વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે માત્ર વિદેશમાં રહેવાના આધારે લગ્નનો નિર્ણય ન લેવો પૂરતી તપાસ, સાવચેતી અને વિચારવિમર્શ બાદ જ આગળ વધવું આવશ્યક :હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ સુશ્રી પ્રીતિ જોશી
Rajkot તા.૨૮ઃ
ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગર તથા ગછૠ સેન્ટર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે અર્પિત ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ, રાજકોટમોરબી હાઇવે, હડાળા, ખાતે વિદેશમાં લગ્ન અંગે જાગૃતતા (Deliberation about Marriage Abroad) વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગછૠ સેન્ટર રાજકોટના ચેરપેર્સન અને પ્રોજેક્ટ લાઈફ ના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી અને ઈઊઘ શ્રીમતી મિત્તલ કોટિચા શાહે જણાવ્યું હતું કે, વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને લગ્ન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, જરૂરી દસ્તાવેજો, પાત્રની પૃષ્ઠભૂમિની ચકાસણી અને લગ્ન પહેલાં રાખવાની આવશ્યક સાવચેતીઓ અંગે જાગૃત કરવાનો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી લગ્નોત્સુક વ્યક્તિઓ પૂરતી માહિતી અને સમજણના આધારે જવાબદારીપૂર્વક નિર્ણય લઈ શકે.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મામલતદાર શ્રી ચૈતન્ય સંઘાણીએ ફાઉન્ડેશનના ઉદ્દેશો, ગછૠ સેન્ટરોની ભૂમિકા અને વિદેશમાં લગ્ન અંગે જાગૃતિ કેળવતા આવા માર્ગદર્શન સેમિનારોની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સરકારી સ્તરે હાથ ધરવામાં આવતી આ પ્રકારની જાગૃતિપ્રેરક પહેલને શૈક્ષણિક સંસ્થા સુધી પહોંચાડવા માટે તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શને કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પૂરું પાડ્યું હતું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીથી ઉપસ્થિતોને ફાઉન્ડેશનની કામગીરી અને વિદેશસ્થ ગુજરાતીઓના હિતમાં હાથ ધરાતી પ્રવૃત્તિઓ વિશે સમજ મેળવવાની તક મળી હતી.
સેમિનારના મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઇકોર્ટ તથા ભારતની સર્વોચ્ચ અદાલતનાં એડવોકેટ સુશ્રી પ્રીતિ જોશીએ વિદેશમાં લગ્ન સંબંધિત કાયદાકીય બાબતો અંગે વિસ્તૃત અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે લગ્ન પહેલાં પાત્ર તથા તેના પરિવારની યોગ્ય તપાસ, જરૂરી દસ્તાવેજોની ખરાઈ, કાયદાકીય અધિકારો અને સંભવિત જોખમો અંગે સમજણ આપી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે લગ્નનો નિર્ણય લેતી વખતે માત્ર વિદેશમાં રહેવાના આધારે નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ પૂરતી તપાસ, સાવચેતી અને વિચારવિમર્શ બાદ જ આગળ વધવું જોઈએ. વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોને પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી.
ગછૠ સેન્ટર રાજકોટના સેક્રેટરી અને પ્રોજેક્ટ લાઈફ ના ચીફ ડેવલપમેન્ટ એન્ડ ઓપરેટીંગ ઓફિસર શ્રી ઋષિકેશભાઇ પંડ્યાએ જણાવ્યું કે ભારત સરકારના બિન-ગુજરાતી તેમજ વિદેશસ્થ ભારતીયો સાથે સંપર્ક અને જોડાણને પ્રોત્સાહન આપવાના અભિગમ તથા ગુજરાત સરકારની પહેલના ભાગરૂપે કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ (ગછૠ) સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમના વતન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં છ ગછૠ સેન્ટરો કાર્યરત છે, જે બિન-ગુજરાતી ભારતીયો અને વિદેશસ્થ ગુજરાતીઓને તેમના વતન સાથે જોડવા, જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા અને માર્ગદર્શન પૂરું પાડવાની દિશામાં કાર્ય કરે છે. આ જ હેતુને આગળ ધપાવતાં ગછૠ સેન્ટર રાજકોટ દ્વારા આજ સુધીમાં આવા સેમિનારો દ્વારા ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે.
તેમણે એ પણ જણાવ્યું કે આ માર્ગદર્શન સેમિનાર ગુજરાત સરકારની ગછૠ પહેલના હેતુઓને શૈક્ષણિક અને સામાજિક સ્તરે આગળ ધપાવતો એક સમયોચિત પ્રયાસ બની રહ્યો હતો. સરકારી તંત્ર, નિષ્ણાત વક્તાઓ અને શૈક્ષણિક સંસ્થાના સહયોગથી યોજાયેલા આવા કાર્યક્રમો યુવાનો તથા વાલીઓમાં કાયદાકીય જાગૃતિ વધારવા, જરૂરી પૂર્વચકાસણીને પ્રોત્સાહિત કરવા અને વિદેશમાં લગ્ન અંગે વધુ સુરક્ષિત, સમજદારીભર્યા તથા માહિતીસભર નિર્ણયો લેવામાં મદદરૂપ બનવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. તેમણે આ પ્રસંગે ૠજગછૠઋ તેમજ ગુજરાત સરકારના આ પ્રકારના પ્રયાસોને ખુબ આવકાર્યા અને આ અભિગમ બદલ તેમનો ખુબ આભાર માન્યો.
કાર્યક્રમના અંતે કેમ્પસ ડિરેક્ટર ડૉ. નવીન કુમારે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમમાં શ્રી ચૈતન્ય સંઘાણી, શ્રી ઋષિકેશ પંડ્યા, શ્રી કરશનભાઈ લીંબાસિયા, સુશ્રી પ્રીતિ જોશી, ડૉ. નવીન કુમાર, એન્જિનિયરિંગ વિભાગના ડિરેક્ટર ડૉ. પંકજ ચરોલા, નર્સિંગ વિભાગનાં પ્રિન્સિપાલ ડૉ. સુધારાણી તથા ઇઇંખજ વિભાગના પ્રિન્સિપાલ ડૉ. આનંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

