(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૭ઃ
મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ કેબીનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરનાર બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે ૯૫૮ ગ્રામ ગાંજાનો જથ્થો, ગાંજાનું વેચાણ કરી મેળવેલા રોકડ રૂ ૨૩,૫૦૦ અને ૨ મોબાઈલ સહીત કુલ રૂ ૯૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર વિસીપરામાં રહેતો પ્રિન્સ કોળી તેના માણસ વિપુલ કોળીને રાખી રવિરાજ ચોકડીથી માળિયા જતા પુલના છેડે કેબીના ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી એસઓજી ટીમે રવિરાજ ચોકડીએ રેડ કરી હતી માળિયા તરફ જતા પુલના છેડે મેલડી મહેર લખેલી કેબીનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯૫૮ ગ્રામ કીમત રૂ ૪૭,૯૦૦ અને ગાંજાનું વેચાણ કરી મેળવેલ રોકડ રૂ ૨૩,૫૦૦ અને બે મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૯૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
એસઓજી ટીમે આરોપીઓ પ્રિન્સ પ્રવીણ ધંધુકીયા રહે રણછોડનગર શેરી નં ૧ વિસીપરા મોરબી મૂળ રહે દહીસર તા. માળિયા (મી.) અને વિપુલ રમેશ કુંજરીયા રહે મીરાં પાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે

