Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    • Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    • Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
    • ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ
    જામનગર

    Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૩ઃ

    દિવાળીના તહેવારો દરમિયાન જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફટાકડાની આતશબાજીને કારણે આગના નાના-મોટા બનાવોમાં વધારો થયો હતો. દિવાળી અને બેસતા વર્ષ સહિતના ત્રણ દિવસના સમયગાળા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં આગના કુલ ૧૧૬ બનાવો નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં આગના બનાવો બનતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ટીમને ભારે દોડધામ કરવી પડી હતી. જોકે, અગાઉથી જ કરવામાં આવેલા આયોજન અને નવ અલગ અલગ સ્થળોએ ગોઠવવામાં આવેલી ફાયર બ્રિગેડની વ્યવસ્થાના કારણે તમામ સ્થળોએ સમયસર પહોંચી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે કોઈપણ સ્થળે જાનમાલને નુકસાન થયું હોવાનો અહેવાલ મળ્યો નથી.

    દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવોની સંભાવનાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ફાયર અધિકારી ભાવેશ જાની, ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા અને અનવર ગજ્જણની રાહબરીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરને અલગ અલગ નવ વિભાગમાં વહેંચીને નવ સ્થળોએ ફાયર બ્રિગેડનાં વાહનો અને જવાનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે કોઈપણ વિસ્તારમાં આગનો બનાવ બને ત્યારે નજીકની ટીમ તાત્કાલિક રવાના થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

    ત્રણ દિવસ દરમિયાન આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડ દ્વારા આશરે સાડા સાત લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે પાણીના સવાસોથી વધુ ફેરા કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં ટેન્કરોને અલગ અલગ સ્થળોએ આવેલા પાણીના સંપ અને પંપહાઉસમાંથી સતત પાણી ભરીને આગ બુઝાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કેટલીક જગ્યાએ પીજીવીસીએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

    આગના કુલ ૧૧૬ બનાવોમાં મોટા ભાગના સ્થળોએ એક પાણીના ટેન્કરથી જ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આશરે ૧૫ જેટલા સ્થળોએ આગનું પ્રમાણ વધુ હોવાથી બે અથવા ત્રણ પાણીનાં ટેન્કરોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

    ખાસ કરીને વાલસુરા રોડ પર આવેલી રોજી વીડી વિસ્તારમાં ફટાકડાનો તણખો પડતાં આગ લાગી હતી અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થળે આગ બુઝાવવા માટે જામનગર ફાયર બ્રિગેડનાં ચાર પાણીનાં ટેન્કરો કામે લગાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વાલસુરા તરફથી પણ એક ફાયર ફાઇટર વાહન પાણી સાથે મદદ માટે પહોંચ્યું હતું. સંયુક્ત પ્રયાસોના પરિણામે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

    દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સતત મળતા આગના કોલ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો, અધિકારીઓ અને તાલીમબદ્ધ કર્મચારીઓએ રાત-દિવસ ફરજ બજાવી હતી. અગાઉથી કરવામાં આવેલી વ્યવસ્થા, ઝડપી પ્રતિસાદ અને ટીમવર્કના કારણે ૧૧૬ સ્થળોએ આગ બુઝાવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

    જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવોમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે સમયબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડનો ટર્નઆઉટ ટાઈમ માત્ર એક મિનિટનો રાખવામાં આવ્યો હતો. એટલે કે આગનો બનાવ બન્યાનો ટેલિફોન કોલ મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો પોતાનાં નિર્ધારિત સ્થળેથી એક મિનિટની અંદર વાહન સાથે આગ બુઝાવવા માટે રવાના થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત ઘટનાસ્થળે પહોંચવા માટેનો સમયગાળો પણ ચાર મિનિટનો રાખવામાં આવ્યો હતો. એટલે કે ફાયર બ્રિગેડની ટીમ રવાના થયા બાદ ચાર મિનિટની સમયમર્યાદામાં ઘટનાસ્થળે પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નવ અલગ અલગ સ્થળોએ ફાયર બ્રિગેડનાં વાહનો અને સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યાં હોવાથી નજીકની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી શકાતી હતી.

    આવી ઝડપી વ્યવસ્થાના કારણે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન આગના ૧૧૬ બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી શકી હતી અને આગને વધુ વિકરાળ બનતી અટકાવી જાનમાલનું મોટું નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ
    Next Article Amreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ

    November 13, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,717
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,829
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,492
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 20:46
    Categories
    Latest News

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    November 13, 2026

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.