મૂલ્યનિષ્ઠ શિક્ષાણ માટે કટિબ્ધ્ધ VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવાગંતુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી થઈ હતી.
આ પ્રવેશોત્સવમાં બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સ્તરે મોટીવેશનલ સ્પીકર તરીકે નામના ધરાવતા પૂજય અપૂર્વમુની સ્વામીજી, પૂજય સ્વરૂપનિષ્ઠ સ્વામીજી, વીવીપીના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ, ડો. નરેન્દ્રભાઈ દવે, વીવીપી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો.પિયુષભાઈ વણઝારા, ડીપ્લોમા એન્જીનીયરીંગના પ્રિન્સીપાલશ્રી ડો. પરેશભાઈ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વી.વી.પી. દ્વારા પૂ. અપૂર્વમુનિ સ્વામીજીને ૧૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ ર૦ર૬ દરમિયાન યોજાયેલ ‘‘માનવ ઉત્કર્ષ મોહત્સવ‘‘ ની યાદગાર ક્ષણોની ફોટો ફે્રમ પ્રતીક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી અપૂર્વમુની સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજે બધાં જ ઝઘડાઓ ઈદં મમ્? એટલે કે, આ મારુ છે, આ મારું છે માટેના ચાલે છે, જયારે આ સંસ્થા વિદ્યાર્થીઓ ને ‘‘રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ્‘‘ એટલે કે, મારું કાંઈ નથી, જે છે તે રાષ્ટ્રનું છે, તે શીખવે છે. જો જીવનમાં સફળ થવું હશે તો પાંચ ‘‘પી‘‘ ની આવશ્કયતા છે, જેમાં પર્પઝ, પેશન, પ્રેકટીસ, પરફોર્મન્સ અને પ્રેરયર સામેલ છે.
પર્પઝ એટલે દરરોજ તમે તમારી જાતને પૂછો કે હું અહીંયા શા માટે છું ? મારું ધ્યેય શું છે?, પેશન એટલે ધગશ-અરૂણિમા સિંહને યાદ કરીને તેમણે જણાવ્યું કે, જેનો પગ લાકડાનો છે તે મહિલા માઉન્ટ એવરેસ્ટ હું પહોંચીશ તેવો નિર્ધાર કરે છે ત્યારે પ્રથમ ભારતીય મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે તેવા બચેન્દ્રી પાલના મુખમાંથી પણ સરી પડે છે કે, તે માઉન્ટ એવરેસ્ટ તારા સંકલ્પથી જ સર કરી લીધો છે. ત્રીજો ‘‘પી‘‘ એટલે પ્રેકટીસ તમે સફળ થવા માંગતા હોય તો સતત પ્રેકટીસ કરો, ચોથો ‘‘પી‘‘ એટલે પરફોર્મન્સ-તમારા પરફોર્મન્સથી જ દુનિયા તમને ઓળખે તેવું પરફોર્મન્સ આપો અને પાંચમો ‘‘પી‘‘ એટલે પ્રેયર- ચાર ‘‘પી‘‘ની સાથે પાંચમો ‘‘પી‘‘ એટલે ભગવાનને પ્રાર્થના ભળે એટલેવ્યક્તિ સફળ થાય જ અને મને વિશ્વાસ છે કે, આ સંસ્થા આ પાંચેય ‘‘પી‘‘ શીખવશે અને તમારા જેવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ એન્જીનીયર બનાવીને મોકલશે.
આ પ્રસંગે વીવીપીના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ત્રીસ વર્ષ પહેલાં થઈ ત્યારથી જ અને સોંઘું, સંસ્કારયુકત શિક્ષણ આપવા માટે કટિબ્ધ્ધ છે, અમારો એન્જીનીયર શ્રેષ્ઠ એન્જીનીયરની સાથે પ્રખર રાષ્ટ્રવાદી, સમાજવાદી અને કુટુંબનું ધ્યાન રાખનારો બને તેવું શિક્ષાણ આપવું તે હંમેશા માટે અમારી પ્રાથમિકતા રહી છે. આ સંસ્થા સંસ્કાર નિર્માણ કરવા માટે છે.કાર્યક્રમનું સફળ સંચાલન વી.વી.પી. મિકેનીકલના પ્રાધ્યાપક અને પ્રથમ વર્ષનાહેડ ડો. નિરવભાઈ મણીયારે કર્યું હતું.
વી.વી.પી.ના ટ્રસ્ટીઓશ્રી ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર અને ડો. નવીનભાઈ શેઠે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

