Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»રાજ્યપાલ Acharya Devvrat ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
    રાજકોટ

    રાજ્યપાલ Acharya Devvrat ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા. ૯ઃ

    રાજ્યપાલ શ્રી Acharya Devvratએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે સવારે ગુંદા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજેશભાઈ લીંબાસીયાના મોડેલ ફાર્મ ‘‘વિશ્વંતી નેચરલ્સ‘‘ની મુલાકાત લીધી હતી. ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ દર્શાવતા રાજ્યપાલશ્રીએ અહીં જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.

    તેમણે મોડેલ ફાર્મમાં પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાતા વિવિધ ખાતર અને પ્લાન્ટ તેમજ પ્રાકૃતિક ખેતી અને પાકનું નિરીક્ષણ કર્યું હતું. અહીં વિવિધ પાકમાં ફળ અને ફૂલનું સારું પ્રમાણ તેમજ તમામ પાક કીટક અને બીમારીમુક્ત જોઈ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

    ખેડૂત શ્રી રાજેશભાઈનો યુવાન દીકરો કેવિન પણ પ્રાકૃતિક કૃષિ કાર્યમાં સહભાગી થતો હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાવિ પેઢી પ્રાકૃતિક કૃષિ સાથે ધરતીના જતન માટે તૈયાર થાય એ જરૂરી છે.

    આ સમયે આસપાસના ૧૦૦થી વધુ ખેડૂતો પણ રાજ્યપાલશ્રીને મળવા આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતો  માહિતીસભર સંવાદ કર્યો હતો.

    રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના સંરક્ષણ સાથે જોડાયેલો ટકાઉ માર્ગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા, ભૂગર્ભ જળ અને પર્યાવરણને થતી અસરોનો ઉલ્લેખ કરીને તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.

    તેમણે ખેડૂતોને દેશી ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને બહુવિધ પાક પદ્ધતિ જેવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓથી થતા ફાયદાઓ વર્ણવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, આવી પદ્ધતિઓથી ખેતીનો ખર્ચ ઘટે છે. તેમણે ખેડૂતોને પોતાની જમીનનો ઓર્ગૅનિક કાર્બન નિયમિત ચેક કરવા જણાવ્યું હતું.

    રાજ્યપાલશ્રીએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે શરૂઆતમાં પોતાની જમીનના નાના ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરી તેના પરિણામોનો જાતે અનુભવ કરવો જોઈએ. ’પહેલું સુખ તે જાતે નર્યાની ભાવનાને સાકાર કરવા અને આવનારી પેઢીને સ્વસ્થ પર્યાવરણ તથા પોષણયુક્ત ખોરાક આપવાના હેતુથી પ્રાકૃતિક કૃષીનો વ્યાપ વધારવો જરૂરી છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

    જીવામૃત, ઘન જીવામૃત કેમ બનાવાય તેની સરળ અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે તેના અગણિત ફાયદા જાણીને ખેડૂતો ઝેરમુક્ત ખેતી અપનાવવા પ્રેરિત થયા હતા. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

    રાજ્યપાલશ્રીએ ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી ફળદ્રુપ અને શક્તિશાળી બને છે કે તેમાં બીમારીઓ આવતી નથી. તેમણે ખેડૂતોને ખાસ આગ્રહ કર્યો હતો કે, આ પ્રાકૃતિક ખેતર જોઈને પ્રેરણા લો અને રાસાયણિક ખાતર છોડો. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો અને જમીનને ઉપજાઉ બનાવો.

    રાજ્યપાલશ્રીની વાત સાંભળીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમ અહીંનું ખેતર આજે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જીવંત પાઠશાળા બની ગયું હતું.

    આ તકે ખેડૂત શ્રી રાજેશભાઈ લીંબાસીયાએ પોતાને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા રાજ્યપાલશ્રી પાસેથી મળી હોવાનું જણાવીને આભાર પ્રકટ કર્યો હતો. આ સાથે પોતાનો અનુભવ વહેંચતા કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી એક એકરમાં રૂ.૧૦ લાખનું ઉત્પાદન થાય છે.

    ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ આજે ગુંદા ગામમાં અનુસૂચિત જાતિ પરિવાર હીરાભાઈ સાગઠીયાના ઘરે અલ્પાહાર કર્યો હતો. આ તકે તેમણે પરિવાર સાથે આત્મીય ભાવથી સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ આ ખેડૂત પરિવારને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ગાયનું પાલન કરવા પ્રેરણા આપી હતી.

    Acharya Devvratji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ
    Next Article વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026
    રાજકોટ

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    રાજકોટ

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    રાજકોટ

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 23:01
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.