતના કબજામાંથી પાંચ વર્ષના બાળકને હેમખેમ છોડાવી લીધું હતું.પોલીસે બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપતા પરિવારજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી. અપહરણના આ બનાવમાં પોલીસની પાંચ જેટલી ટીમોએ સતત આશરે ૧૫ કલાક સુધી કામગીરી કરી અને ૧૭૦થી વધુ ઈઈઝટ કેમેરાના ફૂટેજ તપાસી સફળતા મેળવી હતી.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝ યોજાઈ
    Next Article Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    અમરેલી

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026
    અમરેલી

    Amreli: ગામડાની પરંપરાગત કલાને યોગ્ય બજાર મળે તો તે પણ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી શકે છે

    August 29, 2026
    અમરેલી

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 21:27
    Categories
    Latest News

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.