(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે છાશવારે કેબલ વાયર ચોરી, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા રહે છે પોલીસની નિષ્ક્રિયતાને પગલે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે માળિયાના ચીખલી ગામની સીમમાંથી તસ્કરો પીજીવીસીએલના ૧૫૬૦ મીટર વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના લુંટાવદર ગામના રહેવાસી હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકર (ઉ.વ.૩૪) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા દરમીયાન અજાણ્યા ચોર ઇસમોએ માળિયા તાલુકાના ચીખલી ગામની સીમમાં પીજીવીસીએલ પીપળીયા સબ ડીવીઝન તાબા હેઠળ આવેલ સુલ્તાનપુર ગામથી ચીખમી જતા આશરે ૨૦૦ મીટર પહેલા વીજ લાઈન ૧૧ કેવી માણાબા એજી વીજ ફીડરના પોલ નં ૮૩૨ થી ૮૪૮ સુધીમાં એલ્યુમીનીયમનો ૩૪ એમએમ સ્ક્વેર વાયર ટોટલ ૧૩ ગાળાનો આશરે ૧૫૬૦ મીટર કીમત રૂ ૪૭,૦૦૭ ચોરી કરી ગયા છે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

