સેવાસદન ખાતેની કચેરીના કમ્પાઉન્ડમાં જ ટ્રેપ ગોઠવાયો, રૂ.૨૫ હજાર રિકવર
Morbi તા.૫ઃ
Morbiમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના છટકામાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક સહિત બે વ્યક્તિઓને રૂ.૨૫ હજારની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ACBની માહિતી મુજબ, ટ્રેપમાં આરોપી તરીકે જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.૪૩), નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-૧, તેમજ અજયસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૨૮), ડ્રાઇવરનો સમાવેશ થાય છે.ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે કન્સલ્ટિંગનું કામ કરતા હોવાનું અને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ કરી હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી દ્વારા રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ મોરબી અઈઇનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોરબીના લાલબાગ, સેવાસદન ખાતે આવેલી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના કમ્પાઉન્ડના નીચેના ભાગે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.છટકા દરમિયાન આરોપી સુરેશચંદ્ર આદેસરા નાયબ નિયામક દ્વારા ફરિયાદીને લાંચની રૂ.૨૫,૦૦૦ની રકમ બીજા આરોપી ડ્રાઈવર અજયસિંહને આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ પંચ સાક્ષીની હાજરીમાં ડ્રાઈવર એ અધિકારી વતી રૂ.૨૫,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા અઈઇની ટીમે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી લાંચની સમગ્ર રૂ.૨૫,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી હોવાનું અઈઇએ જણાવ્યું છ.સમગ્ર ટ્રેપની કાર્યવાહી મોરબી અઈઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડીયા દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે અઈઇ રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.પી. સોલંકી તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

