Mumbai, તા.૨૭
મુંબઈમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર MNS નો વિરોધ, રાજ ઠાકરેની પાર્ટીની પ્રતિબંધની માંગ; રદ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી. મુંબઈમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. MNS નો આક્ષેપ છે કે મહાલક્ષ્મી રેસકોર્સ અને NSCI ડોમ જેવા સ્થળોએ યોજાતા મોટા સંગીત કાર્યક્રમોમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન થતું હોવાની ફરિયાદો સામે આવી છે.મુંબઈમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. MNSનો આક્ષેપ છે કે મહાલક્ષ્મી રેસકોર્સ અને NSCI ડોમ જેવા સ્થળોએ યોજાતા મોટા સંગીત કાર્યક્રમોમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન થતું હોવાની ફરિયાદો સામે આવી છે. આ મામલે પોલીસને આવેદનપત્ર આપવાની સાથે પાર્ટીએ કોન્સર્ટ રદ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.મુંબઈમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ પહેલાં જ રાજકીય વિરોધ શરૂ થયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મહાલક્ષ્મી રેસકોર્સ અને NSCI ડોમ ખાતે યોજાનારા સંગીત કાર્યક્રમો સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે આવા કાર્યક્રમોમાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન થતું હોવાની ગંભીર ફરિયાદો મળી રહી છે.આ મુદ્દે MNSના વિભાગીય પ્રમુખ દિનેશ જ્ઞાનેશ્વર પુંડે તારદેવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકને આવેદનપત્ર આપશે. પાર્ટીની મુખ્ય માંગ છે કે આ બંને સ્થળોએ ભવિષ્યમાં યોજાનારા કોન્સર્ટ માટે મંજૂરી આપતા પહેલાં ગંભીરતાથી વિચાર કરવામાં આવે અને જરૂરી હોય તો આવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવે.MNSએ પોતાના વિરોધ પાછળ અગાઉ બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે નવી કોન્સર્ટ સીઝનના પ્રથમ કાર્યક્રમ દરમિયાન ૧૨ લોકો ડ્રગ્સના સેવનને કારણે પોઝિટિવ જણાયા હતા.પક્ષનો એવો પણ દાવો છે કે ગયા વર્ષે આ જ સ્થળે ડ્રગ્સના સેવન સાથે જોડાયેલી ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓને ટાંકીને MNSએ આગામી કોન્સર્ટમાં પણ નશીલા પદાર્થોના ઉપયોગની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.MNSના આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોટા સંગીત કાર્યક્રમો પૂર્ણ થયા બાદ અનેક યુવક-યુવતીઓ નશાની હાલતમાં રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. પક્ષનું માનવું છે કે આવી પરિસ્થિતિની સ્થાનિક યુવાનો પર ખરાબ અસર પડી શકે છે.પાર્ટીનો દાવો છે કે આ અંગે વિસ્તારના વાલીઓએ પણ ફરિયાદો કરી છે. વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને જ આ મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.MNSએ માત્ર ડ્રગ્સના મુદ્દે જ નહીં, પરંતુ કોન્સર્ટ દરમિયાન સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે.મોટા પાયે લોકોની અવરજવર અને વાહનોની ભીડને કારણે મહાલક્ષ્મી રેસકોર્સ તથા NSCI ડોમ આસપાસ ભારે ટ્રાફિક જામ થતો હોવાનો પક્ષનો આરોપ છે.

