દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં વડાપ્રધાન દેશભરના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા
નવી દિલ્હી, તા.૭
Pm Modiએ આજે જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, જ્યાં વડાપ્રધાન દેશભરના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ જાહેર જીવનમાં આ મુકામ સુધી પહોંચશે. આજે સરકારના વડા તરીકે દેશની સેવા કરતા તેમને ૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.” ઁસ્ મોદીએ આને જનતાના સતત મળતા આશીર્વાદનું પરિણામ ગણાવ્યું અને ભાજપ, દ્ગડ્ઢછ તેમજ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર માન્યો.
Pm Modiએ કહ્યું કે, તેમણે ૧૪૦ કરોડ ભારતીયો માટે પ્રાર્થના કરી છે. તેમની પ્રાર્થના છે કે પરમાત્મા તેમને એટલી શક્તિ આપે કે તેઓ દેશ માટે વધુ ઊર્જા સાથે કામ કરી શકે અને દિવસ-રાત દેશવાસીઓ સહિત તમામ લોકોની સેવા કરી શકે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તેઓ જે કંઈ પણ છે, તેમાં સૌથી મોટું યોગદાન ‘જનતા જનાર્દન’નું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમના માટે જનતા જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે. કરોડો લોકોનો વિશ્વાસ જ તેમની શક્તિ છે. ઁસ્ મોદીએ કહ્યું કે, દેશે તેમને ઘણું આપ્યું છે અને તેથી દેશ તેમના માટે સર્વસ્વ છે. દેશના નાગરિકોનો જ તેમના પર સૌથી મોટો અધિકાર છે. ઁસ્ મોદીએ કહ્યું કે, ૨૫ વર્ષનો જનવિશ્વાસ અને ૨૫ વર્ષનો અનુભવ તેમની મોટી મૂડી છે. આ મૂડી દેશની છે અને ભારત માતાની દરેક સંતાન તેના અધિકારી છે. પોતાના શાળાના દિવસોને યાદ કરતા મોદીએ કહ્યું કે કંઈક નવું શીખવાની ઈચ્છા તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે અને તેઓ આજે પણ પોતાને એક વિદ્યાર્થી જ માને છે.
વડાપ્રધાને કહ્યું કે, તેમણે હંમેશા ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરી છે કે તેમની શીખવાની પ્રક્રિયા ક્યારેય ઓછી ન થાય. તેમણે કહ્યું કે પાછળ વળીને જોતા તેમના મનમાં કૃતજ્ઞતાનો ભાવ આવે છે, કારણ કે દરેક ઘટનાએ તેમને કંઈકને કંઈક શીખવ્યું છે. જેણે તેમને પાડ્યા, તેણે ઊભા થવાનું શીખવ્યું અને જેણે વિરોધ કર્યો, તેણે લોકશાહીની શક્તિ સમજાવી. તેમણે કહ્યું કે દરેક સંકટ તેમના ધૈર્યની કસોટી રહ્યું, જ્યારે દરેક સફળતાએ તેમને મોટા લક્ષ્યો તરફ આગળ વધવાની ક્ષમતા આપી.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, ચંદ્રયાન મિશને તેમને નિષ્ફળતામાંથી ઊભા થતા શીખવ્યું.
કોરોનાએ સામૂહિક ચેતનાનો પાઠ ભણાવ્યો. મીડિયાએ તેમને ખાટા-મીઠા અનુભવોથી આગળ વધવાની પ્રેરણા આપી. તેમણે કહ્યું કે દરેક ગામે અને દરેક ગરીબે તેમને શીખવ્યું કે સાધન-સામગ્રી ભલે મર્યાદિત હોય, પરંતુ સપનાં મોટાં હોવાં જોઈએ અને મનોબળ મજબૂત હોવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે, વેદથી લઈને વિવેકાનંદ સુધી જે રાષ્ટ્રએ મહાન વિચારોનું અનુષ્ઠાન કર્યું છે, જે રાષ્ટ્રનો અનુભવ હજારો વર્ષોનો છે અને જેણે માનવને માનવતાનો ભરોસો અપાવ્યો છે, ત્યાં તેમને ક્યારેય એવું નથી લાગ્યું કે તેઓ એકલા છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે સેવક છીએ, સેવા આપણો ધર્મ છે અને દીન-દુઃખીઓની સેવા કરવી આપણો ધર્મ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, સાર્વજનિક જીવનની તેમની યાત્રાના દરેક તબક્કે સાથ આપનાર દરેક સ્વયંસેવક અને કાર્યકર્તાને તેઓ આદરપૂર્વક નમન કરે છે. તેમણે કહ્યું કે આજનો દિવસ માત્ર જૂની યાદો તાજી કરવાનો નથી, પરંતુ પોતાના સંકલ્પોને નવી ઉર્જા આપવાનો છે. તેમણે કહ્યું કે, આ તે વચન અને ઈરાદાઓના પુનરાવર્તનનો દિવસ છે કે આપણે કરીને રહીશું. પીએમ મોદીએ કહ્યું, ’વી વિલ ડૂ ઇટ. વી વિલ ડૂ ઇટ.’ નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલાં ઁસ્ મોદીએ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

