૩૦ દિવસમાં ૯% વ્યાજ સાથે વળતર ન ચૂકવે તો વધુ ૩ માસની સજા
Rajkot તા.૧૫ઃ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે હાથ ઉછીની રકમ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે દિલીપભાઈ ડોડીયા ને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂપિયા ૪.૭૫ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેન રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નંબર સાતમા રહેતા દિલીપભાઈ ભીખુભાઈ ડોડીયા ને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા મિત્રતાના દાવે ઝવેરી કિશોરભાઈ ભટ્ટ પાસેથી રૂપિયા ૪.૭૫ લાખ હાથ ઉંછીના લીધા હતા
જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ દિલીપભાઈ ડોડીયા ને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમનો ચૂકવતા ઝવેરી પટેલ અંતે અદાલતમાં દિલીપભાઈ ડોડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બાદ કેસની સુનાવની ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમા ફરીયાદી પક્ષ તરફથી રજુ કરવામાં આવેલ પુરાવો તથા તમામ જરૂરી દસ્તાવેજો કોર્ટમાં રેકર્ડ પર રજુ કરેલ હતા. આરોપી પાસે ફરીયાદીનું કાયદેસરનું લેણું પુરવાર કરી શકેલ નથી
પરંતું કોર્ટના રેકર્ડ પર આવેલ પુરાવાઓ ફરીયાદીની તરફેણના હોય અને તેમજ ચેક રીર્ટન અંગેનો તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીના વકીલ ધ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી. ફરીયાદી પોતાનો કેસ સંપુર્ણ પણે સાબિત કરેલ હોય અને આરોપીને મહત્મ સજા અને ફરીયાદીને વળતર ચુકવવા રજુઆત કરેલ હતી. તે તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી પાંચમા એડી. ચીફ જયુ. મેજી. બી. વી. વસાવા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.૪,૭૫,૦૦૦ વાર્ષિક ૯ % ના વ્યાજ સહીત વળતર પેટે દિન-૩૦ મા ચુકવી આપવા અને તે રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.ફરીયાદી ઝવેરી ભટ્ટ વતી વકિલ તરીકે અનિરૂધ્ધસિંહ કે. ચુડાસમા, રાજેશ એન. મંજુસા, ધારા બી. પરમાર, એમન વાય. તાલબ, રૂચિતા કે. મકવાણા અને આરતીબા બી. ગોહેલ રોકાયેલ હતાં.

