ચિંચપોકલી ચા ચિંતામણીના દર્શાનાર્થે પ્રણવ અને કરણ અદાણી
મહારાષ્ટ્ર સહિત દેશભરના શ્રધ્ધાળુઓના દેવ ગણેશ ચતુર્થીના આજે ગણેશ ચતુર્થીના દિવસથી આરંભાયેલા પાવન પર્વોત્સવના અવસરે આજે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી પોટ્ર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ સહપરિવાર પચિંચપોકલી ચા ચિંતામણીથ ખાતે પૂજા-અર્ચના કરી હતી.
મુંબઇના વિખ્યાત પચિંચપોકલી ચા ચિંતામણીથનો ૧૦૭મા વર્ષમાં પ્રવેશ પસંગે ગણનાયકની પૂજા-અર્ચના કરવાની પ્રાપ્ત થયેલી તકને ધન્ય ઘડી જણાવી અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કં૫નીના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું કે નસ્ત્રચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સાથે જોડાવાનું સદભાગ્ય ગણાવી ગૌરવની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઉત્સવ ભક્તિભાવનો સમૃદ્ધ વારસો, એકતા અને મુંબઈના સાંસ્કૃતિક ધબકારનું પ્રતીક તરીકે ઉજવાઇ રહ્યો છે.
ગણેશ ચતુર્થીને ઘર આંગણાની વિધિમાંથી સાર્વજનિક ઉત્સવમાં પરિવર્તિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ૧૮૯૦ના દાયકામાં સ્થાપેલી ગણેશોત્સવની ઉજવણીના પરંપરાગત વારસાને છેલ્લા ૧૦૬ વર્ષથી આગળ ધપાવી રહેલ મુંબઈના બીજા ક્રમના સૌથી જૂના પચિંચપોકલી ચા ચિંતામણીથ સાર્વજનિક ગણપતિ મંડળના મૂળ શહેરના ભૂતકાળના કાપડ ઉદ્યોગના મુખ્ય વિસ્તારો પરેલ, ગિરગાંવ અને લાલબાગ સાથે જોડાયેલા છે.
દર વર્ષે અવનવા વિષયોને જોડવા માટે પ્રખ્યાત આ મંડળ દ્વારા ચાલુ સાલે ગણેશોત્સવની ઉજવણીમાં દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની ભવ્યતાનો અનુઠો સંગમ રચવામાં આવ્યો છે. તિરુમાલા તિરુપતિના ભગવાન વેંકટેશ્વર બાલાજી પર આધારિત ગણનાયકની મૂર્તિની થીમમાં ગરુડ, કીર્તિમુખ, શંખ, ચક્ર અને કપૂરનું તિલક જેવા પરંપરાગત પવિત્ર ચિહ્નોને શામેલ કરવામાં આવ્યા છે. અહીં ભવ્ય પંડાલ હૈદરાબાદ અને ભુવનગિરીના શ્રી વેંકટેશ્વર મંદિર (સ્વર્ણગિરી)ના સ્થાપત્યની ભવ્યતાને આબેહૂબ પ્રસ્તુત કરે છે, જેમાં ઊંચા ગોપુરમ, પવિત્ર દીપસ્તંભો અને કોતરણીવાળી પયાલી/વ્યાલથ રક્ષક આકૃતિઓનો સમાવેશ થાય છે.

