શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
(૧) મુખ્ય સિદ્ધાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો પિતૃઓને માનતા નથી તેઓ ભવિષ્યમાં દુઃખને પામે છે, જ્યારે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે. જેમ દરેક શુભ વિધિમાં ગણપતિ પૂજન અનિવાર્ય છે, તેમ દરેક પિતૃકાર્યમાં તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે જેમ આપણો ખોરાક રોટલી દાળ ભાત શાક છે તેમ પિતૃઓ તર્પણ થી તૃપ્ત થાય છે
.(૨) પિતૃઓની તૃપ્તિ શ્રાદ્ધના માધ્યમથી પિતૃઓને તૃપ્તિ અને મોક્ષ ગતિ મળે છે. તર્પણ વિશે માહિતી આપતા શાસ્ત્રો ગરુડ પુરાણ, તેમજ મત્સ્ય પુરાણ અને મનુસ્મૃતિમાં પ્રમાણ છે.
(૩) મનુસ્મૃતિ અનુસાર મનુસ્મૃતિના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને અનંત કાળ સુધી તૃપ્તિ મળે છે. જે લોકો પિતૃઓને માનતા નથી તે લોકો ભવિષ્યમાં દુઃખને પામે છે, આથી શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ જેથી જીવનમાં શાંતિ મળે.
(૪) વિધિ અને સામગ્રી નિત્ય તર્પણ/પિતૃતર્પણ તાંબાના પાત્રમાં પાણી, અબીલ, ગુલાલ, કંકુ, તુલસી દલ, જવ અને પંચામૃત પધરાવી ત્યારબાદ જનોઈ ધારણ કરી તર્પણ કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ બ્રહ્માજીને તર્પણ ભોગવવામાં આવે છે, ત્યારબાદ ૭ ઋષિમુનિઓનું તર્પણ બાદ દિવ્ય મનુષ્યોને ૩ અંજલિ આપવામાં આવે છે. તે પછી જમણા હાથમાં કાળા તલ રાખી પિતાની ત્રણ પેઢીના નામ, માતાની ત્રણ પેઢીના નામ બોલી જમણાં હાથના અંગૂઠામાં દર્ભ (ડાભારો)રાખી અને ત્યાંથી પિતૃ તીર્થથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે એટલે કે જલ આપવામાં આવે છે. તેમાં મંત્રાત્મક પણ ગુરુદેવ, મિત્ર, સંબંધીને પણ તર્પણ દ્વારા જળ આપવામાં આવે છે. અને સાથે તેમના નામ પણ બોલવામાં આવે છે
(૫) વિશેષ પરિસ્થિતિ નું તર્પણ શ્રાદ્ધના તર્પણમાં જે કોઈ વ્યક્તિ સંતાન વગર મૃત્યુ પામ્યું હોય, જે વ્યક્તિના અકસ્માત બાદ કોઈ વિધિ ન થઈ હોય, જે કોઈના આંગણે પશુ, પક્ષી, જીવજંતુ, જનાવર મૃત્યુ પામ્યું હોય તો તેને પણ તર્પણ કરી મોક્ષ આપવામાં આવે છે.
(૬) અજાણ્યા પિતૃઓનું તર્પણ શ્લોક મુજબ નાના બાળકો મૃત્યુ પામ્યા હોય તો જેને બાળક સીધુ જળ પી ન શકે આથી હાથમાં રૂ લઈ ૩ વાર જળમાં પ્રદક્ષિણા ફેરવી તર્પણ બાદ તેને જળ આપવામાં આવે છે. આમ નાના બાળકને તર્પણ માં જળ આપવામાં આવે છે
(૭) સૂર્યનારાયણની સાક્ષી તર્પણ સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ અર્પણ કરવામાં આવે છે. , જેમાં બંને હાથ ઊંચા કરી સૂર્યનારાયણ ભગવાનના મંત્રોચ્ચાર દ્વારા સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે છે, જેથી બધા જ પિતૃઓને મોક્ષગતિ મળે
(૮) તીર્થોની પ્રદક્ષિણાનું પુણ્ય સૂર્યનારાયણ ભગવાનના ૧૨ નામનો જપ કરવામાં આવે છે. તે ઉપરાંત આપણે બધા જ તીર્થોની પ્રદક્ષિણા કરી નથી શકતા આથી, તર્પણના જળમાં તીર્થોનું આવાહન કરેલું હોય તેને અંગૂઠા વડે ૭ પ્રદક્ષિણા કરેલી બધા તીર્થોની પ્રદક્ષિણા કરીએ છીએ તેવી પ્રાર્થના કરવામાં આવે છે અને દસોય દિશાને નમસ્કાર કરી છેલ્લે ૩ ખોબા વિષ્ણુ ભગવાનને આનું તર્પણ અર્પણ કરવામાં આવે છે.
આમ પિતૃ અને મોક્ષ ગતિ આપવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પિતૃકાર્યમાં તર્પણ નું મહત્વ સૌથી વધારે છે

