(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૭ઃ
સરહદી રેંજ ભુજમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી અને પ્રોહીબીશન ગુનામાં મહિલા આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક દ્વારા રેન્જના જીલ્લાના નાસતા ફરતા આરોપીને તેમજ ચાલુ ત અપાસના પકડવા પરના બાકી આરોપીને ઝડપી લેવા તા. ૦૧ થી ૧૫ ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવર સામતાણી (ઉ.વ.૪૩) રહે ખીરઈ તા. માળિયા વાળાને તેના મકાનેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
તેમજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસ કટિયા રહે માળિયા વનાળીયા સોસાયટી મોરબી ૨ વાળાને મહિલા કર્મચારી સાથે રાખીને મોરબી ગ્રીન ચોક ખાતેથી ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવી છે

